Home /News /lifestyle /

આ 7 બીમારીઓ ગરમીમાં થવી સામાન્ય બાબત છે, જાણો લક્ષણ અને આ રીતે રહો દૂર

આ 7 બીમારીઓ ગરમીમાં થવી સામાન્ય બાબત છે, જાણો લક્ષણ અને આ રીતે રહો દૂર

ગરમીમાં કઈ બીમારી આવી શકે છે, અને તેનાથી કેવી રીતે રક્ષણ મેળવવું, તેની વિગતવાર માહિતી અહીંયા રજૂ કરવામાં આવી છે.

ગરમીમાં કઈ બીમારી આવી શકે છે, અને તેનાથી કેવી રીતે રક્ષણ મેળવવું, તેની વિગતવાર માહિતી અહીંયા રજૂ કરવામાં આવી છે.

દરેક ઋતુમાં કોઈને કોઈ નાની મોટી બીમારી કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ ગરમીની સાથે અનેક ખતરનાક બીમારીઓ પણ આવે છે. આ ઋતુમાં કોઈપણ પ્રકારની લાપરવાહી તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. કેટલીક બીમારીઓ ઋતુ અનુસાર થાય છે. શિયાળામાં શર્દી, કફ, ખાંસી, તાવ સામાન્ય લક્ષણ છે, અને ચોમાસામાં ડૈંગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. ગરમીમાં ડાયેરિયા, ફૂડ પોઈઝનિંગ જેવી બીમારીઓ થવાની સંભાવના વધુ રહે છે. વધુ પડતા તાપ અને પરસેવાને કારણે હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન જેવી બીમારી થઈ શકે છે. ગરમીમાં કઈ બીમારી આવી શકે છે, અને તેનાથી કેવી રીતે રક્ષણ મેળવવું, તેની વિગતવાર માહિતી અહીંયા રજૂ કરવામાં આવી છે.

લૂ લાગવી

લૂ લાગવાને હીટ સ્ટ્રોક તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને મેડિકલ ટર્મમાં ‘હાઈપરથર્મિયા’ પણ કહેવામાં આવે છે. ગરમીમાં લૂ લાગવી એ સામાન્ય બીમારીઓમાંથી એક છે. લાંબા સમય સુધી તડકામાં રહેવાથી લૂ લાગી શકે છે. ઈંડસહેલ્થ પ્લસ અનુસાર લૂ લાગવા પર માથામાં સખત દુખાવો, તાવ, ઉલ્ટી, શ્વાસ ચડવો, ચક્કર આવવા, નબળાઈ લાગવી અથવા બેભાન થી જવું, યૂરિન ઓછુ આવવું આ પ્રકારના લક્ષણો જોવા મળે છે.

કોરોનાના કહેર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયનાં આ ઉપાયો અજમાવો

ફૂડ પોઈઝનિંગ

ગરમીમાં ફૂડ પોઈઝનિંગ થવુ એક સામાન્ય બાબત છે. લાલપેથલેબ અનુસાર દૂષિત ભોજન અથવા દૂષિત પાણીના સેવનથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ગરમીમાં બૈક્ટીરિયા, વાયરસ અને ફંગસ જલ્દીથી ગ્રોથ કરે છે. આ સમયે શરીરમાં કોઈ પણ પ્રકારના બૈક્ટીરિયા, વાયરસ, વિષાક્ત પદાર્થ પ્રવેશ કરે છે તો ફૂડ પોઈઝનિંગ થાય છે. પેટમાં દુખાવો, બેચેન રહેવું, ડાયેરિયા, તાવ અને શરીરમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. પેટમાં આટી સાથે દુખાવો થાય છે, ડાયેરિયા, ઉલ્ટી જેવી સમસ્યા પણ જોવા મળે છે. ગરમીમાં રોડ મીટ, ખુલ્લો ખોરાક, ઠંડુ ભોજન અને વાસી ભોજન ના ખાવુ જોઈએ.

ટાઈફોઈડ

ટાઈફોઈડ એક પાણીથી થતો રોગ છે જે દૂષિત પાણી કે દૂષિત જ્યૂસ પીવાથી થાય છે. સંક્રમિત બૈક્ટીરિયા પાણી સાથે શરીરમાં પ્રવેશ કરી છે, ત્યારે ટાઈફોઈડના લક્ષણો જોવા મળે છે. એકદમ વધારે તાવ, ભૂખ ના લાગવી, નબળાઈ લાગવી જેવા લક્ષણો જોવા મલે છે. ટાઈફોઈડથી બચવા માટે ટાઈફોઈડની રસી પણ મુકવામાં આવે છે, જેને એડલ્ટ લોકો પણ મુકાવી શકે છે. ટાઈફોઈડની સારવાર માટે દવા પણ લેવી પડે છે.

ફેંફસાને મજબૂત રાખવા માટે આ એક્સરસાઈઝ કરો, ઓક્સિજનના સ્તરમાં સુધારો આવશે

મીજલ્સ

મીજલ્સ રુબેલા અથવા મોરબિલીના નામથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે મીજલ્સ ચિકનપોક્સની જેમ ફેલાય છે. આ બીમારી પૈરામાઈક્સો વાયરસથી ફેલાય છે, જે ગરમીમાં સક્રિય થાય છે. એકદમ વધારે તાવ, ગળામાં દુખાવો અને આંખોમાં બળતરા જેવા લક્ષણો જોવા મળે છે. આ બીમારી થતા આખા શરીર પર સફેદ દાણા જોવા મળે છે, જેનાથી માત્ર એમએમઆર વેક્સીનેશનથી બચી શકાય છે.

ચિકનપોક્સ

ચિકનપોક્સ વાયરસથી થતો રોગ છે. આ બીમારીમાં શરીર પર નાના મોટા દાણા જોવા મળે છે, જે મટ્યા બાદ શરીર પર તેના ડાઘ જોવા મળે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ હોય છે, તેને આ બીમારી જલ્દીથી થઈ જાય છે. વૈરીસેલા જોસ્ટર વાયરસના કારણે ચિકનપોક્સ થાય છે. વાતાવરણમાં દર્દીનું ડ્રોપલેટ પડે તો તેનાથા આ રોગ ફેલાઈ શકાય છે. દર્દીની છીંક અથવા ખાંસીથી આ રોગ ફેલાય છે. આ રોગથી બચવા માટે નવજાત બાળકોને એમએમઆર રસી મુકવામાં આવે છે. આ રસી વયસ્ક વ્યક્તિ પણ મુકાવી શકે છે. ચિકનપોક્સથી બચવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ત્વચા પર રેશિશ થવા

ગરમીમાં પરસેવો વધુ થાય છે. જો તમે ગરમીમાં એકદમ ફીટ કપડા પહેરો છો તો શરીરમાંથી પરસેવો યોગ્ય રીતે બહાર નીકળી ના શકતા ત્વચા પર રેશિશ થાય છે. રેશિશ થવાને કારણે ખંજવાળની સમસ્યા પણ થાય છે. ગરમીમાં હલ્કા રંગના અને સુતરાઉ કપડા પહેરવા જોઈએ.

કમળો

સામાન્ય રીતે કમળો ગરમીમાં થાય છે. દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી કમળો થાય છે. કમળામાં દર્દીની આંખ અને નખ પીળા પડી જાય છે અને પેશાબ પણ પીળો થાય છે. યોગ્ય સમય પર ઈલાજ ના કરવાથી તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કમળાથી બચવા માટે લિવર સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. કમળો મટ્યા બાદ પણ થોડાક મહિનાઓ સુધી ખીચડી, દલિયા, ચીકન, સ્ટૂનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતુ નથી. આ બાબત પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:

Tags: Diseases, Lifestyle, Summer, Symptoms, આરોગ્ય

આગામી સમાચાર