બીમારીથી દૂર રહેવું છે તો ભોજનમાં જરૂર ઉમેરો આ વસ્તુઓ

News18 Gujarati
Updated: March 2, 2020, 5:51 PM IST
બીમારીથી દૂર રહેવું છે તો ભોજનમાં જરૂર ઉમેરો આ વસ્તુઓ
લોહીની ઉપણ, ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા માટે પણ જીરાનું સેવન કરવું લાભકારી છે. જો તમે તેનો નિયમિત રૂપે ઉપયોગ કરશો તો ધીરે ધીરે આ પેટની સમસ્યાઓ ઓછી થતી જણાશે. Disclaimer : આ લેખમાં સર્વ સામાન્ય જાણકારી આપવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી આની કોઇ પુષ્ટી નથી કરતું. અમલમાં મૂકતા પહેલા આ અંગેના જાણકારીની સલાહ લેવી જરૂર છે.

  • Share this:
બિમાર રહેવું કોઇને નથી ગમતું. તો જો તમે પણ વારંવાર બિમાર થતા હોવ કે પછી શરદી, ખાંસી જેવી બિમારોથી તમને મહિનામાં એકવાર પરેશાન રહેતા હોવ તો હવે સમય આવી ગયો છે કે તમે તમારી જીવનશૈલી બદલો. જીવનમાં થોડી કસરત સાથે ખોરાકમાં આ વસ્તુઓ પણ ઉમેરો. જે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સુધારે છે. તમે વારંવાર બિમાર થતા હોવ તો નીચેમાંથી કોઇ પણ વસ્તુ તમે તમારા રોજિંદા ખોરાકમાં ઉમેરો.
લસણ - કાચા લસણના અનેક સ્વાસ્થય લાભો છે. તેમાં સવારે લસણની કાચી કળી ખાવાથી શરીર શરદી અને પેટની અનેક મુશ્કેલીઓથી રાહત અનુભવે છે.

મધ-મધ પણ સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી છે. તમે સવારે એક ચમચી મધ ખાઇ શકો છો. મધમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ છે. વળી તે પાચન ક્રિયામાં પણ લાભકારી છે. વળી તમે મધને ત્વચા પર લગાવી સુંદર ત્વચા પણ મેળવી શકો છો.

આદુ - આદુ અને લસણ બંનેમાં એન્ટીબોયોટિક ગુણો હોય છે. જે તમારા સ્વાસ્થયને અંદરથી મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આદુ-લીંબુનો રસ પીવાથી શરદી સમેત ઇમ્યૂનિટીની પણ વધે છે.

લવિંગ- લવિંગથી દાંતની સમસ્યાઓ દૂર થાય છે. વળી તે એન્ટીબોટિક તરીકે પણ લાભકારી છે. દિવસમાં એક લવિંગ મોંમા રાખવાથી દાંતથી લઇને પેટ અને શરદીની સમસ્યામાં રાહત રહે છે.

અજમો- અજમો એન્ટીબોયોટિક તત્વો ધરાવે છે. તે ખરાબ બેક્ટેરિયાને દૂર કરીને શરીરને ફાયદો આપે છે. અજમાના પાણીનું સવારે સેવન કરવાથી વાયુ, પિત્તની બિમારીઓમાં રાહત રહે છે. વળી તમે અજમા અને જીરાનું ચૂરણ બનાવીને પણ ખાઇ શકો છો. જે પણ ધણું જ લાભકારી હોય છે.હળદળ- તે વાત તો બધા જ જાણે છે કે હળદળ એન્ટીબાયોટિક તરીકે કામ કરે છે. રાત્રે હળદળ વાળું દૂધ પીવાથી લાભ થાય છે. શરદીના રોગોમાં હળદળ ખૂબ જ ફાયદો આપે છે.

Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વસામાન્ય જાણકારી પર આધારિત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞને સંપર્ક કરો.
First published: March 2, 2020, 5:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading