Home /News /lifestyle /

શું જોવું, અડવું અને સીટી મારવી પણ યૌન શોષણ છે? કોણે બનાવ્યા નિયમ?

શું જોવું, અડવું અને સીટી મારવી પણ યૌન શોષણ છે? કોણે બનાવ્યા નિયમ?

પ્રતિકાત્મક તસવીર

મોટાભાગના પુરૂષ એ વાતથી ચિંતિત છે કે, ઓફિસમાં તેમના કયા પ્રકારના વ્યવહારને યૌન ઉત્પીડનની નજરે જોવામાં આવશે. જેથી અમે તમારી માટે લાવ્યા છીએ ગાઈડ લાઈન, જેને વાંચી તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે.

  યૌન શોષણ શું હોય છે? શું કોઈ મહિલાને અડવું, તેને ધારીને જોવી અથવા ગંદા મેસેજ પણ યૌન શોષણનો ભાગ હોઈ શકે છે? ઓફિસમાં આ પ્રકારના વ્યવહારને ખોટો માનવામાં આવે છે? આ બધા પ્રશ્નોના જવાબ છે 'હાં અને હાં'. છેલ્લા કેટલાક દિવસથી આ પ્રકારના પ્રશ્નો લોકોના મગજમાં ફરી રહ્યા છે. મોટાભાગના પુરૂષ એ વાતથી ચિંતિત છે કે, ઓફિસમાં તેમના કયા પ્રકારના વ્યવહારને યૌન ઉત્પીડનની નજરે જોવામાં આવશે. જેથી અમે તમારી માટે લાવ્યા છીએ ગાઈડ લાઈન, જેને વાંચી તમને તમારા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે.

  આપણા સંવિધાનમાં કામકાજ કરતી મહિલાઓ સાથે ઓફિસોમાં થતા દુર્વ્યવહાર માટે કોઈ નિયમ-કાયદા બનાવવામાં નથી આવ્યા. જેથી આના માટે એક અન્ય નિયમાવલીની જરૂરત પડી. આ નિયમાવલીનું નામ છે વિશાખા ગઈડલાઈન્સ. આના વિશે અને આના અનુસાર ગુનો સાબિત થતા શું સજા થશે, તેના વિશે અમે તમને જણાવીશું.

  ના નો મતલબ ના જ હોય છે
  માની લો કે, તમારી કોઈ સહકર્મી છે અને ફાઈલ લેવા અથવા આપવા આવી ત્યારે તમે બે-ત્રણ વખત તેના હાથને તમે અડક્યા. તેનાથી તે જો અસહજ અનુભવ કરે, તેણે તમને આવું ન કરવા કહ્યું. તો પણ તમે તેને પરેશાન કરવા આવું ફરી કરો તો તમારો વ્યવહાર યૌન શોષણમાં સામેલ કહેવાય.

  ઘણી વખત પુરૂષ ઓફિસમાં મહિલાઓ સાથે આવો વ્યવહાર કરી દે છે, જે મહિલાઓને નથી ગમતો, અને ક્યારેક તો નોકરી બદલવા કે છોડવા પર મજબૂર કરી દે છે. કેટલીક વખત આ પ્રકારની હરકત જાણી જોઈને કરવામાં આવે છે. જેથી પુરૂષોએ પોતાના વ્યવહારને શીખવાની અને સમજવાની જરૂરત છે. તો વિસ્તારમાં જોઈએ કઈ અન્ય હરકતો છે.  શારીરિક શોષણ
  કેટલાએ પુરૂષોની એવી દલીલ હોય છે કે, તેમણે કોઈ દિવસ મહિલાઓને હાથ નથી લગાવ્યો, આ માટે તેમનું અભદ્ર વલણ યૌન શોષણમાં સામેલ નહી થાય. પરંતુ આ ખોટુ છે. જો તમે કોઈ મહિલાની શારીરિક બનાવટ પર કોમેન્ટ કરો છો, તેની સાથે સેક્સ્યુઅલ વાતો કરવાની કોશિસ કરો છો, ડબલ મિનીંગ જોક્સ સંભળાવો છે, જેના કારણે તેને નથી ગમતુ, મહિલાની ઉપસ્થિતિમાં સેક્સ્યુઅલી વાતો કરો છો, જે તેને પરેશાન કરે છે, તેને ધમકાવો ચો, સ્ત્રીસૂચક ગાલોનો પ્રયોગ કરો છો, તો આ બધુ યૌન શોષણ જ છે. અહીં પણ તેજ વાત લાગુ પડે છે, જોક સંભળાવતા અને સેક્સ્યુઅલી વાતો કરવાના મામલામાં મહિલા સાથે તમારી મિત્રતા કેવી છે.

  બીન-વાણી શોષણ
  હેવ તેવી હરકતો, જેમાં ન અડવાની વાત છે કે ના બોલવાની. આ હોય છે ગંદા ઈશારા, સ્ક્સ્યુઅલ પોઝિશન બનાવી ઈશારો કરવો, તમારા કમ્પ્યુટર કે ફોન પર સેક્સ્યુઅલ કન્ટેન્ટ દેખાડવું, ગંદા મેસેજ મોકલવા, તેમના તરફથી વારંવાર મનાઈ કરવા છતાં વોટ્સઅપ કે મેસેજમાં ફોટા માંગવા, સીટી મારવી અને ધારીને જોવું પણ યૌન શોષણના આરોપીઓના લિસ્ટમાં સામેલ કરી શકે છે. હોઈ શકે છે તમારો ઈરાદો મહિલાને પરેશાન કરવાનો ના હોય, પરંતુ આવી હરકતોથી મહિલા પરેશાન થઈ શકે છે, અને તેમના માટે ત્યાં કામ કરવું મુશ્કેલ થઈ જશે.  કોણે બનાવ્યા આ નિયમો
  આમ તો તમામ નિયમ એક સભ્ય વ્યક્તિ તરીકે પાતાની જાતે જ પુરૂષે પોતાના માટે બનાવવા જોઈએ, પરંતુ જ્યારે ઓફિસમાં મહિલાઓનું કામ કરવું મુશ્કેલ થવા લાગે છે, તો વર્ષ 1993માં માનવાધિકાર કાયદા અંતર્ગત આ વિશાખા ગાઈડલાઈન્સ બનાવવામાં આવી. આ હેઠળ ઓફિસમાં કોઈ પણ મહિલાને સુરક્ષિત રાખવાની જવાબદારી અહીંના મેનેજરની હોય છે. કોઈ પણ પ્રકારનું ગેર-જવાબદારી વલણ માટે સૌથી પહેલા તે મહિલા અને સંસ્થાના એમ્પલોયરને દોષી માનવામાં આવે છે. હવે તો તમે સમજી જ ગયા હશો કે, ઓફિસમાં તમારે કેવો વ્યવહાર ના કરવો જોઈએ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Men

  આગામી સમાચાર