Home /News /lifestyle /આટલું ધ્યાન રાખશો તો ક્યારે નહીં જવું પડે દાંતના ડોક્ટર પાસે, સડો નહીં થાય અને પેઢા મજબૂત થશે

આટલું ધ્યાન રાખશો તો ક્યારે નહીં જવું પડે દાંતના ડોક્ટર પાસે, સડો નહીં થાય અને પેઢા મજબૂત થશે

વારંવાર ખાવાની આદત છોડી દો.

Teeth care tips: અનેક લોકોને દાંતમાં દુખાવો થતો હોય છે. દાંતમાં થતા દુખાવાને અનેક લોકો ઇગ્નોર કરતા હોય છે. દાંતમાં થતા દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ઘણી વાર દાંત અંદરથી સડે તો પણ એનો ખ્યાલ વ્યક્તિને રહેતો હોતો નથી.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં દાંતની તકલીફથી અનેક લોકો કંટાળી જતા હોય છે. મોટાભાગનાં લોકોને દાંતમાં દુખાવો થતો હોય છે. જો કે અનેક લોકો આ ટાઇપના દુખાવાને ઇગ્નોર કરતા હોય છે. આમ, જો તમે પણ દાંતમાં થતા દુખાવાને ઇગ્નોર કરો છો તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. ડબલ્યૂએચઓ રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લગભગ 3.5 બિલિયન લોકોને મોંની બીમારીથી પીડિત હોય છે, જેમાં મોટાભાગના લોકોને દાંતમાં સડો થતો હોય છે. મોંની સારી રીતે સફાઇ ના થવાને કારણે પણ દાંત સડવાના શરૂ થઇ જાય છે. માત્ર ટૂથપેસ્ટ અને ટૂથબ્રશથી સફાઇ થતી નથી. આ માટે બીજી નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ પણ ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે..

    દાંતમાં દુખાવો થવાનું કારણ



    • દાંતમાં સડો અને દુખાવા થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં...

    • દાંત સરખી રીતે સાફ ના થવાને કારણે ખાવાનું દાંતમાં ફસાઇ જાય છે જેના કારણે સડો થવા લાગે છે.

    • વધારે ગળ્યું ખાવાથી

    • અનહેલ્ધી ખાવું

    • ચીકાશવાળો ખોરાક વધારે ખાઓ

    • પ્રોસેસ્ડ ફૂડ ખાધા પછી ઓરલ હાઇજીન પર ધ્યાન ના આપવું


    દાંતની સફાઇ દરમિયાન આ ધ્યાન રાખો



    • દાંતની સફાઇ તમે રેગ્યુલર કરો છો તો સડન અને દુખાવા જેવી સમસ્યામાંથી બચી જવાય છે.

    • જ્યારે પણ તમે જમી લો એ પછી તરત જ કોગળા કરો. કોગળા કરવાથી દાંતમાં ફસાયેલો ખોરાક નિકળી જાય છે, જેના કારણે દાંત સડતા નથી.

    • સવારે અને સાંજે બ્રશ કરવાની આદત પાડો. બ્રશ કરતી વખતે તમારે બહુ વજન આપવાનું નથી. હંમેશા બ્રશ હળવા હાથે કરો. ખાસ કરીને સાંજના સમયે બ્રશ કરવાની આદત પાડો. જેમાં સાંજે જમ્યા પછી તમે બ્રશ કરતા નથી તો આખી રાત દાંતમાં સડો ફસાયેલો રહે છે જેના કારણે એ સડી જાય છે. આ માટે હંમેશા દાંતની સફાઇ કરવાનું રાખો.

    • તમે તેલની મદદથી પણ પેઢા પર માલિશ કરી શકો છો. આમ કરવાથી પેઢામાંથી લોહી નિકળતુ નથી અને તમારા પેઢા મજબૂત થાય છે.

    • વારંવાર ખાવાની આદત હોય તો તમે આ છોડી દો. તમારી આ આદતથી દાંતમાં સડો થાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Damaged Teeth, Health care, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन