ગાર્લિક બ્રેડને પણ સ્વાદમાં ટક્કર આપે તેવાં લસણિયા 'ગાર્લિક પરાઠા'

  • Share this:
    આમ તો ગાર્લિક બ્રેડનું નામ પડે એટલે નાના મોટા સૌ કોઈના મોં માં પાણી આવી જતું હોય છે. પરંતુ આ બ્રેડ મેંદામાંથી બનતી હોવાથી, હેલ્થ કોન્શિયસ લોકો ઘણી ઈચ્છા હોવા છત્તાં ખાવાનું ટાળતા હોય છે. પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે આ વાનગીનો સ્વાદ અસ્સલ ગાર્લિક બ્રેડ જેવો તો હોય જ છે અને સ્વાદિષ્ટ પણ હોય છે. તેમજ બાળકોને પણ ટીફિનમાં આ પરોઠા ખૂબ જ ભાવશે. આ સાથે લસણ સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું હોય છે તેમજ સ્વાદ પણ સારો લાગે છે. તો ચાલો શીખી લો ઝટપટ ગાર્લિક પરાઠા(લસણિયા પરોઠા)...

    ગાર્લિક પરાઠા બનાવવા માટેની સામગ્રી:

    2 કપ ઘઉંનો લોટ
    1/2 કપ વાટેલું લસણ
    1 ચમચી બટર
    5-6 લીલાં મરચાં
    2 ચમચી કોથમીર
    1 કપ ચીઝ
    મીઠું
    તેલ

    ગાર્લિક પરાઠા બનાવવાની રીત:  સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને મોણ માટે તેલ ઉમેરી મિક્સ કરી ગરમ પાણીથી પરોઠા જેવી કણક બાંધી આ કણકને 15-20 મિનિટ માટે ઢાંકીને એક બાજુ રાખો.

    સ્ટફિંગ બનાવવા માટે : એક વાટકીમાં લસણની પેસ્ટ લઈ તેમાં 1 ચમચી બટર, ઝીણાં સમારેલા લીલાં મરચાં, ચપટી મીઠું અને ખમણેલી ચીઝ ઉમેરી મિક્સ કરી લો.

    હવે પરોઠા બનાવવા માટે કણકમાંથી લુઆ કરી તેમાંથી નાની અને જાડી રોટલી વણી વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી સીલ કરી પરોઠું વણી લો. પછી તેને ગરમ તવી પર બંને બાજુથી શેકી સર્વિંગ પ્લેટમાં લઈ ઉપર થોડું બટર લગાવી કેચપ અથવા ચીલી સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

    આ પણ વાંચો - નાના-મોટા સૌ કોઈને દાઢે વળગે તેવા, સ્પાઈસી 'ટામેટાં-ડુંગળીના પરાઠા'

    આ પણ વાંચો - કામાખ્યા દેવીને આજથી શરૂ થશે પીરિયડ્સ, આ મેળામાં દુનિયાભરથી આવશે તાંત્રિક
    Published by:Bansari Shah
    First published: