પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

News18 Gujarati
Updated: September 30, 2019, 7:54 AM IST
પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ આદત

  • Share this:
પેટમાં ગૅસની તકલીફ ભલે સામાન્ય હોય, પરંતુ તેની અવગણના ન કરશો. પેટમાં ગૅસની તકલીફ એ એક ગંભીર રૂપ ધારણ કરી શકે છે. જ્યારે પાચનક્રિયા ખરાબ થાય છે, ત્યારે સામાન્ય રીતે ગૅસ બને છે. વાસ્તવિક રીતે જ્યારે ભોજન પચે છે, તો પાચન ક્રિયામાં થોડી માત્રામાં ગૅસ બને છે. આ ગૅસ ઓઢકાર સ્વરૂપે પણ મોં માંથી બહાક નીકળે છે.ઘણા લોકોને સામાન્ય રીતે પેટમાં વધારે ગૅસ બને છે. તેના ઘણાં કારણો હોઈ શકે છે. આવો જાણીએ કયા છે તે કારણો.. પેટમાં ગૅસની તકલીફ ગંભીર બીમારીનું રૂપ ધારણ કરી શકે છે. જ્યારે પાચનક્રિયા ખરાબ થાય છે, ત્યારે સામાન્ય રીતે ગૅસ બને છે.

પેટમાં ગૅસ થવાના આ છે 5 કારણો, આજે જ બદલો આ 5 આદત

તણાવ અને મોડું ઉંઘવું

તમારી સાઈફસ્ટાઈલ પણ ગૅસ બનવાનું મુખ્ય કારણ છે. વધારે તણાવમાં રહેવું, મોડા ઉંઘવું, સવારે મોડું ઉઠવું, સમયસર ભોજન ન કરવું અને દારૂના અધિક સેવનથી પણ પેટમાં ગૅસ વધારે બને છે.

ખોરાકમાં કેટલીક ચીજોથી બને છે ગૅસ
બીન્સ, રાજમા, કઠોળ, અડદની દાળ, છોલા, દૂધ અને તેનાથી બનતી ચીજોથી ઘણાં લોકોમાં ગૅસ બને છે. પોતાના આહારમાં બદલાવ કરીને ગૅસથી મુક્તિ મેળવી શકો છો.આંતરડામાં હવા જવાથી
ખાતી વખતે વાત કરવાથી કે મોંથી શ્વાસ લેતી વખતે થોડી હવા આપણા પેટમાં હવા જતી રહે છે. તેમાંથી જે પેટના ઉપરના ભાગમાં રહી જાય છે, તે ઓઢકાર સ્વરૂપે બહાર નીકળે છે અને જે હવા આંતરડામાં જતી રહે છે, તે ગૅસ સ્વરૂપે બાહર નીકળી જાય છે. એટલે જ કહેવાય છે કે જમતી વખતે વાતો ન કરવી જોઈએ.

ઉંમર વધવાના કારણે
પાચનમાં ગડબડ સિવાય ઉંમર વધવાના કારણે પણ શરીરમાં કેટલાક એન્ઝાઈમોનું ઉત્પાદન ઓછું થવા લાગે છે. તેનાથી પણ ગૅસ થાય છે.

ડેરી પ્રોડક્ટનું ખોટું કૉમ્બિનેશન
પિઝા અને બર્ગરમાં ચીઝ હોય છે, જે પચવામાં વધારે સમય લે છે. ડેરી પ્રોડક્ટ પણ પચવામાં વધુ સમય લે છે. જ્યારે પાચનનો સમય લાંબો થઈ જાય છે, તો તેમાં  સ્ટાર્ચ બનવાનો શરૂ થઈ જાય છે. જેનાથી ગૅસ બની પેટ ફૂલવાનું શરૂ થઈ જાય છે. તેથી દૂધથી બનેલી ચીજો સાથે બ્રેડનું સેવન ઓછું કરો.

આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને
First published: September 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading