સ્ટ્રોક અને ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકે છે ચાય-કોફીની ચુસ્કી- સ્ટડી

ચા-કોફીની ચુસ્કી સ્ટ્રોક (Stroke) અને ડિમેન્શિયા (Dementia)નું જોખમ ઘટાડી શકે છે. (Image- Shutterstock)

Tea-Coffee Health Benefits: ચીનની Tianjin Medical Universityના રિસર્ચર્સની સ્ટડીથી આ વાત સામે આવી છે કે ચા-કોફીની ચુસ્કી સ્ટ્રોક (Stroke) અને ડિમેન્શિયા (Dementia)નું જોખમ ઘટાડી શકે છે.

  • Share this:
    Tea-Coffee Health Benefits: મોટાભાગે લોકો ચા-કોફી પીવાથી થતાં નુકસાનને લીધે તેના સેવન (Intake)ને લઈને સતર્ક રહેવાનું કહે છે. પણ શું તમે જાણો છો કે ચા-કોફી પીવાથી માનસિક બીમારીઓનું જોખમ પણ ઓછું થઈ શકે છે? ચીનની તિઆંજિન મેડિકલ યુનિવર્સિટી (Tianjin Medical University)ના રિસર્ચર્સની સ્ટડીથી આ વાત સામે આવી છે કે ચા-કોફીની ચુસ્કી સ્ટ્રોક (Stroke) અને ડિમેન્શિયા (Dementia)નું જોખમ ઘટાડી શકે છે.

    આ સ્ટડી સાયન્સ જર્નલ ‘પીએલઓએસ મેડિસિન’ (PLOS Medicine)માં પબ્લિશ કરવામાં આવી છે. તિઆંજિન મેડિકલ યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા પ્રકાશિત સ્ટડી મુજબ, જે લોકોએ દિવસ દરમ્યાન 2-3 કપ કોફી કે 3થી5 કપ ચા અથવા બંનેના 4-6 કપ પીધાં, તેમનામાં સ્ટ્રોક (Stroke) અને ડિમેન્શિયા (Dementia) મતલબ ભૂલવાની બીમારીનું જોખમ સૌથી ઓછું જોવા મળ્યું.

    તમને જણાવી દઈએ કે રિસર્ચર્સએ 10 થી 14 વર્ષના સમયગાળામાં 50થી 74 વર્ષના 3.60 લાખ પાર્ટિસિપન્ટ્સ પર આ સ્ટડી (Study) કરી છે. સ્ટડીમાં ચા અને કોફીનું સંતુલિત સેવન કરનારાઓમાં ડિમેન્શિયાનું 28 ટકા અને સ્ટ્રોકનું 32 ટકા જોખમ જોવા મળ્યું.

    આ પણ વાંચો: વારંવાર ગળ્યું ખાવાનું મન થાય તો આ રીતે કરો કન્ટ્રોલ, લાંબી ઉંમર સુધી રહેશો ફિટ

    દરરોજ કેટલા કપ છે જરૂરી?

    આ પહેલાં અમુક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ ત્રણ કપ કોફી પીવાથી અલ્ઝાઇમર (Alzheimer’s)નું જોખમ ઓછું થઈ શકે છે. જોકે, એક દિવસમાં છ કપથી વધુ કોફી પીનારામાં ડિમેન્શિયા કે મસ્તિષ્ક વિકાર (dementia or brain disorders)નું જોખમ વધી પણ શકે છે.

    આ પણ વાંચો: શિયાળામાં કાચી હળદર ખાવાથી થશે જોરદાર ફાયદા, પાવર બુસ્ટરનું કરશે કામ

    રિસર્ચરોને આ જાણકારી બ્રિટનના બાયોબેંક (UK Biobank)થી મળી, જે 2006થી 2014 દરમ્યાન કરવામાં આવ્યું. આ દરમ્યાન 5,079 ભાગ લેનારાને ડિમેન્શિયા અને 10,053ને સ્ટ્રોકનો સામનો કરવો પડ્યો.

    શું છે ડિમેન્શિયા?

    ડિમેન્શિયા (Dementia)ને સામાન્ય ભાષામાં ભૂલવાની બીમારી કહે છે. જોકે, એ બીમારીનું નામ નથી, પણ એક મોટા લક્ષણોના ગ્રુપનું નામ છે. તેના ભૂલવા સિવાયના જે લક્ષણો હોય છે, તે આ પ્રકારના હોય છે- નવી વાતો યાદ કરવામાં મુશ્કેલી થવી, લોજિક ન સમજી શકવું, લોકોને મળવામાં ખચકાટ થવો, ઇમોશન્સ કન્ટ્રોલ કરવામાં મુશ્કેલી થવી, પર્સનાલિટી ચેન્જ વગેરે. આ બધા લક્ષણો બ્રેઈન લોસ (Brain Loss)ના કારણે દેખાય છે, જેથી લાઈફમાં ડગલે ને પગલે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
    Published by:Nirali Dave
    First published: