5 મિનિટમાં બનાવો ઈંડા અને ટામેટાની આ Weight Loosing સલાડ રેસિપી

ગમે તે સ્થળે ગમે તે વ્યક્તિ તમને કહે કે વજન ઘટાડવું તો સરળ છે અને સામાન્ય રમત વાત છે અને બાદમાં તમે એકલામાં જઈને વિચારો છો કે, દરેક વ્યક્તિ વજન ઘટાડે છે અને તે પણ સરળતાથી. આવું વિચારનાર તમે એકલા નથી. પરંતુ, હકીકત કઈંક અલગ જ છે.

ગમે તે સ્થળે ગમે તે વ્યક્તિ તમને કહે કે વજન ઘટાડવું તો સરળ છે અને સામાન્ય રમત વાત છે અને બાદમાં તમે એકલામાં જઈને વિચારો છો કે, દરેક વ્યક્તિ વજન ઘટાડે છે અને તે પણ સરળતાથી. આવું વિચારનાર તમે એકલા નથી. પરંતુ, હકીકત કઈંક અલગ જ છે.

 • Share this:
  લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ગમે તે સ્થળે ગમે તે વ્યક્તિ તમને કહે કે વજન ઘટાડવું તો સરળ છે અને સામાન્ય રમત વાત છે અને બાદમાં તમે એકલામાં જઈને વિચારો છો કે, દરેક વ્યક્તિ વજન ઘટાડે છે અને તે પણ સરળતાથી. આવું વિચારનાર તમે એકલા નથી. પરંતુ, હકીકત કઈંક અલગ જ છે.

  વજન ઘટાડવું એક પરિશ્રમ માંગી લેતી પ્રક્રિયા છે. જો તમે વેઈટ લોસ (Weight Loss) માટે તમે પોતાની જાતને અન્ય સાથે તુલના કરો છો તો તમે પોતાના માટે જ નિરાશા સેટ કરી રહ્યા છો. ચોક્કસ ધ્યેય રાખવો સારી બાબત છે, પરંતુ તે સમજવું પણ જરૂરી છે કે તમારે તે લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપવો પડશે.

  જો તમે મજબૂતાઈથી વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો તમારે અહલાદક, તડકા-ભળકાવાળા આહારોથી પોતાને બચાવવા પડશે અને તમારા શરીર માટે કારગર સાબિત થઈ શકે તેવી જ બાબતો પર ફોકસ કરો. જો તમે પોષણક્ષમ આહાર લેવા માટેનો ડાયેટ અને ફૂડ પ્લાન ઘડી રહ્યાં છો, તો તમને તમારી આસપાસ અનેક વિટામીન-આયર્ન-કેલરીસભર ફળ અને શાકભાજી મળી જ જશે. તેમાંના બેસ્ટ ફૂડ ઈન્ગ્રીડિયન્ટસ છે, ટામેટાં અને ઈંડા. તે તમારા ડાયેટને બેસ્ટ ટચ આપી શકે છે.

  ટામેટાં અને ઈંડા બંને નોન-કોમ્પલેક્સ આહાર છે. ઈંડાને બોઈલ કરવામાં માત્ર એકાદ મિનિટ થાય છે અને ટામેટાને કાચા જ કાપી શકાય છે. આ બંને વાનગીઓ એકબીજામાં ભળીને એક ઉત્તમ આહાર બની શકે છે. રસોડામાં તમારા કામનો લોડ પણ આ બંને ફૂડ પ્રોડકટસને પગલે ઘટી જાય છે.

  અહીં અમે તમને એક એવી જ રેસીપી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જે તમારા ડાયટ પ્લાનને પણ મજબૂત કરશે અને તમારા શરીરને જરૂરી તાકાત પણ આપશે અને સાથે-સાથે તમારૂં વજન ઘટાડશે. અહીં અમે તમને સલાડ બનાવતા શીખવાડીશું. ભોજનમાં તે ક્યારેય કંટાળાજનક લાગતું નથી અને તેમાં પણ ટામેટાના વધાર સાથે લસણ, કાળા મરીનો તીખો સ્વાદ અને ડુંગળીની ગરમી કચુંબરને સ્વાદિષ્ટ અને જીભને ચટાકેદાર સ્વાદ આપે છે.

  બાફેલા ઈંડા પ્રોટીનનો ભરપુર સ્રોત છે. વધુમાં કહીએ તો ઈંડા પ્રોટીનનો શ્રેષ્ઠ પર્યાય છે. મનુષ્યનું શરીર સરળતાથી ઈંડામાંથી પ્રોટીન લઈ શકે છે. પ્રોટીન સ્નાયુઓ મજબૂત બનાવવામાં મદદ કરે છે, તેથી ડાયેટ પ્લાનના ફોલોઅપ સાથે તમે નાદુરસ્ત ન અનુભવવા માંગતા હોય તો ઈંડાનું સેવન ચોક્કસથી કરજો. જો તમને લાગે કે તમે ફીટ થઈ ગયા છો, તો ઈંડાનું સેવન નિયંત્રિત રીતે કરો અને વજન વધવાની સંભાવનાને ઘટાડશો.

  જો તમે શાહાકારી છો, તો ડાયેટ પ્લાનમાં ઈંડાને સ્થાને પનીરનો ઉપયોગ કરો અને સાથે-સાથે વજન ઘટાડવા માટે યોગ વ્યાયામ કરતા રહો. તમને અશક્તિ નહીં લાગે અને ઈંડા-ટામેટા કે પનીર-ટામેટાના કચુંબરની એક ઝડપી રેસીપી બનાવી,કિચનમાંથી બહાર આવી એક્સસાઈઝ કરો.
  Published by:Margi Pandya
  First published: