કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દરેક વ્યક્તિ પરેશાન જોવા મળી રહી છે. ચોમાસાની ઋતુમાં પણ લોકો અનેક પ્રકારની બીમારીઓથી સંક્રમિત થઈ જાય છે. નબળી રોગ પ્રતિકારક શક્તિ (Immunity) ધરાવતા લોકોમાં સંક્રમણનું વધુ જોખમ જોવા મળે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરવા માટે સ્વાસ્થ્યપ્રદ ભોજન અને હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદની મદદથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકાય છે. ચોમાસા (Monsson)માં હળદર (Turmeric) અને તુલસી (Tulsi)ના ઉકાળાનું સેવન કરવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે તથા સર્દી-ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યાથી રાહત મળે છે. તુલસી એક ઔષધીય છોડ છે અને તેના ઔષધીય ગુણોથી અનેક બીમારીઓથી રાહત મળે છે. તુલસી અને હળદરનો ઉકાળો કેવી રીતે બનાવવો તેની અહીં માહિતી આપવામાં આવી છે.
સૌથી પહેલા એક પેનમાં પાણી ઉમેરો અને તેમાં તુલસીના પાન, હળદર, લવિંગ અને તજ ઉમેરી લો. તે બાદ આ પાણીને 30 મિનિટ સુધી ઉકાળવા દો. તમારો ઉકાળો તૈયાર છે. આ ઉકાળીને ગાળી લો અને ઠંડો થયા બાદ આ ઉકાળાનું સેવન કરો. તમે આ ઉકાળામાં મધ ઉમેરી શકો છો. ઈમ્યુનિટી મજબૂત કરવા માટે અને સર્દી-ખાંસીથી રાહત મેળવવા માટે દિવસમાં 2થી 3 વાર આ ઉકાળાનું સેવન કરો.
• તુલસી અને હળદરનો ઉકાળો પીવાથી સર્દી-ખાંસી અને ગળામાં ખરાશથી રાહત મળે છે.
• ડાયાબિટીસના દર્દીઓને તુલસીનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે, તેનાથી શુગર લેવલ નિયંત્રિત રહે છે.
• નિયમિતરૂપે તુલસીનો ઉકાળો પીવાથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.
• આ ઉકાળાનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને ડાયેરિયાની સમસ્યાથી રાહત મળે છે.
• દિવસમાં 3 વાર હળદર અને તુલસીના ઉકાળાનું સેવન કરવું જોઈએ. આ ઉકાળાનું સેવન કરવાથી તાવ દૂર થાય છે અને વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે.
(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર