Home /News /lifestyle /

Lungs Health: આ 6 ફૂડ ફેફસાને બનાવશે પાવરફૂલ, જાણો કઈ રીતે કરે છે અસર

Lungs Health: આ 6 ફૂડ ફેફસાને બનાવશે પાવરફૂલ, જાણો કઈ રીતે કરે છે અસર

આ 6 ફૂડ ફેફસાને બનાવશે પાવરફૂલ

Desi foods for powerful Lungs: પર્યાવરણ, આહાર, જીવનશૈલી, આદતો વગેરે જેવા અનેક પરિબળો કારણભૂત હોય શકે છે છે. ધૂમ્રપાન વ્યક્તિના ફેફસાની કેપેસિટીને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. તેથી સ્વસ્થ જીવન માટે ફેફસાંની ક્ષમતા જાળવી રાખવી જરૂરી છે. અહી ફેફસાની ક્ષમતા વધારવા અને ફેફસાના સ્વાસ્થ્યને સુધારવા માટે જરૂરી ફૂડની યાદી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  માનવ શરીરના મુખ્ય અંગ ફેફસાનું ધ્યાન (Lungs Care) સૌથી વધારે રાખવાની જરૂર છે. ફેફસા નબળા હોય તો અનેક તકલીફોનો ભોગ બનવાનો ખતરો રહે છે. શરીરને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. ઓક્સિજન આપણા શરીરમાં ઘણા કાર્યોને સરળ બનાવવામાં મદદ કરે છે. ફેફસાં દ્વારા ઓક્સિજનના પૂરતા પ્રમાણમાં શોષણનો અભાવ સ્વાસ્થ્ય સમસ્યાઓ નોતરી શકે છે. જેથી ફેફસા મજબૂત કરી શકે તેવો ખોરાક (Food for healthy Lungs) ખાવો જોઈએ.

  યાદ રાખો કે, આપણે મોટા થઈએ છીએ તેમ-તેમ આપણા ફેફસાની ક્ષમતા પણ ઘટી શકે છે. જેના પાછળ પર્યાવરણ, આહાર, જીવનશૈલી, આદતો વગેરે જેવા અનેક પરિબળો કારણભૂત હોય શકે છે છે. ધૂમ્રપાન વ્યક્તિના ફેફસાની કેપેસિટીને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. તેથી સ્વસ્થ જીવન માટે ફેફસાંની ક્ષમતા જાળવી રાખવી જરૂરી છે. અહી ફેફસાની ક્ષમતા વધારવા અને ફેફસાના સ્વાસ્થ્યને સુધારવા માટે જરૂરી ફૂડની યાદી આપવામાં આવી છે.

  આ પણ વાંચો: Blood Thinner : આ 5 દેશી વસ્તુઓ બચાવશે હાર્ટ એટેકથી, લોહી પાતળું કરવા દવાની નહીં પડે જરૂર

  ફેફસાની ક્ષમતામાં વધારો કરતા ખોરાક (Foods that increase lung capacity:)


  1. સફરજન (Apple)


  સફરજન ફેફસાની ક્ષમતા સુધારવા માટે જાણીતું છે. સફરજન ધૂમ્રપાનથી ફેફસાંને થતા નુકસાનને પણ ઘટાડી શકે છે. જો કે, સફરજનનું સેવન કરવાથી ધૂમ્રપાનની અસર સંપૂર્ણપણે દૂર થતી નથી. જેથી તમારે ધુમ્રપાન વહેલી તકે છોડી દેવું જોઈએ.

  2. કોળુ (Pumpkin)


  કોળામાં ભરપૂર માત્રામાં કેરોટીનોઈડ હોય છે. કોળા ઝેક્સાન્થિન, લ્યુટીન અને બીટા કેરોટીન જેવા કેરોટીનોઈડથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મો હોય છે. તે વ્યક્તિના ફેફસાની ક્ષમતા વધારવામાં મદદ કરી શકે છે. ધૂમ્રપાન કરનારાઓને કોળાથી ફાયદો થઈ શકે છે.

  3. લાલ કોબી (Red Cabbage)


  લાલ કોબી એ સરળતાથી ઉપલબ્ધ થતી શાકભાજી છે, જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. તેને ઘણી રીતે રાંધી શકાય છે અને તેને તમારા આહારમાં સામાન્ય ખોરાક બનાવી શકો છો. લાલ કોબીમાં ભરપૂર માત્રામાં એન્થોકયાનિન હોય છે. એન્થોકયાનિનનું સેવન ફેફસાંના કાર્યોમાં ઘટાડો અટકાવવામાં મદદ કરે છે.

  4. હળદર (Turmeric)


  હળદર એક ખૂબ જ ફાયદાકારક સુપરફૂડ છે. હળદર તેના બળતરા વિરોધી અને હીલિંગ ગુણધર્મો માટે વૈશ્વિક સ્તરે ઓળખાય છે. હળદરના આપણા ફેફસાં માટે પણ ઘણા ફાયદા છે અને તે ફેફસાની ક્ષમતામાં સુધારો કરતું રહે છે.

  5. મરચું (Chili)


  મરચામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી ફેફસાના સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. તે એન્ટીઑકિસડન્ટો અને પાણીમાં દ્રાવ્ય પોષક તત્વોથી પણ સમૃદ્ધ છે. આ ઘટકો ફેફસાની ક્ષમતાને ઘટાડતા ઘણા ઝેર અને સિગારેટમાં જોવા મળતા હાનિકારક તત્વો સામે લડવામાં મદદ કરે છે.

  6. કેફિનયુક્ત પીણાં (Caffeinated drinks)


  ગ્રીન ટી અને કોફી જેવા કેફીનયુક્ત પીણાં ફેફસાની ક્ષમતા વધારવા માટે જાણીતા છે. તેઓ એન્ટીઑકિસડન્ટોથી પણ ભરપૂર છે જે આપણા ફેફસાં સહિત આપણા શરીરમાંથી ઝેર અને બાહ્ય કણોને દૂર કરવામાં મદદ કરે છે.

  આ પણ વાંચો: Male Contraceptive Pills: પુરૂષોએ લીધી ગર્ભનિરોધક ગોળીઓ, અને પછી થયું કઈક આવું...

  અહી ઉલ્લેખનિય છે કે, આપણો ખોરાક શરીરના ઘણા ભાગોને અસર કરે છે. આપણા ફેફસાંની ક્ષમતા વધારવા માટે સારો ખોરાક લેવો જરૂરી છે. આ ખાદ્યપદાર્થોના સેવન ઉપરાંત, અમે તમને નિયમિત કસરત કરવી પણ હિતાવહ છે. વ્યાયામ કરવાથી ફેફસાંની ક્ષમતા તો વધે જ છે પરંતુ શરીરમાં આ પોષક તત્વોનું શોષણ પણ વધે છે.
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन