શરીરમાંથી ઝેરી કચરાને બહાર કાઢે છે આ પાણી, પાણીમાં લીંબુ સાથે ઉમેરો આ વસ્તુ

News18 Gujarati
Updated: November 6, 2019, 3:39 PM IST
શરીરમાંથી ઝેરી કચરાને બહાર કાઢે છે આ પાણી, પાણીમાં લીંબુ સાથે ઉમેરો આ વસ્તુ
કેવી રીતે બનાવશો આ ડિટોક્સ વોટર.

ડિટોક્સ વોટર શરીરમાંથી હાનિકારક અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ શરીરના ઊર્જાના સ્તરમાં વધારો કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

  • Share this:
દિલ્હી એનસીઆરમાં વધતા જતા વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ જોખમી છે. પ્રદૂષણને લીધે, શ્વાસ લેવામાં મુશ્કેલી, ત્વચામાં ખુજલી અને ફોલ્લીઓ, ઉધરસ, શરદી જેવી ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. આ સાથે શરીરમાં હાનિકારક ઝેરીલા તત્વોનું પ્રમાણ પણ વધે છે. આવી સ્થિતિમાં, એવી વસ્તુઓનું સેવન કરવું વધુ સારું છે, જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે. એટલે કે ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે. ડિટોક્સ વોટર શરીરમાંથી હાનિકારક અને ઝેરી પદાર્થોને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ શરીરના ઊર્જાના સ્તરમાં વધારો કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. વેબસાઇટ હેલ્થલાઈને આવા કેટલાક ડિટોક્સ વોટર વિશે જણાવ્યું છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો જાણીએ તે વિશે અને કેવી રીતે બનાવશો આ ડિટોક્સ વોટર.

ડિટોક્સ વોટર શું છે:
ડિટોક્સ વોટર એ પાણી છે જે તાજા ફળો, શાકભાજી અથવા ઔષધિઓના અર્કમાંથી બનાવવામાં આવે છે. આ પાણીમાં ફળ, ફળોનો રસ અથવા પસંદ કરેલા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે.

લાઈમ ડિટોક્સ વોટર:
લીંબુ (લેમન) એ વિટામિન સી, ફ્લેવેનોઈડ્સ, એન્ટીઑકિસડન્ટસ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. આ જ કારણ છે કે રોજ લીંબુનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

સંતરા અને આદુથી બનાવેલું ડિટોક્સ વોટરસંતરા અને આદુથી બનાવેલું ડિટોક્સ વોટર પણ ખૂબ ફાયદાકારક છે. જ્યારે નારંગી તમારા મૂડને તાજું રાખે છે, ત્યારે આદુનો અર્ક વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે, નારંગીની છાલ કાઢી અને તેને વચ્ચેથી કાપી લો. આ પછી તેમાં થોડું આદુ નાખી લો. હવે તેને ઓછામાં ઓછા એક લિટર પાણીમાં ઉમેરો અને તેમાં 4 થી 5 લવિંગ અને ઈલાયચી ઉમેરીને આખી રાત પલાળી રાખો. સવારે ઉઠીને આ પાણીને ગાળીને પીઓ. ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

રાત્રે ચહેરા પર લગાવો આ વસ્તુ, સવારે ઉઠતાં જ અરીસો જોઈ ચોંકી ઉઠશો

સેક્સ વિશે થયેલા આ સર્વેમાં લોકો ખૂલ્લે આમ કબૂલે આ વાતો!

કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
First published: November 6, 2019, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading