તહેવારની સિઝનમાં ગિફ્ટ લેતા ધ્યાન રાખજો, તેના પર ચૂકવવો પડશે ટેક્સ

તહેવારમાં (Festival)અનેક લોકો પોતાના સ્વજનોને ગિફ્ટ (gifts)આપે છે (પ્રતિકાત્મક તસવીર)

શું તમને ખબર છે કે, મળેલ ગિફ્ટ ઉપર ટેક્સ આપવાનો હોય છે

  • Share this:
તહેવારની સિઝનની (festive season)શરૂઆત થઈ ગઈ છે. તહેવારમાં (Festival)અનેક લોકો પોતાના સ્વજનોને ગિફ્ટ (gifts)આપે છે. મિત્રો અને પરિવારજનો ગિફ્ટ તરીકે રોકડ, સોનું, ડાયમંડ તથા અન્ય વસ્તુઓ ગિફ્ટ તરીકે આપે છે. શું તમને ખબર છે કે, મળેલ ગિફ્ટ ઉપર ટેક્સ આપવાનો હોય છે. ભારતમાં ઈન્કમટેક્સના (Incometax)કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને ગિફ્ટ આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. ઈન્કમટેક્ષ અધિનિયમની ધારા 56(2) હેઠળ ગિફ્ટ તરીકે સોનું, રોકડ અથવા શેર મળે તો ઈન્કમ સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવાનો રહે છે. ભારતીય ટેક્સ (Incometax laws)કાયદા અનુસાર એક વર્ષમાં પ્રાપ્ત કરેલ તમામ ગિફ્ટની કિંમત રૂ. 50 હજાર કરતા અધિક હોય તો તેના પર ટેક્સ ( taxes)ચૂકવવાનો રહે છે.

આ બાબતને વિસ્તાર પૂર્વક સમજાવવામાં આવે તો, જો એક નાણાંકીય વર્ષમાં રૂ. 50 હજાર સુધીની ગિફ્ટ મળે તો તેના પર ટેક્સ આપવાનો રહેતો નથી. નાણાંકીય વર્ષમાં જેટલી ગિફ્ટ મળી છે, તે તમામ ગિફ્ટની કિંમત મળીને રૂ. 50 હજાર કરતા વધુ થઈ જાય તો તે કિંમત પર ટેક્સ આપવાનો રહેશે. ધારો કે જો નાણાંકીય વર્ષમાં તમને રૂ. 60 હજારની ગિફ્ટ મળે તો રૂ. 60 હજાર તમારી આવકમાં ઉમેરી દેવામાં આવશે.

લોહીના સંબંધથી જોડાયેલ વ્યક્તિઓ પાસેથી મળેલ ગિફ્ટ

કેટલાક કેસમાં રૂ. 50 હજારથી અધિક કિંમતની ગિફ્ટ મળે તો, તે ગિફ્ટ ટેક્સ ફ્રી હોય છે. માતા, પિતા, પતિ, પત્ની, ભાઈ, બહેન, પતિ અને પત્નીના ભાઈ બહેન સહિત લોહીના સંબંધથી જોડાયેલ વ્યક્તિ પાસેથી ગિફ્ટ મળે તો તેના પર છૂટ આપવામાં આવે છે. લોહીના સંબંધથી જોડાયેલ વ્યક્તિઓ ગમે તેટલી રકમની ગિફ્ટ આપી શકે છે, તેના પર ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. વારસામાં મળેલ ગિફ્ટ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. લગ્ન સમયે કોઈપણ વ્યક્તિ પાસેથી મળેલ ગિફ્ટ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. લગ્ન સિવાયના અવસર જેમ કે, જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, મકાનનું મુહૂર્ત તથા અન્ય અવસર પર લોહીના સંબંધ સિવાયના વ્યક્તિઓ પાસેથી રૂ. 50 હજારની રકમ કરતા વધુની ગિફ્ટ મળે તો તેના પર ટેક્સ ચૂકવવાનો રહે છે.

આ પણ વાંચો - દિવાળી પહેલા સાફ સફાઈની આ Simple ટિપ્સ છે એકદમ કામની, ફટાફટ જાણી લો

ગિફ્ટ તરીકે સ્થાવર મિલકત

સ્થાવર મિલકતની સ્ટેમ્પ ડ્યુટી પર ટેક્સ લાગે છે. જો સ્ટેમ્પ ડ્યુટીની કિંમત રૂ.50 હજારથી વધુ હોય તો તેના પર ટેક્સ ચૂકવવાનો રહે છે.

રોકડ રૂ. 2 લાખથી વધુની ગિફ્ટ

ભારતમાં કોઈપણ વ્યક્તિ રોકડ રૂ. 2 લાખથી વધુની ગિફ્ટ ના લઈ શકે. રૂ. 2 લાખથી વધુ રોકડ ગિફ્ટ તરીકે લેવાથી તેટલી જ રકમ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને દંડ તરીકે ચૂકવવાની રહેશે. આ નિયમ સ્થાવર મિલકત પર લાગુ થતો નથી.

વાર્ષિક ટેક્સ ચૂકવવાનો રહે છે

માત્ર કોઈએક ગિફ્ટ પર નહીં, પરંતુ આખા નાણાકીય વર્ષ દરમિયાન મળેલ ગિફ્ટ પર ટેક્સ ચૂકવવાનો રહે છે. જો તમને આખા વર્ષ દરમિ.ન રૂ.50 હજાર કરતા વધુ રકમની ગિફ્ટ મળી છે, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવાનો રહેશે. ધારો કે, એક વર્ષ દરમિયાન રૂ.51 હજારની એક ગિફ્ટ અને રૂ.40 હજારની એક ગિફ્ટ મળી છે, તો તમારે કુલ રૂ.91 હજાર પર ટેક્સ ચૂકવવાનો રહેશે.
First published: