Home /News /lifestyle /World Heart Day 2022: આ છે હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન, શરીરમાં આ ફેરફાર થાય તો દોડો ડોક્ટર પાસે નહીં તો..

World Heart Day 2022: આ છે હાર્ટ એટેકની વોર્નિંગ સાઇન, શરીરમાં આ ફેરફાર થાય તો દોડો ડોક્ટર પાસે નહીં તો..

હાર્ટ એટેકના લક્ષણો

World Heart Day 2022: આજના આ સમયમાં નાની ઉંમરમાં પણ અનેક લોકોને હાર્ટને લગતી બીમારીઓ થાય છે. હાર્ટને લગતી બીમારીઓથી બચવું ખૂબ જરૂરી છે. આમ, જો તમને શરીરમાં આ લક્ષણો દેખાય છે તો તમે તરત એલર્ટ થઇ જાવો.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજના આ સમયમાં અનેક લોકો હાર્ટની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. હાર્ટને લગતી બીમારી થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. હાર્ટને સ્વસ્થ રાખવા માટે તમારે તમારી જીવનશૈલીમાં અનેક ફેરફાર લાવવા ખૂબ જરૂરી છે. જો તમે રૂટિનમાં નાની-નાની વાતોનું ધ્યાન રાખતા નથી અનેક ઘણી સમસ્યાઓમાં તમે સપડાઇ શકો છો. આમ, હાર્ટ એટેકના કેટલાક વોર્નિંગ સાઇન હોય છે, પરંતુ આ વિશે તમને જણાવી દઇએ કે મોટાભાગના લોકો આ વોર્નિંગ સાઇનને ઇગ્નોર કરતા હોય છે. આ માટે જો તમને પણ શરીરમાં આવા ફેરફારો દેખાય છે તો તરત જ ડોક્ટર પાસે જાવો અને એમની સાથે તમારી બધી વાતો શેર કરો. તો જાણો તમે પણ હાર્ટ એટેકના આ વોર્નિંગ સાઇન વિશે..

ગળામાં દુખાવો


જો તમને સતત ગળામાં દુખ્યા કરે છે તો તમે આ વાતને ઇગ્નોર કરશો નહીં. જો તમે આ વાતને ઇગ્નોર કરો છો તો સમય જતા મોટી તકલીફમાં મુકાઇ શકો છો. આ સમસ્યામાં તમને ગળાની સાથે જડબામાં પણ દુખ્યા કરે છે.ટ

આ પણ વાંચો: વેક્સ કરાવતા પહેલા અને પછી ખાસ રાખો આ ધ્યાન

છાતીમાં ગભરામણ


અનેક લોકો કહેતા હોય છે કે મને છાતીમાં ગભરામણ થાય છે. જો કે અનેક લોકો આ વાતને એસિડિટી સમજીને એને ઇગ્નોર કરતા હોય છે. જો તમને પણ છાતીમાં દુખાવો, ગભરામણ, બળતરા જેવી સમસ્યા થાય છે તો તમારે આ વાતને ઇગ્નોર કરવી જોઇએ. આ વાત તમને હાર્ટ એટેક તરફ સંકેત આપે છે.

આ પણ વાંચો: હાર્ટની બીમારીઓથી બચવા પીવો આ જ્યૂસ

સતત ચક્કર આવવા


ચક્કર આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તમે ઘરેલું ઉપાયો કરો છો અને તો પણ ચક્કર આવ્યા કરે છે તો તમારા માટે આ ચિંતાજનક છે. સતત ચક્કર આવવા એ એક હાર્ટ એટેકનો સંકેત છે. લો બ્લડ પ્રેશરને કારણે પણ ચક્કર આવી શકે છે. તમને જણાવી દઇએ કે ચક્કર આવવાથી શરીરમાંથી બ્લડ ફ્લો ઓછો થઇ જાય છે જેના કરાણે હાર્ટ સુધી લોહી જોઇએ એ પ્રમાણમાં પહોંચતુ નથી અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

હાઇ કોલેસ્ટ્રોલ


જો તમને હાઇ કોલેસ્ટ્રોલ છે તો તમારે તમારી લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવાની જરૂર છે. હાઇ કોલેસ્ટ્રોલ તમને હાર્ટ એટેકના સંકેત આપી શકે છે. આ માટે તમને હાઇ કોલેસ્ટ્રોલ છે તો તમે રોજ કસરત કરવાની આદત પાડો.
First published:

Tags: Heart attack, લાઇફ સ્ટાઇલ