તમારા બાળકને સોશિયલ મીડિયાનું વ્યસન થઇ ગયુ છે? તો આ ટીપ્સ અપનાવી રાખો સુરક્ષિત

પ્રતીકાત્મક તસવીર: shutterstock

તમે બાળકો સાથે “ધ સોશ્યલ ડાઇલેમા” જેવી ડોક્યુમેન્ટરી જુઓ, જેમાં સોશ્યલ મીડિયાના એલ્ગોરિધમ્સ, ડાર્ક પેટર્ન અને ડોપામાઇન ફીડબેક સાઇકલ અંગે ખ્યાલ આવશે.

  • Share this:
આજકાલના બાળકોમાં સોશ્યલ મીડિયાના  (teenager social media addict) વધી રહેલા આકર્ષણના કારણે માતાપિતા માટે (parents) ચિંતાનો વિષય બન્યો છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી સોશિયલ એપ્સમાં બાળકો પોતાની કલાકોનો સમય કાઢી નાખે છે. વ્હિસલબ્લોવરના ફ્રાન્સિસ હોગન જણાવે છે કે, બાળકો આજકાલ જે પટર્ન જૂએ છે તે તેમના જીવન દરમિયાન તેમની સાથે જ રહે છે.

હોગન જણાવે છે કે,”એક બાળક કે, જેની સાથે ઇન્સ્ટાગ્રામ પર ગુંડાગીરી કરવામાં આવે છે, તે ગુંડાગીરી ઘરમાં કે તેના બેડરૂમ સુધી તેના મગજમાં રહે છે. રાત્રે સુતા પહેલા તે વિચારે છે કે કોઇ તેની સાથે આટલું ક્રૂર કઇ રીતે બની શકે. બાળકો આજકાલ શીખી રહ્યા છે કે જે મિત્રો કે સંબંધીઓ જેની તે પરવાહ કરે છે, તે જ તેના પ્રત્ય ક્રૂર બની રહ્યા છે.”

આવી માનસિકતાથી આજે બાળકોને બચાવવા ખૂબ જરૂરી છે. તો તમે તેના માટે શું કરી શકો છો. વિશેષકો જણાવે છે કે, બાળકોની વાતચીતની રીત, ઉંમર અને તેની પ્રવૃત્તિઓ પર માતાપિતા નજર રાખીને અમુક પગલાઓ લઇ શકે છે.

13 વર્ષની ઉંમરે સોશ્યલ મીડિયા એક્સેસ કેટલું વાજબી?

ક્યારે વિચાર્યુ છે કે 13 વર્ષની ઉંમરે બાળકો ઇન્સ્ટાગ્રા અને અન્ય સોશ્યલ મીડિયા પર શા માટે હોઇ શકે છે? તેનું કારણ છે બાળકોની ઓનલાઇન પ્રાઇવસી પ્રોટેક્શન એક્ટ જે વર્ષ 2000થી અમલમાં આવ્યો હતો. જ્યારે હાલના ટીનેજરનો જન્મ થયો હતો. (અને ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ પણ પોતાની ટીન એજમાં હતા).

જેનો ઉદ્દેશ્ય વેબસાઇટ્સ અને ઓનલાઇન સેવાઓની ગોપનીયતા નીતિઓ જાહેર કરવા અને અન્ય બાબતો ઉપરાંત બાળકોની ખાનગી માહિતી મેળવતા પહેલા માતાપિતાની સંમતિ લઇને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. તેનું પાલન કરવા માટે સોશ્યલ મીડિયા કંપનીઓએ 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સાઇન અપ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે એવું પણ સામે આવ્યું છે કે બાળકો તેમના માતાપિતાની પરવાનગી વગર ખોટી રીતે સાઇન અપ કરે છે.

પરંતુ હવે સમય બદલાયો છે અને બાળકોના ઓનલાઇન રહેવાની વાત આવે તો હવે માત્ર પ્રાઇવસી એક જ ચિંતાનો મુદ્દો નથી. તેમાં ગુંડાગીરી, સતામણી અને ફેસબુકના રિસર્ચમાં જ સામે આવ્યું છે કે ઇટિંગ ડિસઓર્ડર, આત્મઘાતી વિચારો અથવા તેનાથી પણ વધુ ખરાબ થવાનાં જોખમો રહેલા છે. હોગન કે જેણે વય મર્યાદા 16થી 18 વર્ષ કરવાનું સુચન કર્યુ હતું, તેના મતે માતાપિતા, શિક્ષકો અને ટેક્નોલોજી એક્સપર્ટે બાળકોને સોશ્યલ મીડિયાનો વપરાશ કરવાની પરવાનગી આપવા માટે રાહ જોવી જોઇએ. ત્યાં સુધી કે તેઓ સમજદાર થાય અથવા 8માં ધોરણમાં પ્રવેશ કરે. માતાપિતાએ સંકલ્પ કરવો જોઇએ કે તેનાં બાળકને 8માં ધોરણ સુધી તેઓ સ્માર્ટફોન આપશે નહીં. પરંતુ સરકાર કે સોશ્યલ મીડિયા કંપનીઓએ આવા કોઇ જ પગલાઓ લીધા નથી.

એક નોન-પ્રોફીટ કોમન સેન્સ મીડિયાના સોશ્યલ મીડિયા એક્સપર્ટ ક્રિસ્ટિન એલ્ગઝર્માએ જણાવ્યું કે, કોઇ મેઝીકલ ઉંમર હોવી જરૂરી નથી. પરંતુ બાળકો માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા 13 વર્ષની ઉંમર યોગ્ય નથી.

અહીં પણ એક જટિલતા છે. જ્યારે પણ કોઇ યુઝર એપમાં સાઇન અપ કરે છે તો કોઇ ચોક્કસ માર્ગ નથી કે તેની સાચી ઉંમર વિશે જાણી શકાય. અને કિશોરોમાં લોકપ્રિય એપ્લિકેશન પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવી હતી. કંપનીઓએ વર્ષોથી અનેક સેફ્ટી ફીચર્સ લોન્ચ કર્યા છે, પરંતુ એલ્ગર્ઝમાએ નોંધ્યું કે, આ અંગે કોઇ જ વિચાર કરાયો નથી. તે જણાવે છે કે, ડેવલપરે બાળકોને પણ ધ્યાનમાં રાખીને એપ્લિકેશન બનાવવી જોઇએ. તેનો મતલબ ઇન્સ્ટાગ્રામ કિડ્સ નથી. તેના મતાનુસાર, આપણે તેવી કંપનીઓ પર વિશ્વાસ ન કરી શકીએ કે જેઓ બાળકોના હિતોને ધ્યાનમાં રાખી શકતી ન હોય.

ફેસબુકનું કહેવું છે કે, તેણે વર્ષોથી ઇન્સ્ટાગ્રામ પર ટીનેજર્સને સુવિધાઓ આપવા અને સેફ્ટી ફીચર્સ ઉમેર્યા છે. ફેસબુકના ગ્લોબલ પોલીસી મેનેજમેન્ટના હેડ મોનિકા બિકર્ટે જણાવે છે, કંપનીએ લાઇક્સ કાઉન્ટ છૂપાવવાનું ફીચર્સ ટેસ્ટ કર્યું છે. જેનો અર્થ છે ત જ્યારે તમે કોઇ પોસ્ટ કરો છો અને તમે યુવાન છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે તમારી પોસ્ટ કેટલા લોકો લાઇક કરશે અને કેટલા લોકો તેને જોશે. પરંતુ ફેસબુકના રિસર્ચર્સ અનુસાર આ ફીચર યુવાનોને પસંદ આવ્યું નથી.

ચર્ચા કરો

એલ્ગર્ઝમા જણાવે છે કે, માતાપિતા તેમના બાળકો સાથે તેમના પોતાના સોશ્યલ મીડિયા ફીડ્સ શેર કરે તે પહેલા તેઓ ઓનલાઇન હોય અને તેઓ જે જુએ છે તેના પર ખુલ્લી ચર્ચાઓ કરો. તમારું બાળક તેવી સ્થિતિ કેવી રીતે સંભાળશે જ્યાં મિત્રનો મિત્ર તેને ફોટાઓ મોકલવાનું કહે? અથવા તેઓ કોઇ આર્ટિકલ જુએ છે જ તેને ગુસ્સો અપાવે છે અને તે તરત જ શેર કરવા માંગે છે? બાળકો સાથે કૂતુહલ અને રૂચિ સાથે વાતચીત કરો. સીધા પ્રશ્નો પૂછવાની જગ્યાએ વાચતીચ સામાન્ય રાખીને તેમની મનોસ્થિતિ જાણવાનો પ્રયાસ કરો.

જો તમારું બાળક લાંબા સમયથી ફોન પર સ્ક્રોલિંગ કરી રહ્યું હોય તો તેને સીધું જ ડિવાઇસ બંધ કરવા માટે ન કહો. પરંતુ તેને પૂછો કે તે તેના ફોનમાં શું કરે છે અને જુઓ કે તમારું બાળક કેવો જવાબ આપે છે.

તમે બાળકો સાથે “ધ સોશ્યલ ડાઇલેમા” જેવી ડોક્યુમેન્ટરી જુઓ, જેમાં સોશ્યલ મીડિયાના એલ્ગોરિધમ્સ, ડાર્ક પેટર્ન અને ડોપામાઇન ફીડબેક સાઇકલ અંગે ખ્યાલ આવશે અને જાણવા મળશે કે ફેસબુક અને ટીકટોક કઇ રીતે કમાણી કરે છે. બાળકોને આવી વસ્તુઓ જાણવી ગમે છે અને તે તેમનામાં સમજણ શક્તિ કેળવશે.

સેટિંગ લિમીટ

રોજર્સ જણાવે છે કે, મોટાભાગના માતાપિતા તેના બાળકો પર રાતોરાત તેમનું ફોન પરનું સ્ક્રોલિંગ ઘટાડવામાં સફળતા મેળવી લે છે. જોકે ક્યારેક બાળકો ફરી ફોનમાં સ્ક્રોલિંગ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ એક વ્યૂહરચના છે કારણ કે બાળકોને સ્ક્રીન પરથી વિરામ પણ લેવો જોઇએ.

માતાપિતાએ પણ ફોન પર સમય પસાર કરવાની પોતાની મર્યાદાને ધ્યાનમાં રાખવી જોઇએ. રોજર્સ જણાવે છે કે, જ્યારે તમે તમારા બાળકની આસપાસ ફોન રાખો છો તે સમજાવવામાં મદદરૂપ સાબિત થઇ શકે કે તમે શું કરી રહ્યા છો, જેથી તેઓ સમજી શકે કે તમે ઇન્સ્ટાગ્રામ જેવી સાઇટ્સ પર કારણ વગર સ્ક્રોલ કરી રહ્યા નથી. તમે બાળકને કહો કે તમે કામ માટે ઇમેઇલ ચેક કરી રહ્યા છો અથવા રસોઇ માટે કોઇ રેસીપી જોઇ રહ્યા છો કે પછી બિલની ચૂકવણી કરી રહ્યા છો. તેથી બાળકો સમજશે કે તમે મનોરંજન માટે ફોનનો વપરાશ કરી રહ્યા નથી.

આ પણ જુઓ -લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

એકલા આ કાર્ય શક્ય નથી

સાન જોસ સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર રોક્સાના મરાચી કહે છે કે, માતાપિતાએ સમજવું જોઇએ કે આ વાજબી લડાઇ નથી. કારણ કે સોશ્યલ મીડિયા એપ્સ જેવી કે ઇન્સ્ટાગ્રામ એડિક્ટિવ છે. કોઇ એવા કાયદા વગર આ કામ સરળ નથી કે જેમાં દર્શાવાયું હોય કે આ કંપનીઓ આપણા ડેટાનો ઉપયોગ કરે છે અને હાનિકારક કન્ટેન્ટ તરફ ધકેલવા એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે, માતાપિતા અમુક મર્યાદિત પગલાઓ જ લઇ શકે છે. મરાચીએ વધુમાં ઉમેર્યું કે, કંપનીઓને કોઇ જ રસ નથી કે બાળકોનો ઉછેર સારો થાય, તેઓનું ધ્યાન માત્ર વધુને વધુ ક્લિક મેળવવા અને સ્ક્રિન પર લોકોની સંખ્યા વધારવા તરફ હોય છે.
Published by:Kaushal Pancholi
First published: