Home /News /lifestyle /Health care: સ્વાદમાં કડવી આ પાંચ વસ્તુઓ ખાવાથી તમારુ શરીર રહેશે ટનાટન
Health care: સ્વાદમાં કડવી આ પાંચ વસ્તુઓ ખાવાથી તમારુ શરીર રહેશે ટનાટન
કારેલામાં શરીરના લોહીને શુદ્ધ કરવાનો ગુણધર્મ છે. (તસવીર: twitter) )
આપણા વડવાઓ પણ કડવી (Bitter) વસ્તુઓ ખાવાના ગુણ સમજાવી ગયા હોવા છતાં લોકો તેની દરકાર કરતા નથી. કરેલા, મેથી, ગ્રીન ટી જેવી ઘણી વસ્તુઓ પોષકતત્વો અને બીમારીથી રક્ષણ આપતા ગુણનો ખજાનો છે.
Bitter Foods Benefits: લોકોને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવી-પીવી ગમે છે અને કડવી ખાદ્ય વસ્તુઓથી દૂર ભાગે છે. આપણા વડવાઓ પણ કડવી (Bitter) વસ્તુઓ ખાવાના ગુણ સમજાવી ગયા હોવા છતાં લોકો તેની દરકાર કરતા નથી. કરેલા, મેથી, ગ્રીન ટી જેવી ઘણી વસ્તુઓ પોષકતત્વો અને બીમારીથી રક્ષણ આપતા ગુણનો ખજાનો છે. જેથી તેનું સેવન કરવું સ્વાસ્થ્ય (Health) માટે ફાયદાકારક (Beneficial) છે. આજે અહીં કડવી વસ્તુઓના શરીરને થતા ફાયદા (Bitter Foods Benefits) અંગે જાણકારી આપવામાં આવી છે.
મેથી
સૂકી મેથીનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. પરંતુ તે ખાવાના ફાયદા અનેક છે. સૂકી મેથી ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં લાવી શકાય છે. મેથીમાં વિટામિન્સ અને મિનરલ્સનું બહોળું પ્રમાણ મળી આવે છે. જે શરીર માટે ફાયદાકારક છે.
કારેલા
કરેલામાં વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષકતત્વો હોય છે. જે શરીરને તંદુરસ્ત રાખવા સારી ભૂમિકા ભજવે છે. કરેલા ખાવા કે તેનું જ્યુસ પીવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રાખી શકાય છે.
અત્યારે ગ્રીન ટીનું ચલણ વધ્યું છે. લોકો દુધની ચા કરતા ગ્રીન ટી પીતા થયા છે. આમ તો ગ્રીન ટીનો સ્વાદ ભલે જીભને ન ગમે પણ શરીર માટે તે લાભદાયી છે. વજન ઓછું કરવા ઇચ્છતા લોકો માટે ગ્રીન ટી ખૂબ સારો વિકલ્પ છે. ગ્રીન ટી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને તેમાં રહેલા પોલીફેનોલના કારણે કેન્સર સામે લડવાની ક્ષમતા પણ વધે છે.
પાલક
પાલક અને સરસવ જેવી પાંદડાંવાળા શાકભાજીનો સ્વાદ ઘણા લોકોને માફક આવતો નથી. પણ તેના આયર્ન, કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સ જેવા પોષકતત્વો હોય છે. જે શરીરને તંદુરસ્ત રાખે છે અને બીમારીઓથી બચાવે છે.
ડાર્ક ચોકલેટમાં કોકોઆ પ્લાન્ટના બિયામાંથી બનતો કોકોઆ પાવડર ઉમેરવામાં આવે છે. જેથી ડાર્ક ચોકલેટનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. પણ તેમાં રહેલા ઝીંક, કોપર, મેગ્નેશિયમ, આયર્ન, પોલીફેનોલ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વોના કારણે રક્તવાહિનીઓ પહોળી રહે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલા સૂચનો અને જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞની સલાહ લો)
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર