Home /News /lifestyle /

Teddy Day 2022: જાણો ક્યારે મનાવાયો હતો પહેલો ટેડી ડે, રસપ્રદ વાતો અને ઇતિહાસ

Teddy Day 2022: જાણો ક્યારે મનાવાયો હતો પહેલો ટેડી ડે, રસપ્રદ વાતો અને ઇતિહાસ

ટેડીનાં ઇતિહાસ અંગે જાણો ખાસ વાતો

Teddy Day 2022: આજે માર્કેટમાં અલગ-અલગ રંગોની સાથે ઘણી વેરાયટીના ટેડી બિયર મળે છે. વેલેન્ટાઇન વીકમાં તેની માંગ સૌથી વધુ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ટેડી બિયર ડે શા માટે મનાવવામાં આવે છે. જો નહીં તો આજે અમે તમને અમુક ખાસ તથ્યો (Interesting Facts) અને ઇતિહાસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

વધુ જુઓ ...
    પ્રેમીઓ માટે સૌથી ખાસ ગણાતા વેલેન્ટાઇન વીક (Valentine Week)ની શરૂઆત થઇ ચૂકી છે. એક સપ્તાહ એટલે કે સાત દિવસ સુધી અલગ અલગ દિવસો મનાવવામાં આવે છે. આજે એટલે કે 10 ફેબ્રુઆરીએ ટેડી ડે (Teddy Day) મનાવવામાં આવશે. આ દિવસે લોકો પોતાના પાર્ટનર અને ખાસ વ્યક્તિને ખાસ ગિફ્ટ અથવા ટેડી ભેટ સ્વરૂપે આપે છે. ટેડી બિયરને વેલેન્ટાઇન વીક સિવાય જન્મદિવસ કે અન્ય ખાસ અવસરો પર પણ લોકો એકબીજાને ગીફ્ટમાં આપે છે.

    આજે માર્કેટમાં અલગ-અલગ રંગોની સાથે ઘણી વેરાયટીના ટેડી બિયર મળે છે. વેલેન્ટાઇન વીકમાં તેની માંગ સૌથી વધુ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે ટેડી બિયર ડે શા માટે મનાવવામાં આવે છે. જો નહીં તો આજે અમે તમને અમુક ખાસ તથ્યો (Interesting Facts) અને ઇતિહાસ વિશે જણાવવા જઇ રહ્યા છીએ.

    શા માટે મનાવવામાં આવે છે ટેડી ડે?

    કહેવામાં આવે છે કે, ટેડી ડેનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ થિયોડોર ટેડી રૂઝવેલ્ટના નામ પર રાખવામાં આવ્યું છે. એક વખત તેઓ રીંછનો શિકાર કરવા ગયા હતા. પરંતુ રીંછની માસૂમિયત જોઇ તેઓ ગોળી ચલાવી શક્યા અને ત્યાર બાદ તેમણે પ્રાણીઓનો શિકાર ન કરવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણયનું સન્માન કરવા માટે એક સુંદર ટેડી/ સોફ્ટ ટોય બનાવ્યું હતું.

    15 ફેબ્રુઆરી, 1903માં ન્યૂયોર્કના કેન્ડી સ્ટોરના માલિક મોરિસ મિચટોમે સૌથી પહેલા ટેડી બિયર બનાવ્યું હતું.

    આ ખૂબ સોફ્ટ, ખાસ ફીલ કરાવનાર અને બાળપણની યાદ અપાવનાર ટેડીને ગિફ્ટ કરીને પ્રેમ, ફીલિંગ અને રોમાન્સની ફીલિંગ એક્સપ્રેસ કરે છે. તેને ગિફ્ટ કરીને તમે તમારા પાર્ટનર કે ખાસ વ્યક્તિને ખૂશ કરી શકો છો.

    આ પણ વાંચો-Relationship Tips: તમારા પાર્ટનર સાથે સંબંધ જાળવી રાખવા ક્યારેય શેર ન કરશો આ વાતો

    વિવિધ રંગના ટેડીનો શું છે અર્થ

    લાલ ટેડી – લાલ રંગનો ટેડી તે વ્યક્તિને આપી શકો છો જેને તમે તમારી ખાસ ફિલિંગ્સ વિશે કહેવા માંગો છો અથવા પ્રેમ કરો છો. તે કોઇ પણ રીલેશનમાં લાગણીને મજબૂત બનાવે છે.

    પિંક ટેડી – જ્યારે તમે પ્રપોઝલનો જવાબ લેવા ઇચ્છતા હોય અને આ રંગનો ટેડી ગિફ્ટ કરી શકો છો. જો તમારું ખાસ વ્યક્તિ તેને એક્સેપ્ટ કરે છે તો તેનો અર્થ છે કે તમને જવાબ મળી ગયો છે.

    ઓરેન્જ ટેડી – જો તમે કોઇને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો અને તેનું ધ્યાન ખેંચવા માંગો છો, તો આ રંગનો ટેડી ગિફ્ટ કરી શકો છો. ઓરેન્જ ટેડી ખુશી, પોઝિટીવિટી અને સારી લાગણીનું પ્રતિક દર્શાવે છે.

    આ પણ વાંચો-Chocolate Day: જાણો ચોકલેટનો 4000 વર્ષ જુનો ઈતિહાસ

    બ્લૂ ટેડી – બ્લૂ રંગના ટેડી તે દર્શાવે છેકે તમારો પ્રેમ સામેવાળા વ્યક્તિ માટે કેટલો ઉંડો અને ખાસ છે.

    ગ્રીન ટેડી – ગ્રીન ટેડી ઇમોશનલ કનેક્શન અને કમિટમેન્ટનું પ્રતિક છે. જો તમે કોઇને લીલા રંગનું ટેડી આપો છો તો તેનો અર્થ છે કે તમે તેની રાહ જોશો.
    First published:

    Tags: Teddy Day, Teddy Day 2022, Valentines Week 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन