Home /News /lifestyle /દરરોજ આટલાં કપથી વઘારે ચા પીવી ખતરનાક, આ 4 સાઇડ ઇફેક્ટ્સ જાણીને ગભરાઇ જશો તમે પણ

દરરોજ આટલાં કપથી વઘારે ચા પીવી ખતરનાક, આ 4 સાઇડ ઇફેક્ટ્સ જાણીને ગભરાઇ જશો તમે પણ

ચા પીવાની આદત ભારે પડી શકે છે.

Tea Harmful Effects on Health: ઘણાં લોકોને ચા પીવાની લત જોરદાર હોય છે. અનેક લોકો એવા હોય છે જે દિવસમાં 6 થી 7 કપ ચા પી લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે વધારે ચા પીવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થઇ શકે છે. તો જાણો આ વિશે વધુમાં..

વધુ જુઓ ...
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો ચા પીવાના શોખીન હોય છે. ઘણાં લોકોને સવારમાં ઉઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે. તેઓ ચા સવારમાં પીતા નથી તો એમને માથુ દુખવાની ફરિયાદ સતત રહેતી હોય છે. આ સાથે જ એમને બેચેની જેવું લાગતુ હોય છે. અરબો લોકોની શરૂઆત ચાથી થતી હોય છે. ઠંડીમાં ચા પીવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. આ સિઝનમાં લોકો એક વાર નહીં, પરંતુ અનેક વાર ચા પીતા હોય છે. કેટલાક લોકો તો દિવસમાં 6 થી 7 વાર ચા પીતા હોય છે. જો કે ચા તમારા શરીર માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ચાનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી મેન્ટલ હેલ્થ પર પણ ખરાબ અસર પડી શકે છે.

હેલ્થલાઇનના રિપોર્ટ અનુસાર દરેક લોકોએ એક દિવસમાં ત્રણથી ચાર કપથી વધારે ચા પીવી જોઇએ નહીં. તમે દિવસમાં 710mlથી વધારે ચા પીઓ છો તો હેલ્થને અનેક પ્રકારનું નુકસાન થઇ શકે છે. આનાથી અનેક પ્રકારે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ થઇ શકે છે.

આ પણ વાંચો:ડોક્ટર પાસેથી જાણો કેન્સરમાંથી કેવી રીતે બચશો

ઘણાં રિસર્ચમાં એ વાત સામે આવી છે કે વધારે મીઠી એટલે કે ગળી ચા પીવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. એવામાં અનેક લોકોએ દિવસ દરમિયાન સંભાળીને ચા પીવી જોઇએ. આ માટે ચાનું વધારે સેવન કરવાથી બચવુ જોઇએ. આ વાતને ઇગ્નોર કરો છો તો અનેક ઘણું નુકસાન થઇ શકે છે.

વધારે ચા પીવાની 4 સાઇડ ઇફેક્ટ્સ



  • ચામાં કેફીનની માત્રા વધારે હોય છે. કેફીનનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી માથાનો દુખાવો, તણાવ અને એન્ઝાયટી વધી શકે છે. વધારે ચા પીવાથી ગભરામણ પણ થઇ શકે છે.


આ પણ વાંચો:ઠંડીમાં બાળકોને સ્નાન કરાવતી વખતે રાખો આ ધ્યાન



    • તમારમાં આયરનની ઉણપ છે તો તમે ચા પીવાનું બંધ કરી દેવુ જોઇએ. ચામાં રહેલા તત્વો આયરનને ઓછુ કરે છે અને જરૂરી પોષક તત્વોને ઉણપ થઇ શકે છે.

    • ઘણાં લોકોને ચા પીવાથી ઊંઘ ના આવવાની સમસ્યા રહેતી હોય છે. ચામાં રહેલું કેફીન તમારી સ્લિપ સાઇકલને પ્રભાવિત કરી શકે છે. ઊંઘવાના 6 કલાક પહેલાં કેફીનનું સેવન કરવાથી ઊંઘની ક્વોલિટી ખરાબ થઇ શકે છે.






  • ચાનું વધારે સેવન કરવાથી પ્રેગનન્ટ મહિલાઓ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.










 

 
First published:

Tags: Health care tips, Life Style News, TEA

विज्ञापन