ચા, કોફી, દૂધ કે સફરજનના સેવનનો યોગ્ય સમય કયો છે? અહીં જાણો શું કહે છે નિષ્ણાત

તસવીર- Shutterstock

Beverage Intake Time: ચા, કોફી, સફરજન કે દૂધના સેવનનો યોગ્ય સમય શું છે તે અંગે નમામી અગ્રવાલે કેટલીક ટિપ્સ આપી છે.

  • Share this:
ચા (Tea), કોફી (Coffee) અને દૂધ (Milk) પીવા કે સફરજન (Apple) ખાવાનો યોગ્ય સમય કયો? લોકો આ બાબતે અલગ-અલગ મત ધરાવે છે. શું ખાલી પેટે ચા કે દૂધ પી શકાય? તે અંગે પણ લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળે છે. ત્યારે ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલે (Nutritionist Nmami Agarwal) લોકોને આ બાબતે સમજણ આપવા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

નમામી અગ્રવાલના મત મુજબ ચા કે કોફી સવારે પીવી જોઈએ પણ નરણા કોઠે એટલે કે ખાલી પેટે નહીં. બીજી તરફ રાત્રે પેટમાં જનારી છેલ્લી વસ્તુ દૂધ હોય તો તે હિતાવહ છે. ચા, કોફી, સફરજન કે દૂધના સેવનનો યોગ્ય સમય શું છે તે અંગે નમામી અગ્રવાલે કેટલીક ટિપ્સ આપી છે.

ચા અને કોફી પીવાનો યોગ્ય સમય કયો?

ઘણા લોકો ચા-કોફી પીધા વગર રહી શકે નહીં. પણ જો ચા-કાફી યોગ્ય સમયે ન લેવામાં આવે તો શરીર પર ખરાબ અસર પડે છે. તેના કારણે ઊંઘની પેટર્ન પણ ખરાબ થઈ શકે છે. જેથી ચા કોફીના સેવન માટે સમયનું પાલન કરવું જરુરી છે. નમામીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, સવારે ચા અને કોફીનો ડોઝ આપણો મૂડ બરાબર રાખે છે. તેમાં કેફીન હોવાથી તે આપણને માનસિક અને શારીરિક રીતે તરોતાજા રાખે છે. અલબત, સવારે ખાલી પેટે ચા-કોફી પીશો નહીં.

આ પણ વાંચો - ઘણી બીમારીઓમાં રામબાણ ઈલાજ છે તુલસી, તુલસીનો રોજ આટલો પ્રયોગ કરો થશે અનેક ફાયદા

રાત્રે સૂતી વખતે દૂધ પીવું હિતાવહ

તેઓ વધુમાં કહે છે કે, રાત્રે સૂતી વખતે દૂધ પીવો. તેમાં ટ્રીપ્ટોફેન (Tryptophan) અને એમિનો એસિડ મળે છે. જેના કારણે ઊંઘ સારી આવે છે.
View this post on Instagram


A post shared by Nmami Life (@nmamilife)


સફરજન ખાવાનો યોગ્ય સમય

નમામી અગ્રવાલનું કહેવું છે કે, સફરજન સવારે ખાવું હિતવાહ છે. તેમાં રહેલું ફાયબર પેટમાં એક્ટિવિટીને યોગ્ય રીતે સંચાલિત રાખવામાં મદદ કરે છે. શરીરને તંદુરસ્ત રાખવા દૂધ અને સફરજન મહત્વનો ખોરાક છે. જેથી આ બંનેના વધુને વધુ લાભ મળે તે માટે યોગ્ય સમયે સેવન કરવું જોઈએ.
Published by:Kaushal Pancholi
First published: