ખીચડી વઘારતા સમયે અવશ્ય ઉમેરો આટલી વસ્તુઓ, સ્વાદ આવશે બમણો

 • Share this:
  મસાલેદાર રજવાડી ખીચડી બનાવવા માટે શું કરશો?

  સામગ્રી :

  ચોખા - 2 કપ
  તુવેરની દાળ - 1 કપ
  આદું- લસણની પેસ્ટ
  1 બટાકુ
  1 ડુંગળી ઝીણી સમારેલી
  1 ટામેટુ ઝીણું સમારેલું
  શીંગ- 50 ગ્રામ
  100 ગ્રામ વટાણા
  10 કળી લસણ
  તજ - લવિંગ
  લાલ સૂકાં મરચાં
  હળદર, મરચું
  ગરમ મસાલો
  રાઇ, જીરું
  તેલ અને ઘી 3 ચમચા
  પાણી - જરૂર પ્રમાણે

  બનાવવાની રીત : 
  સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈને 1 કલાક પલાળી રાખો. ત્યારબાદ કૂકરમાં તેલ અને ઘી બંને સરખા પ્રમાણમાં લઈ ગરમ કરો, પછી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, બટેકા ટામેટા, આદું- લસણની પેસ્ટ, લીમડો અને વટાણા ઉમેરી 2-3 મિનિટ સાંતળો. પછી તેમાં દાળ-ચોખા ઉમેરી 15 મિનિટ રહેવા દો. પછી તેમાં લગભગ 5 કપ જેટલું પાણી રેડી કૂકરમાં ત્રણ સીટી વાગે ત્યાં સુધી કૂક કરો. કૂકર ઠંડુ પડે એટલે સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી કઢી કે મસાલા છાશ અને પાપડ સાથેૃ ગરમા ગરમ સર્વ કરી આ મસાલેદાર રજવાડી ખીચડીની મજા માણો. જો લીલા વટાણા ન મળે તો સૂકા વટાણાને પાણીમાં પલાળી રાખી તેનો ઉપયોગ કરી શકો છો. કારણ કે મસાલા ખીચડીમાં વટાણા સ્વાદને બમણો કરે છે.
  Published by:Bansari Shah
  First published: