સ્કિનને ચમકદાર બનાવવા ફ્રિજમાં રાખેલી આ વસ્તુઓનો કરો ઉપયોગ, આયુર્વેદમાં પણ છે મહત્વ

પ્રતિકાત્મક તસવીર

આયુર્વેદ મુજબ કેટલાક ઘરગથ્થુ ઉપાયો તમારી સ્કિનની દરેક સમસ્યાને દૂર કરી શકે છે. એટલું જ નહીં સ્કિનને ચમકદાર અને સુંદર બનાવવા માટે પણ આ કુદરતી વસ્તુઓનો પ્રયોગ કરી શકાય છે

  • Share this:
Glowing Skin Tips:ચહેરાની સુંદરતા વધારવા માટે લોકો મોંઘા ફેશિયલ કરાવે છે. બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારના મોંઘા કોસ્મેટીક પ્રોડક્ટ ખરીદે છે અને જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી ખાવા-પીવામાં પણ ધ્યાન રાખે છે. એકંદરે લોકો સુંદરતા વધારવા માટે અનેક પ્રયોગો કરી જુએ છે. અલબત્ત ફ્રીજમાં જ રાખેલી કેટલીક ખાસ વસ્તુઓની મદદથી તમે ત્વચાને વધુ ચમકદાર અને સુંદર બનાવી શકો છો, તેનો તમને ખ્યાલ છે? આયુર્વેદ મુજબ કેટલાક ઘરગથ્થુ ઉપાયો તમારી સ્કિનની દરેક સમસ્યાને દૂર કરી શકે છે. એટલું જ નહીં સ્કિનને ચમકદાર અને સુંદર બનાવવા માટે પણ આ કુદરતી વસ્તુઓનો પ્રયોગ કરી શકાય છે.

સૌથી મહત્વની વાત એ છે કે, ચહેરાને સુંદર બનાવવા માટે વસ્તુઓ મેળવવા આપણે ક્યાંય લાબું થવાની જરૂર નથી. માત્ર ફ્રિજમાં પડેલી વસ્તુઓનો પ્રયોગ કરી શકીએ છીએ. આ કુદરતી વસ્તુઓનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધન તરીકે પ્રાચીનકાળથી થતો આવ્યો છે. તો ચાલો આ વસ્તુઓ અંગે વિગતવાર માહિતી મેળવીએ.

લીંબુનો પ્રયોગ

લીંબુમાં રહેલા પુષ્કળ એન્ટિઓક્સિડન્ટ અને અને એસ્કોર્વીક એચીસ ચહેરાને કુદરતી ગ્લો આપે છે. ચહેરાને નિખારવામાં લીંબુમાં રહેલા નેચરલ એસ્ટ્રીજેન્ટ મદદરૂપ થાય છે. જેના પ્રયોગથી બ્લેક હેડ દૂર થઈ શકે છે. રુક્ષતા અને એજિંગ પ્રોસેસને ઓછી કરી શકાય છે. સ્કિનને ગ્લોઇંગ બનાવવા માટે લીંબુના રસને કોટનની મદદથી લગાવો. થોડો સમય રાખ્યા બાદ સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખો. આ તમારા ચહેરા ઉપર બ્લીચિંગ એજન્ટની જેમ અસર કરશે. પરિણામે ચહેરો એકદમ નેચરલ ગ્લો દેખાશે.

આ પણ વાંચો - કોરોના કાળમાં ફળ અને શાકભાજીને આવી રીતે કરો સ્વચ્છ, આ વાતોનું રાખજો ધ્યાન

ટામેટાનો ઉપયોગ

ટમેટામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેનાથી ત્વચાને પોષણ મળે છે. તેની સાથે ચહેરા ઉપર નેચરલ ગ્લો પણ દેખાય છે. ટમેટાને કુદરતી એક્સફોલિએટર કરવામાં આવે છે જેમાં રહેલા ફલવોનોઈડ મૃત કોષો અને બ્લેક હેડ્સને હટાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ત્વચાના ટેક્સચરમાં પણ સુધારો કરે છે. ત્વચા મુલાયમ બને છે. આ માટે ટમેટાને વચ્ચેથી કાપી નાખો. બંને કટકાને હાથમાં લઈને ચહેરા ઉપર ગોળ ગોળ ફેરવીને લગાવો. દસ મિનિટ પછી મોઢું પાણીથી ધોઈ નાખો.

મલાઈનો ઉપયોગ

એક ચમચી મલાઈમાં એક ચપટી હળદર નાખો. હવે 1/4 ચમચી ગુલાબજળ મિશ્રણ કરે મોઢા ઉપર હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ બાદ ચહેરાને સતત- હુંફાળા પાણીમાં ધોઈ નાખો. આવું તમે રોજ કરી શકો છો. પરિણામે ચહેરો ચળકતો દેખાશે.

મધનો ઉપયોગ

કાચા મધમાં ખીલને દૂર કરવામાં મદદરૂપ થાય તેવા તત્વો હોય છે. આ ઉપરાંત સ્કિન સેલ્સને હિલ કરવામાં પણ તે મદદરૂપ નીવડે છે. મધ બળતરા ઘટાડે છે અને શુષ્કતા દૂર કરે છે. મધ ત્વચાના નવા કોષો બનાવવામાં મદદ કરે છે, જેનાથી ચહેરા પર કુદરતી ચમક વધે છે.

એલોવેરાનો ઉપયોગ

ચહેરા ઉપરના કાળા ડાઘને દૂર કરવા માટે એલોવેરા જેલને ચહેરા ઉપર થોડીવાર માટે લગાવો. એલોવેરાનો ઉપયોગ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એલોવેરા જેલને લગાવ્યા બાદ હૂંફાળા પાણીથી મોઢું ધોઇ નાખો. એલોવેરામાં વિટામિન એ, સી અને ઈનું પ્રમાણ ખૂબ હોય છે. જેનાથી તે હેલ્દી સેલ ગ્રોથ વધારે છે. વાળને પણ ચમકદાર બનાવે છે. એલોવેરા જેલમાં રહેલું વિટામિન ઈ અને ફોલિક એસિડ વાળને ખરતા અટકાવે છે. ઉપરાંત રક્તના પરિવહનમાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે. જેના પરિણામે સ્કીન તંદુરસ્ત અને ચમકદાર દેખાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન ઉપર આધારિત છે. news18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો )
First published: