Home /News /lifestyle /Yoga for Bones: આ પાંચ યોગાસનો તમારા હાડકાઓ મજબૂત બનાવશે, ગંભીર રોગ સામે આપશે રક્ષણ

Yoga for Bones: આ પાંચ યોગાસનો તમારા હાડકાઓ મજબૂત બનાવશે, ગંભીર રોગ સામે આપશે રક્ષણ

યોગા તમને સંધિવા(arthritis), ઓસ્ટીયોપોરોસિસ(osteoporosis) અને પીઠના દુ:ખાવા(back pain) જેવી સમસ્યાઓથી બચાવશે. (પ્રતિકાત્મક તસવીર)

જો તમે યોગ(Yoga)ને તમારા જીવનનો હિસ્સો(Part of Life) બનાવો છો તો તમને અનેકગણો ફાયદો(Benefits) થશે. શારિરીક સુધારની સાથે તણાવ(Stress) ઘટાડાવા અને સમગ્ર શરીર સ્વાસ્થ્ય માટે યોગા એક જીવન રક્ષક(Lifesaver) તરીકે કામ કરે છે.

નવી દિલ્હી:  આધુનિક યુગમાં આપણું જીવન પહેલાની સરખામણીએ અનેક ગણું ઝડપી(Busy Life) બની ગયું છે. રોજ કામ અને પૈસા (Work and Money) કમાવવાની ભાગદોડ અને તનતોડ મહેનત વચ્ચે આપણે મસમોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. આપણું શારિરીક સ્વાસ્થ્ય(Physical Health) પર ગંભીર અસર થાય છે.રોજીંદી ભાગદોડમાં આપણે શરીરને પૂરતા પોષક તત્વો અને આરામ(Rest) આપવાનું ભૂલી જઇએ છીએ અને તે જ કારણ છે કે માણસ પહેલા કરતા વધુ ગંભીર બીમારીઓનો શિકાર ઝડપથી બનવા લાગ્યો છે.

પરંતુ જો તમે યોગ(Yoga)ને તમારા જીવનનો હિસ્સો(Part of Life) બનાવો છો તો તમને અનેકગણો ફાયદો(Benefits) થશે. શારિરીક સુધારની સાથે તણાવ(Stress) ઘટાડાવા અને સમગ્ર શરીર સ્વાસ્થ્ય માટે યોગા એક જીવન રક્ષક(Lifesaver) તરીકે કામ કરે છે. તમે નિયમિત યોગાસનો કરશો તો તમને તમારા હાડકા, મસલ્સ અને સાંધાઓ વધુ મજબૂત અને ફ્લેક્સિબલ બની રહ્યા હોવાનો અહેસાસ થશે.

યોગા તમને સંધિવા(arthritis), ઓસ્ટીયોપોરોસિસ(osteoporosis) અને પીઠના દુ:ખાવા(back pain) જેવી સમસ્યાઓથી બચાવશે. દવાઓની સરખામણીએ યોગા તમને મફત સારવાર આપી આવી અનેક બીમારીઓ સામે રક્ષણ આપશે. તો ચાલો જાણીએ તે 5 યોગાસનો વિશે જેના દ્વારા તમે તમારા શરીરની ફ્લેક્સિબીલિટી વધારી શકો છો અને હાડકા મજબૂત બનાવી શકો છો.

ત્રિકોણાસન(Triangle Pose)

આ આસન કરવા માટે સૌ પ્રથમ સીધા ઊભા રહો. પછી બંને પગમાં એક મીટરનું અંતર રાખો. બંને બાજુઓને ખંભાથી સીધી રાખો. કમરથી આગળ નમો અને શ્વાસ બહાર કાઢો. હવે જમણા હાથથી ડાબા પગને સ્પર્શ કરો. ડાબા હાથને આકાશ તરફ રાખો. ખંભા સીધા રાખો. ડાબા હાથની તરફ જુઓ. આ અવસ્થામાં બે-ત્રણ મિનિટ સુધી રહો અને ત્યાર બાદ શરીરને સીધુ કરી શ્વાસ લેતા ફરી મૂળ સ્થિતિમાં આવો. હવે આ જ રીતે બીજી બાજુ કરો.

આ પણ વાંચો: યુવાનો ઝડપથી થઈ રહી છે હૃદય સંબંધિત સમસ્યાઓ, ડોક્ટરો આપી આવી સલાહ

પ્રાણમુદ્રામાં વજ્રાસન (Thunderbolt Pose)

તમારા ઘૂંટણને જમીન તરફ કરો અને તમારા પેલ્વિસને પગની પેનીઓ પર રાખો. હવે બંને હાથ દ્વારા પ્રાણમુદ્રા કરો. અનામિકા અને નાની આંગળીના ટેરવાં અંગૂઠાની નોક સાથે જોડો અને અન્ય તમામ આંગળીઓને સીધી રાખો.

પશ્ચિમોતાસન (Seated Forward Bend)

આ આસન કરવા માટે તમારા બંને પગને આગળ કરી બેસો અને તમારા હાથને ઉપરની તરફ રાખી કરોડરજ્જૂને સીધું રાખો. હવે શ્વાસ બહાર કાઢતા સાંથળની તરફ નીચે વળો અન તમારા શરીરને ઘૂંટણ તરફ વાળવાનો પ્રયાસ કરો. ધીમે ધીમે તમારા હાથને નીચે કરો અને તમારી આંગળીઓથી તમારા પગના અંગૂઠાને પકડવાનો પ્રયાસ કરો. જો શક્ય હોય તો તમારા નાક દ્વારા ઘૂંટણે સ્પર્શવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો: શું ડોક્ટરની સલાહ વગર લેવી જોઇએ કેલ્શિયમની ગોળીઓ? જાણો શું કહે છે એક્સપર્ટ

વૃક્ષાસન (Tree Pose)

આ આસન કરવા માટે સૌથી પહેલા એકદમ સીધા ઊભા રહો અને ધીમે ધીમે તમારા જમણા પગને ઉપર તરફ કરો. તમારા શરીરને ડાબા પગ દ્વારા સંતુલિત કરો અને જમણા પગને ડાબા પગના સાંથળ પર મૂકો. શરીરને બેલેન્સ કર્યા બાદ તમારા હાથ દ્વારા પ્રણામ મુદ્રા કરો. આ મુદ્રામાં શક્ય તેટલા વધુ સમય માટે રહો અને ત્યાર બાદ ધીમે ધીમે મુળ સ્થિતિમાં આવો.

વીર ભદ્રાસન (Warrior Pose)

સૌથી પહેલા અશ્વસંચલાસનની મુદ્રામાં આવો અને તમારી હથેળીઓ વચ્ચે તમારા જમણઆ પગને મૂકો. ત્યાર બાદ તમારા બંને હાથ ઉપરની તરફ લઇ જાઓ અને બંને હથેળીઓ ભેગી કરો. તમારી પીઠ એકદમ સીધી રહેવી જોઇએ અને તમારા હાથ કાનને અડકવા જોઇએ. હવે સીધું જુઓ અને થોડી ક્ષણો માટે આ પોઝમાં રહો. હવે આ જ રીતે બીજી તરફ પણ કરો.
Published by:kuldipsinh barot
First published:

Tags: Yog, Yoga. મહિલા, યોગ, લાઇફ સ્ટાઇલ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन