Home /News /lifestyle /

આ 6 પોષક તત્વો શરીર માટે છે ખૂબ જ જરૂરી, જાણો કેવી રીતે તેમની ઉણપને પૂરી કરવી

આ 6 પોષક તત્વો શરીર માટે છે ખૂબ જ જરૂરી, જાણો કેવી રીતે તેમની ઉણપને પૂરી કરવી

પોષક તત્વોની ઉણપને પૂરી કરીને તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો

Essential Nutrients: મુખ્ય ખનિજો આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ છે. શરીરમાં હાજર ખનિજો પાણીના પ્રમાણને સંતુલિત કરવામાં, ત્વચા, વાળ અને નખને સ્વસ્થ બનાવવામાં અને હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

વધુ જુઓ ...
મુંબઇ: હાલમાં લોકોની જીવનશૈલી પર ખરાબ અસર થઇ છે અને તેની વિપરીત અસર તેમના સ્વાસ્થ્ય પર પડી રહી છે. આપણા શરીરને સારા સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે પોષક તત્વો (essential nutrition for body)ની જરૂર હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો હોય છે. આજે અમે તમને જણાવીશું કે આપણા શરીરને દરરોજ કયા 6 જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે અને કેવી રીતે તેમની ઉણપને પૂરી કરી શકાય છે.

આ 6 પોષક તત્વો સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે

'મેડિકલ ન્યૂઝ ટુડે'ના એક અહેવાલ અનુસાર, આપણા શરીર માટે જરૂરી 6 પોષક તત્વો વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, ચરબી, પાણી અને કાર્બોહાઇડ્રેટ્સ (Vitamins, minerals, proteins, fats, water and carbohydrates) છે. સ્વસ્થ રહેવા માટે તમારે દરરોજ તમારા આહારમાં આ પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ બધા પોષક તત્વોની ઉણપને પૂરી કરીને તમે તમારી જાતને ઘણી બીમારીઓથી બચાવી શકો છો અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો. રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરીને તમે સ્વસ્થ જીવન જીવી શકો છો.

આ રીતે જરૂરી પોષક તત્વોની ઉણપ પૂરી કરો

વિટામીન (Vitamin) એક સૂક્ષ્મ પોષકતત્ત્વ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં, પ્રોસ્ટેટ કેન્સરને રોકવામાં, દાંત અને હાડકાંને મજબૂત કરવામાં, કેલ્શિયમના શોષણમાં મદદ કરવા, તંદુરસ્ત ત્વચાને જાળવવામાં અને મગજ અને ચેતાતંત્રના કાર્યને ટેકો આપવામાં મદદ કરે છે. તમે ફળો અને શાકભાજીમાંથી પુષ્કળ વિટામિન્સ મેળવી શકો છો.

આ પણ વાંચો: બિયર પીવાથી હ્રદય રોગથી લઈ કેન્સરને આપી શકાય છે માત, જાણો 10 ફાયદા

મુખ્ય ખનિજો આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરાઇડ છે. શરીરમાં હાજર ખનિજો પાણીના પ્રમાણને સંતુલિત કરવામાં, ત્વચા, વાળ અને નખને સ્વસ્થ બનાવવામાં અને હાડકાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તમે આ આવશ્યક ખનિજો લાલ માંસ, આયોડાઇઝ્ડ ટેબલ મીઠું, દૂધ અને ડેરી ઉત્પાદનો અને શાકભાજી (vegetable)માં મેળવી શકો છો.

પ્રોટીન એક મેક્રોન્યુટ્રિઅન્ટ છે, જે આપણા શરીરના કોષોના કાર્યને જાળવી રાખે છે. પ્રોટીન આપણા શરીરના સ્નાયુઓ, હાડકાં, ત્વચા, વાળના વિકાસમાં મદદ કરે છે અને એન્ટિબોડીઝ બનાવે છે. તમને ઈંડા, માંસ, ચિકન, માછલી, સીફૂડ, કઠોળ, દૂધ, દહીં અને ફળોમાંથી પ્રોટીન મળે છે. જો તમે શાકાહારી છો, તો તમે તમારા આહારમાં પનીર ઉમેરી પ્રોટીન શકો છો.

ચરબીની ચોક્કસ માત્રા આપણા શરીર માટે ફાયદાકારક છે. ચરબી આપણા શરીરને એનર્જી આપે છે અને સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ચરબી આપણા કોષોને વધવા દે છે, સ્નાયુઓની હિલચાલ સુધારે છે અને મગજના કાર્યમાં સુધારો કરે છે. અખરોટ, વનસ્પતિ તેલ, માછલી અને બીજ ચરબીમાં સમૃદ્ધ છે.

કાર્બોહાઈડ્રેટ (carbohydrates) શરીર માટે જરૂરી છે. તેઓ શરીરના તમામ કોષોને ઊર્જા પૂરી પાડે છે. લોકોએ સફેદ બ્રેડ, પાસ્તા અને ભાત જેવા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવું જોઈએ. કાર્બોહાઇડ્રેટ્સ રોગપ્રતિકારક શક્તિ, મગજની કામગીરી, નર્વસ સિસ્ટમ અને પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ છે. તમને ફળો, શાકભાજી, બ્રાઉન રાઇસ, ઓટ્સ, પાસ્તા, બ્રેડ વગેરેમાંથી પુષ્કળ કાર્બોહાઇડ્રેટ્સ મળે છે.

પાણી શરીર માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે. વ્યક્તિએ હંમેશા હાઇડ્રેટેડ રહેવાની જરૂર છે. ડિહાઈડ્રેશનથી માથાનો દુખાવો, શારીરિક અને માનસિક પ્રક્રિયાઓમાં સાથે સમસ્યાઓ થઇ શકે છે. માનવ શરીરમાં મોટાભાગમાં પાણીનો સમાવેશ થાય છે અને તે શરીરના કાર્યને સુધારવા માટે જરૂરી છે. પાણી આપણા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે, પોષક તત્વોનું પરિવહન કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. તમારે દરરોજ 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ.
Published by:Azhar Patangwala
First published:

Tags: Heath Tips, Lifestyle, Malnutrition

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन