Home /News /lifestyle /OMG: દરેક પત્ની પતિથી છુપાવે છે આ 4 વાતો, પાછળથી પસ્તાવું ના હોય તો પતિ ખાસ જાણી લે નહીં તો..
OMG: દરેક પત્ની પતિથી છુપાવે છે આ 4 વાતો, પાછળથી પસ્તાવું ના હોય તો પતિ ખાસ જાણી લે નહીં તો..
પત્ની પતિથી છુપાવે છે આ વાત
Bedroom Secrets: લગ્ન પછી પાર્ટનરને એકબીજા પર વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. આમ જો વાત કરીએ તો મોટાભાગની પત્નીઓ પોતાના પાર્ટનરથી આ ટાઇપની વાતો છુપાવતી હોય છે. આ વાતો શેર કરવામાં પત્નીઓ અનેક ઘણો વિચાર મનમાં કરતી હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી બધી વાતો એવી હોય છે જે પત્નીઓ પોતાના પતિથી હંમેશા છુપાવતી હોય છે. દરેક પાર્ટનર વચ્ચે આ બધું થવુ એ સામાન્ય બાબત છે. પરંતુ ઘણી વાર કોઇ એક નાની વાત ખૂબ જ આગળ વધી જતી હોય છે જેના કારણે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને સાથે-સાથે વાત ડાઇવોર્સ સુધી પહોંચી જતી હોય છે. આ માટે દરેક પાર્ટનરે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો વાત કરવામાં આવે તો પતિથી કોઇ વાત છુપાવવી એ સારી બાબત નથી, પરંતુ જ્યારે શારિરિક સંબંધની વાત આવે ત્યારે મહિલાઓ એમના વિચારો અને ભાવનાઓને મન ખોલીને વાત કરી શકતી નથી. તો જાણી લો તમે પણ એવા કેટલાક રાઝ વિશે જે પત્નીઓ એમના પતિને ક્યારે પણ આ રાઝ વિશે વાત કરતી નથી.
સામાન્ય રીતે પત્નીઓ પતિને એમનાં જૂના સંબંધોની વાત એટલે કે એક્સ પાર્ટનરની વાત ક્યારે પણ પતિને કરતી નથી. આ વિશે મહિલાઓ વિચારે છે કે આ વાત મન ખોલીને કરવાથી કોઇ ઝઘડો થઇ શકે છે.
પોતાની ઇચ્છાઓને ગુપ્ત રાખે
ક્યારેક-ક્યારેક મહિલાઓને પતિના બેડ પરનું પ્રદર્શન ગમતું હોતુ નથી, તેમ છતાં તેઓ પોતાની ઇચ્છાઓને ગુપ્ત રાખે છે અને મનની મનમાં રાખે છે. આ સાથે જ પુરુષો ત્યારે ઘણાં અસુરક્ષિત થઇ જાય છે જ્યારે તેઓ ઇરેક્ટાઇલ ડિસફંક્શન જેવી સમસ્યાઓથી તકલીફમાં મુકાતા હોય.
દરેક મહિલા પોતાના પતિને હસ્તમૈથુન વિશે વાત કરવામાં સંકોચ અનુભવતી હોય છે. મોટાભાગની મહિલાઓ પોતાના પતિને આ વિશેની વાત છુપાવતી હોય છે. અનેક મહિલાઓ હસ્તમૈથુનની વાત પોતાના પતિથી ગુપ્ત રાખવા ઇચ્છતી હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે મહિલાઓમાં હસ્તમૈથુનને ઘણું વર્જિત માનવામાં આવે છે.
ઓર્ગેઝ્મ
પુરુષોની તુલનામાં મહિલાઓને ક્લાઇમેક્સમાં ઘણો સમય લાગી જાય છે. મહિલાઓને ફોરપ્લે, વધારે પ્રમાણમાં કિસ તેમજ ગ્રેબિંગની આવશ્યક્તા વધુ પ્રમાણમાં હોય છે જે વિશે મોટાભાગના પુરુષો જાણતાં હોતા નથી. અનેક પત્નીઓ પોતાના પતિને આ પ્રકારની વાત છુપાવતી હોય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર