મગજ માટે હાનિકારક છે કોબીજમાં રહેતો આ કીડો...

News18 Gujarati
Updated: March 25, 2019, 6:18 PM IST
મગજ માટે હાનિકારક છે કોબીજમાં રહેતો આ કીડો...

  • Share this:
મગજ માટે હાનિકારક છે કોબીજમાં રહેતો આ કીડો...

કોબીજમાં નીકળતા આ કીડાને ટેપવર્મ એટલે કે ફીતાકૃમિ કહેવામાં આવે છે.
આ ટેપવર્મ કીડા આંતરડામાં જઈને બ્લડ ફ્લોની સાથે શરીરના અન્ય અંગો કે માથામાં પહોંચી શકે છે. તે ઘણું જ સૂક્ષ્મ હોય છે.

આપણને નરી આંખે નથી દેખાતા. શાકને સરખી રીતે બાફી કે રાંધવા પર તે મરી શકે છે. આ કીડા જાનવરોના મળમાં પણ જોવા મળી શકે છે.

ટેપવર્મ વરસાગના પાણી કે અન્ય કારણોસર જમીનમાં ઉતરે છે. તેમજ કાચા શાકભાજીના કારણે આપણામાં પ્રવેશે છે.

પેટમાં પહોંચીને આ કીડા આંતરડામાં જઈને બ્લડ ફ્લોની સાથે નસો દ્વારા મગજમાં પ્રવેશે છે. તેની લાળ મગજને ગંભીર નુક્સાન પહોંચાડે છે.ટેપવર્મથી થતું ઈન્ફેક્શન 'ટૈનિએસિસ' કગેવાય છે. શરીરમાં પ્રવેશ બાદ આ કીડા ઈંડા આપે છે. જેનાથી શરીરમાં નુક્સાન ફેલાવા લાગે છે.

આ કીડા લીવરમાં પહોંચીને સિસ્ટ બનાવે છે, જેનાથી પરૂ બને છે. તે આંખોની અંદર પણ આવી શકે છે.

આ કીડા મગજમાં જવાથી દોહરા પડી શકે છે. શરૂઆતમાં કોઈ લક્ષણ નથી દેખાતા. પરંતુ માથાનો દુખાવો, થાક, વિટામીનની ઊણપના લક્ષણો દેખાય છે.

કીડાના કારણે મગજમાં ઈંડાનું પ્રેશુ વધવાથી મગજ કામ કરવાનું બંધ કરી દે છે.

 
First published: March 25, 2019, 6:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading