તમારી Love Life કેવી છે? તે વાતનું રહસ્ય ખોલશે સુવાની આ રીત

News18 Gujarati
Updated: November 22, 2019, 5:26 PM IST
તમારી Love Life કેવી છે? તે વાતનું રહસ્ય ખોલશે સુવાની આ રીત
પ્રતિકાત્મક તસવીર

જો તમારી લવ લાઇફ રોમાન્ટિક હશે તો તમે પણ તમારા પાર્ટનર સાથે આ રીતે સૂતા હશો.

  • Share this:
તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો તે વાત તમારા વર્તનથી સ્પષ્ટ થઇ જતું હોય છે. તે જ રીતે રાત્રે તમે તમારા પાર્ટનર સાથે કેવી રીતે સૂઇ રહ્યા છો તે પોઝિશન પણ તમારી લવ લાઇફ વિષે ધણું કહી જાય છે. તમારી રોમાન્ટિક લવ લાઇફ વિષે તમારી સુવાની પોઝિશન ટૂંકણાં ધણું કહી જાય છે. તે વાત તો બધા જ જાણે છે કે રાતે આપણે અલગ અલગ રીતે સૂતા હોઇએ છીએ. કોઇને આડા થઇને સુવાની આદત હોય છે કોઇને સીધા સુવાની આદત હોય છે. પાર્ટનર સાથે સૂતી વખતે પણ આ વાતો સામે આવે છે.પણ જો તમારી લવ લાઇફ રોમાન્ટિક હશે તો તમે પણ તમારા પાર્ટનર સાથે આ રીતે સૂતા હશો. વધુ વાંચો.

સ્પૂનિંગ પોઝિસન
આ તે પોઝિસન છે જેમાં મેલ પાર્ટનર ફિમેલ પાર્ટનરની પીઠથી વળગીને સૂવે છે. આ સુવાની રીત બતાવે છે કે તમે તમારા પાર્ટનર સાથે કંફર્ટેબલ છો. અને તમારી બંને વચ્ચે ખૂબ જ ભાવનાત્મક અને રોમાન્ટિંક જોડાણ છે.

પ્રેટ્સલ પોઝિસન
આ સુવાની રીતમાં મેલ પાર્ટનર ફિમેલ પાર્ટનરને પોતાની બથમાં ભરીને ઊંઘે છે. સામાન્ય રીતે નવા નવા લગ્ન થયા પછી મોટાભાગના કપલ્સ આ રીતે સુવાનું પસંદ કરે છે. જો કે લગ્નના અનેક વર્ષો પછી પણ તમે એક બીજાની સાથે આ રીતે સૂઇ રહ્યા છો તો તમે લકી છો.

શિંગલ્સ
Loading...

આ પોઝિસનમાં ફિમેલ પાર્ટનર મેલ પાર્ટનરના ખભા પર માથુ રાખીને ઊંઘે છે. આ તે વાતનો ઇશારો કરે છે કે તમારા બંને વચ્ચે ખૂબ જ એકબીજા માટે ઊંડુ જોડાણ છે. અને તમારી પાર્ટનર તમને ખૂબ જ પ્રેમ કરે છે.

એકબીજાથી દૂર
જો તમે એકબીજા દૂર સુવાનું પસંદ કરો છો તો તમે આત્મનિર્ભર છો. અને સાથે જ એકબીજાની પર્સનલ સ્પેસનું ધ્યાન રાખો છો. સાથે તમે પોતાના સંબંધથી સુરક્ષિત અનુભવો છો.

રોલિંગ બૅક
જો તમે બંને પાર્ટનર એકબીજાથી વિરુદ્ધ દિશામાં એટલે કે એકબીજાને પીઠ બતાવીને સૂઇ રહ્યા છો તો આ વાત કહે છે કે તમારા એકબીજા માટે પ્રેમ ઓછો થઇ રહ્યો છે. વળી જો તમારો પાર્ટનર તમારાથી શારિરીક સંબંધ બનાવવા નથી ઇચ્છતો તો પણ તે આ રીતે સૂઇ શકે છે.
First published: November 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...