શું તમે પણ આ સમયે ગટગટાવી જાવ છો 1 કપ ચા? તો આપી રહ્યા છો બીમારીને આમંત્રણ

News18 Gujarati
Updated: May 20, 2019, 6:40 PM IST
શું તમે પણ આ સમયે ગટગટાવી જાવ છો 1 કપ ચા? તો આપી રહ્યા છો બીમારીને આમંત્રણ
ભૂલથી પણ ખાલી પેટ ન પીશો ચા, થઈ શકે છે આ બીમારી

ભૂલથી પણ ખાલી પેટ ન પીશો ચા, થઈ શકે છે આ બીમારી

  • Share this:
આપણા ગુજરાતીઓમાં ખાસ કરીને કહેવાય છે કે " સવારની ચા ખરાબ, તો આખો દિવસ ખરાબ".. ઘણાં લોકોને તો ચા ન મળે તો ત્યાં સમધી તો પથારીમાંથી નીચે જ ન ઉતરે. તેમજ નવા દિવસની શરૂઆત કરવી હોય કે પછી આળસથી દૂર ભાગવું હોય તો જરૂર હોય છે ફક્ત એક કપ ચાની.. સવાર-સાંજની ચા સિવાય દિવસભર ઓફિસમાં કામ કરતી વખતે કોણ જાણે આપણે કેટલા કપ ચા પી જઈએ છે. ઘણાં લોકો તો એવા પણ હોય છે જેમને બેડ-ટીની આદત હોય છે. ઉઠ્યા પછી તરત જ ચા ની જરૂર પડતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે આપણા શરીરને તાજગીસભર રાખવા અને આળસ દૂર કરવા માટે આપણે જે ચા ગટગટાવી જઈએ છે તે આપણા શરીરને ઘણું નુક્સાન પહોંચાડે છે.

ખરેખર ચા માં ઘણા પ્રકારના એસિડ હોય છે. ખાલી પેટ ચા પીવાથી તમે તમારા પેટને સીધું નુક્સાન પહોંચાડો છો. તેનાથી અલ્સર કે ગેસ જેવી તકલીફો વધવાની શક્યતા રહે છે. આવો જાણીએ કઈ-કઈ ચા પહોંચાડે છે નુક્સાન?

ચાલો જાણીએ કેવી ચા પીવાથી શરીરમાં તકલીફો શરૂ થવા લાગે?

જે લોકો વઘુ દૂધ વાળી ચા પીવે છે અને વિચારે છે કે તેની સાથે શરીરમાં વધુ દૂધ ગયું છે, તો સાંભળી લો. ખાલી પેટ વધારે દૂધવાળી ચા પીવાથી થાક વધુ લાગે છે. ચા માં દૂધ નાખતા જ એન્ટીઓક્સિડન્ટની અસર પૂરી થઈ જાય છે.

જો તમે એ વિચારીને ખૂશ થતા હોવ કે ઓછા દૂધ વાળી સ્ટ્રોન્ગ ચા પીતા હોવ તો તે નુક્સાનકારક છે.

કડક ચા પીવાથી પાચન તંત્રને નુક્સાન થાય છે. અને પેટ સાથે જોડાયેલી ઘણી તકલીફો થાય છે. તેમજ પેટ સાફ નહીં રહે તો તે ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપવા લાગશે.
First published: May 20, 2019, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading