ઝડપથી પાણી પીવાની ટેવ પડી શકે ભારે, વાંચો વજન ઉતારવાનો સૌથી સરળ ઉપાય

News18 Gujarati
Updated: December 13, 2019, 11:00 PM IST
ઝડપથી પાણી પીવાની ટેવ પડી શકે ભારે, વાંચો વજન ઉતારવાનો સૌથી સરળ ઉપાય
પ્રતિકાત્મક તસવીર

ચાલો નજર કરીએ સૌથી સરળ એવી ટિપ્સ જેનાંથી વજન પણ ઉતરશે અને વધુ તમારે કોઇ મહેનત પણ નહીં કરવી પડે.

  • Share this:
વધારે વજન (Overweight) ન ફક્ત તમારો લૂક બગાડે છે પણ સાથે સાથે તમારા શરીરમાં (body) ઘણાં બધા રોગોને આમંત્રણ આપે છે. તમારી કાયાને સ્થૂળ બનાવે છે. આ જ કારણે કહેવાય છે કે ચુસ્ત દુરસ્ત રહો. વજન સંયમિત રાખો જેથી કરીને શરીરમાં રોગ (Disease in the body) પણ નથી રહેતો. (HealthTips)

ત્યારે ચાલો નજર કરીએ સૌથી સરળ એવી ટિપ્સ જેનાંથી વજન પણ ઉતરશે અને વધુ તમારે કોઇ મહેનત પણ નહીં કરવી પડે.

જોકે આ ટિપ્સની સાથે સાથે તમારે તમારી નિયત દિનચર્યામાં થોડા ફેરફાર કરીને યોગ, એક્સરસાઇઝ અને વોકિંગનો ઉમેરો કરવો જ પડશે. ત્યારે જ તમારું વજન ઉતરશે.

પાણી પીવાથી ઉતરશે વજન
પાણીનું વધુમાં વધુ સેવન કરો. પાણીનાં સેવન માત્રથી વજન ઉતારી શકાય છે પણ આ વજન ઉતારવા માટે પાણીને કેવી રીતે પીવવું તે વાત જાણવા જેવી છે.

આપણી આદત હોય છે કે તરસ લાગે તો એક સાથે ગટગટ આખો ગ્લાસ પાણી પી જઇએ છીએ. પણ હમેશાં યાદ રાખો કે હમેશાં ઘુંટડે ઘુંટડે પાણી પીઓ. જાણે તમે ગરમ ચા કે દૂધ પીતા હોવ.આમ પાણી પીવાથી મોમાં બનતી લાળ પાણી સાથે પેટમાં જાય છે અને તે પેટમાં બનતા એસિડને ન્યૂટ્રલાઇઝ કરે છે જેથી ખાવાનું પચાવવામાં સરળતા રહે છે. જેનાંથી વજન ઉતરશે.

ધ્યાન રાખો
1. ફ્રીજમાં રાખેલું ઠંડુ પાણી ન પીઓ
2. દરરોજ ત્રણથી ચાર લીટર પાણી અવશ્ય પીઓ
3. સવારે ખાલી પેટ હુફાળુ પાણી પીને દિવસની શરૂઆત કરો
4. ભોજન કર્યાનાં અડધા કલાક પહેલાં પાણી પીઓ
5. ભોજન કર્યાનાં અડધા કલાક બાદ સુધી પાણી ન પીઓ

આ સામાન્ય પાંચ નિયમ આપ ફોલો કરશો તો તમારા વજનમાં ખરેખરમાં ફરક પડશે એટલું જ નહીં સાથે સાથે આપ એક હેલ્ધી લાઇફ પણ મેળવશો.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading