Home /News /lifestyle /Tea Tree Oil: ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે ચાના વૃક્ષનું તેલ, ઉપયોગ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

Tea Tree Oil: ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે ચાના વૃક્ષનું તેલ, ઉપયોગ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

ચાના ઝાડનું તેલ

Tea Tree Oil For Skin: હાલ ચાના ઝાડનું તેલ ત્વચા માટે શ્રેષ્ઠ તેલ ગણાય છે. આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને હીલિંગ ગુણધર્મો છે અને તે ત્વચાની કુદરતી રચના અને ગ્લોને ફરીથી બનાવવામાં મદદ કરે છે.

ત્વચા સાથે સંકળાયેલી મુખ્ય ત્રણ સમસ્યાઓ (Skin problems)માં ખીલ, ખીલના ડાઘ અને ફોલ્લીઓનો સમાવેશ થાય છે. આ ત્રણ મુખ્ય સમસ્યાઓ મોટાભાગની મહિલાઓ (Women skin problems)ને સતાવે છે. આ તકલીફથી છુટકારો મેળવવા અલગ અલગ ઉત્પાદનો (Product for skin care)નો ઉપયોગ કરવામાં આવે ત્યારે સમસ્યા વકરે છે. આ જ કારણે લોકો હવે ફેસ ઓઇલ (face oil) જેવા કુદરતી અને કાર્બનિક સ્કીનકેર ઉત્પાદનો તરફ વળી રહ્યા છે.

હાલ ચાના ઝાડનું તેલ ત્વચા માટે શ્રેષ્ઠ તેલ ગણાય છે. આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ અને હીલિંગ ગુણધર્મો છે અને તે ત્વચાની કુદરતી રચના અને ગ્લોને ફરીથી બનાવવામાં મદદ કરે છે. ચાના ઝાડના તેલમાં ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતાને જાળવવા માટે જરૂરી ગણાતા એન્ટીબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. જો કે, ત્વચા માટે ચાના ઝાડના તેલનો ઉપયોગ કરવાની કેટલીક મર્યાદાઓ છે કારણ કે આ કન્સેસ્ટ્રેટેડ તેલ છે. જેનો ઉપયોગ કરતા પહેલા પાતળું કરવાની જરૂર પડે છે. આ તેલ અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે અહીં ચાના ઝાડના તેલથી થતા લાભ અંગે જાણકારી આપવામાં આવી છે.

ત્વચાને ચાના ઝાડના તેલથી થાય છે આટલા ફાયદા

ચાના ઝાડનું તેલ ખીલ પર અસરકારક
ચાના ઝાડના તેલનો પ્રથમ અને મોટો ફાયદો એ છે કે, તે ખીલ સામે લડવામાં મદદરૂપ છે. ખીલ થવાની શક્યતા હોય તો તમારે તમારા ચહેરા પર ચાના ઝાડના તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ અને ચાના ઝાડના તેલ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. આમાં ખીલ પેદા કરનારા બેક્ટેરિયાને નિશાન બનાવતા એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. તે ડાઘને રોકવા માટે પણ અસરકારક છે.

સોરાયસિસ, ખરજવું અને ત્વચાની અન્ય તકલીફોમાં મદદ કરે
ચાના ઝાડનું તેલ ખરજવું અને સોરાયસિસ સહિતની ત્વચાની પરિસ્થિતિઓમાં રાહત માટે અસરકારક નીવડી શકે છે. તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને હીલિંગ ગુણધર્મો ધરાવે છે જે ત્વચાની તકલીફોમાં રાહત આપી શકે છે. આ કારણે તમારે ત્વચા પર ચાના ઝાડના તેલનો ઉપયોગ કરવો જ જોઇએ.

નાના-મોટા ઘા રૂઝાવે
ચાના ઝાડના તેલની મદદથી નાના નાના કટ અને ઘા પણ મટાડી શકાય છે. જો કે, આ સારવાર તો નથી જ. ઘા અને ચેપ પછી ઉભી થઈ શકે તેવી સ્થિતિને નિયંત્રિત કરવા માટે આ માત્ર એક નિવારક ઉપાય છે. આ ફક્ત ઉપચારની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

ત્વચા ચમકદાર બનાવે
આ તેલનો ઉપયોગ ત્વચાના ટોન અને ટેક્સચર પણ સુધારો કરે છે. અલબત્ત, ચાના ઝાડનું તેલ સીધું ચહેરા પર લગાવવું ન જોઈએ, તેનાથી નુકસાન થઈ શકે છે. આ તેલને પાતળું કરવું આવશ્યક છે અથવા અન્ય કોઈ વસ્તુ સાથે મિશ્રિત કરવું જોઈએ. યોગ્ય લાભ લેવા માટે નાળિયેર તેલ, ઓલિવ ઓઇલ અથવા બદામના તેલ જેવા તેલ સાથે ચાના ઝાડના તેલનું મિશ્રણ કરો અને રાતે તેનો ઉપયોગ કરો. બીજી તરફ ચાના ઝાડના તેલવાળા સ્કીનકેર ઉત્પાદનોનો ઉપયોગ કરવો વધુ સારું છે.

મચ્છર સહિતના જંતુ દૂર રાખે
ચાના ઝાડના તેલનો ઉપયોગ કરીને મચ્છર અને જંતુઓને પણ દૂર રાખી શકાય છે. ચાના ઝાડના તેલમાં એક અલગ ગંધ હોય છે, જે જંતુઓને ગમતી નથી. તેનાથી જંતુ ભાગે છે. આમ, તમે ચાના ઝાડના તેલના થોડા ટીપાંને તમારા બોડી લોશનમાં ભેળવી શરીર પર લગાવી શકો છો.

ત્વચા પર ચાના ઝાડના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?
ત્વચા પર ચાના ઝાડના તેલનો ઉપયોગ કરી ફાયદાઓ મેળવવાની ઘણી રીતો છે. અહીં કેટલાંક સૂચનો આપ્યાં છે. ચાના ઝાડના તેલના 2-3 ટીપાંને ઓલિવ ઓઇલ, નાળિયેર તેલ અથવા બદામના તેલ સાથે મિક્સ કરો. હવે આ ફેસ ઓઈલથી તમારા ચહેરા પર માલિશ કરો. આવું વધારે પડતું ન કરવું, તેનાથી ત્વચામાં બળતરા થઈ શકે છે. ચાના ઝાડના તેલના 2-3 ટીપાંને તમારા મોઇશ્ચરાઇઝર અથવા બોડી લોશનમાં ભેળવીને લગાવો. જે ત્વચાને હાઇડ્રેટેડ અને સુરક્ષિત રાખશે.

જો તમે ઘરે ફેસ પેક બનાવતા હોવ તો તેમાં 2-3 ટીપાં ચાના ઝાડના તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ તેલ હોવાથી તેને લગાવતા પહેલા યોગ્ય રીતે મિશ્રિત કરવાની જરૂર પડે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ તેલ સીધુ ત્વચા પર લગાવવામાં આવે તો ત્વચાને બાળી શકે છે. જેનાથી બળતરા થઈ શકે છે. જેથી ટિપમાં એક સાથે માત્ર 3-4 ટીપાં ચાના ટ્રીના તેલનો ઉપયોગ કરવો જોઈએ.
First published:

Tags: Beauty Tips, Lifestyle, Skin care