ગરમા ગરમ ચા સાથે પણ ખવાતા આપણા ભાજીના થેપલા

News18 Gujarati
Updated: August 10, 2019, 4:51 PM IST
ગરમા ગરમ ચા સાથે પણ ખવાતા આપણા ભાજીના થેપલા
જાણી લો આ થેપલાને સ્વાદિષ્ટ બનાવવાની રીત... 

જાણી લો આ થેપલાને સ્વાદિષ્ટ બનાવવાની રીત... 

  • Share this:
આપણે ગુજરાતીઓને ક્યાંય પણ જવાનું હોય, સમય વધુ હોય કે ઓછો થેપલા તો આપણા સૌ કોઈની પહેલી ચોઈસ બને છે. તો ચાલો જાણી લો આ થેપલાને સ્વાદિષ્ટ બનાવવાની રીત...

ગરમા ગરમ ભાજીના થેપલા બનાવવા માટેની સામગ્રી:

1 કપ ઘઉં નો લોટ

1 કપ બાજરીનો લોટ
2 ચમચી બેસન
2 ચમચી દહીં1 કપ જીણી સમારેલી મેથી
2 ચમચી જીણી સમારેલી કોથમીર
મીઠું સ્વાદ અનુસાર
1 ચમચી લસણ-મરચા ની પેસ્ટ
1/2 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું
1 ચમચી ખાંડ
2 ચમચી તેલ(મોયણ માટે)
પાણી જરૂર મુજબ

ગરમા ગરમ ભાજીના થેપલા બનાવવાની રીત:  સૌપ્રથમ મેથીને જીણી સમારી બરાબર ધોઈ તેનું વધારાનું પાણી ચારણીથી નીતારી લો.
- હવે થેપલા નો લોટ બંધવા માટે એક બાઉલ માં ઘઉં નો લોટ, બેસન, બાજરીનો લોટ, મીઠું, મરચું, હળદર, લસણ-મરચા ની પેસ્ટ, મેથી અને કોથમીર ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં મોયણ માટે તેલ, દહીં અને ખાંડ ઉમેરી મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી નરમ લોટ બાંધી આ લોટ ને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો. 10 મિનિટ પછી તેમાંથી થેપલા વણી લો. આ થેપલાને તેલથી બંને બાજુ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી ગરમાગરમ સર્વ કરો. આ થેપવા ગરમ પણ ટેસ્ટી લાગે છે અને ઠંડા પણ ટેસ્ટી જ લાગે છે. તેને તમે ચા,દહીં કે અથાણા સાથે પણ સર્વ કરી શકાય છે.

તમારી આંખો માટે નુક્સાનદાયક છે રોજ આઈ-લાઇનર લગાવવું
First published: August 10, 2019, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading