Home /News /lifestyle /આરોગ્ય માટે ફાયદાકારક ડ્રેગન ફ્રૂટ ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ?
આરોગ્ય માટે ફાયદાકારક ડ્રેગન ફ્રૂટ ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ?
ડ્રેગન ફ્રૂટના ફાયદા
ભારતમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. તેને કેક્ટસ ફ્રૂટ, ડ્રેગન પર્લ ફ્રૂટ અને પિટાયા પણ કહેવાય છે. ડ્રેગન ફૂડ તેના અનોખા દેખાવ અને સ્વાદ માટે જાણીતું છે. ડ્રેગન ફ્રૂટ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે.
ભારતમાં ડ્રેગન ફ્રૂટની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. તેને કેક્ટસ ફ્રૂટ, ડ્રેગન પર્લ ફ્રૂટ અને પિટાયા પણ કહેવાય છે. ડ્રેગન ફૂડ તેના અનોખા દેખાવ અને સ્વાદ માટે જાણીતું છે. ડ્રેગન ફ્રૂટ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે.
ડ્રેગન ફ્રૂટને કઈ રીતે કાપવું?
- પહેલાં ડ્રેગન ફ્રૂટને કટિંગ બોર્ડ કે કાપવાની જગ્યાએ મુકો. - હવે તેને ઊભું કાપવા માટે તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરો.
- ઉપરથી કાપવાનું શરૂ કરો અથવા ફળને અડધેથી ઊભું કાપો, હવે તમારી આંગળીઓનો ઉપયોગ કરીને છાલને દૂર કરો. - તમે ચમચીની મદદથી અડધા ભાગમાંથી સીધો જ પલ્પ ખાઈ શકો છો, અથવા તેના ટુકડા કરી શકો છો.
ડ્રેગન ફ્રૂટ ખાવાના ફાયદા
ન્યુટ્રિશનિસ્ટ અને ડીટીએફ સ્ટુડિયોના સ્થાપક સોનિયા બક્ષીએ indianexpress.com જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટ એન્ટીઓકિસડન્ટોથી સમૃદ્ધ હોવાથી તે કોષોને કેન્સર અને અકાળે વૃદ્ધત્વ જેવા રોગો તરફ દોરી શકે તેવા ફ્રી રેડિકલ્સ દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
તે કુદરતી રીતે ફેટ ફ્રી અને ફાઇબરથી ભરપૂર હોય છે. તેને નાસ્તામાં લેવાથી ભૂખ ઓછી લાગે છે. આ ઉપરાંત તે બ્લડ શુગર ઘટાડવામાં પણ મદદ કરે છે. તેમાં પ્રિબાયોટિક્સ હોય છે, જે તમારા આંતરડામાં પ્રોબાયોટિક્સ નામના તંદુરસ્ત બેક્ટેરિયાનો ખોરાક છે. તમારી સિસ્ટમમાં વધુ પ્રિબાયોટિક્સ મળે તો તમારા આંતરડામાં ગુડ અને બેડ બેક્ટેરિયાનું સંતુલન સુધારી શકાય છે.
ડ્રેગન ફ્રૂટ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકે છે. તેમાં વિટામિન સી અને અન્ય એન્ટિઓક્સિડન્ટ્સ વધારે હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે સારા છે. તેમાં આયરનનું પ્રમાણ પણ ઊંચું હોય છે.
ડ્રેગન ફ્રૂટ ક્યારે ખાવું જોઈએ?
સામાન્ય રીતે ફળોના સેવન માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે પાચન તંત્ર ફળોની શુગરને ઝડપથી ઓગાળી નાંખે છે અને તેને તમામ પોષક તત્વો આપે છે. ડ્રેગન ફ્રૂટને મિડ મિલ તરીકે અથવા રાત્રે પણ લઈ શકાય છે. રાત્રે લેવામાં આવે તો વધુ સારી ઊંઘમાં મદદ કરે છે.
ડ્રેગન ફ્રૂટ ખાવાની રીત?
તેને તમારા ફળોના સલાડમાં અનાનસ અને કેરી જેવા ફળો સાથે ઉમેરી શકો છો. તેનો આઇસક્રીમ બનાવી શકો, જ્યુસ અથવા પીણાંમાં સ્વાદ માટે નીચોવી શકો. ગ્રીક દહીં માટે ટોપિંગ તરીકે તેનો ઉપયોગ કરી શકો. ફ્રીઝમાં રાખો અને તેને સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકો.
બક્ષીના જણાવ્યા અનુસાર, ડ્રેગન ફ્રૂટને બ્લોટિંગ અને ડાયેરિયા સાથે જોડવામાં આવ્યું છે. તેથી વધુ પડતું ખાવાથી સાવચેત રહેવું જોઈએ. બક્ષીના કહેવા પ્રમાણે પાચનતંત્રની ક્ષમતા કરતાં વધારે પ્રમાણમાં તેનું સેવન કરવાથી તેમાં રહેલા ફાઇબર, ખાંડ અને પ્રિબાયોટિકના પ્રમાણને કારણે પેટમાં ગરબડ થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર