Home /News /lifestyle /

ગરમીમાં તીખું-તળેલું ખાઈ માંદા પડવા કરતા, રોટલી સાથે ખાવ આ સ્વાદિષ્ટ 'ફ્રુટસનું અથાણું'

ગરમીમાં તીખું-તળેલું ખાઈ માંદા પડવા કરતા, રોટલી સાથે ખાવ આ સ્વાદિષ્ટ 'ફ્રુટસનું અથાણું'

    ગરમીમાં અથાણાં તો બનાવતા જ હશો. પણ આજે શીખો લો આ ફ્રુટસનું અથાણું બનાવવાની રીત...

    ફ્રુટસનું અથાણું બનાવવા માટેની સામગ્રી : 

    500 ગ્રામ સફરજન
    250 ગ્રામ મોટાં બોર
    250 ગ્રામ જામફળ ( ધોળકાના બીજ વગરનાં)
    લીંબુનો રસ
    100 ગ્રામ ખાંડેલી રાઈ
    50 ગ્રામ લીલી વરિયાળી
    મીઠું, તેલ, ગોળ, હળદર

    ફ્રુટસનું અથાણું બનાવવા માટેની રીત :

    સફરજનની છાલ કાઢી તેને સમારી લો. તેમાં મીઠું અને લીંબુનો રસ નાંખી હલાવી લો. જેથી બ્રાઉન કલર થાય નહિ. મોટાં બી વગરનાં જામફળને સમારી લો. થોડાં બી હોય તો ચપ્પુથી કાઢી નાંખવા. વધારે બી વાળા જામફળ હોય તો ન લેવાં. તેને બદલે કોઈ પણ સીઝન ફ્રુટ લઈ શકાય. મોટાં બોરને છોલી, તેના કટકા કરવા. ખાંડેલી રાઈને લીંબુના રસમાં ફીણી, તેમાં ફ્રુટ્સના કટકા તથા લીલી વરિયાળી નાંખી, હલાવી, બાઉલમાં ભરી, તાત્કાલિક વાપરવાનું અથાણું બનાવવું.

    આ પણ વાંચો: ઉનાળામાં બીમાર પડવા ન ઈચ્છતા હોવ, તો રોજ રાત્રે નાહવાની ટેવ પાડો

    આ પણ વાંચો:  આ બીમારીથી જીવ જતો અટકશે, ફક્ત આ સમયે આટલું પાણી પી જાવ

    શિયાળામાં સફરજન સારાં, તાજા અને સસ્તાં મળે છે. જામફળ પણ થોડાં બી વાળાં મોટા મળે છે, એટલે શિયાળામાં આ અથાણું બનાવવું સુગમ પડે છે અને નવીનતા લાગે છે. પરંતુ ઉનાળામાં જામફળ બદલે કોઈપણ સીઝન ફ્રુટ્સનું અથાણું પણ બનાવી શકાય.

    આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીની પાતળી કમર પાછળ આ કારણ જવાબદાર, જાણો તેનો ગુપ્ત મંત્ર

    આ પણ વાંચો: જાણી લો તમારી ઉંમર પ્રમાણે કેટલા કલાક ઉંઘવું જરૂરી છે!

    આ પણ વાંચો:  પુરુષોની દાઢીમાં કુતરાના વાળ કરતા વધુ જોખમી બેક્ટેરિયા: રિસર્ચ
    Published by:Bansari Shah
    First published:

    Tags: Kitchen, અથાણા, ખોરાક, રેસીપી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन