ભોજનમાં ઘરે જ બનાવો સૌ કોઈને ભાવતી 'ટેન્ગી પોટેટો વેજ. ફ્રેન્કી'

  • Share this:
    સામગ્રી :

    3 કપ મેંદો
    4 બાફેલા બટાકા
    4 બ્રેડની સ્લાઈસ
    કોબીજ
    ડુંગળી
    કેપ્સિકમ
    ટામેટાં
    આદુ-મરચા-લસણની પેસ્ટ
    ગરમ મસાલો
    ધાણાજીરૂ
    મરચું
    ટોસ્ટનો પાવડર
    ચીઝ
    તેલ
    ટામેટા સોસ

    બનાવવાની રીતઃ
    સૌપ્રથમ બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું અને તેલ નાંખી લોટ બાંધી અડધી કલાક રહેવા દો.
    મસાલો બનાવવા માટે - બાફેલા બટાકાને ક્રશ કરી તેમાં બ્રેડને પલાળી નીતારીને બટાકાનાં માવામાં મિક્સ કરી લો. પછી તેમાં આદું-મરચાં-લસણની પેસ્ટ, ગરમ મસાલો, ધણાજીરૂ, મરચું, મીઠું બધું નાંખીને મિક્સ કરી લો. પછી તૈયાર કરેલા બટાકાના મિશ્રણમાંથી રોલ તૈયાર કરો. હવે મેંદાના લોટની રોટલી વણી અને તેને શેકી લો. ત્યાર બાદ રોટલી પર બટર અને ટામેટાનો સોસ લગાવી, વચ્ચે રોલ મૂકી ઉપર ડુંગળી, કોબીજ, ટામેટાં, કેપ્સિકમ મૂકીને તેમાં ચીઝ છીણીને રોટલીનો બંને બાજુથી રોલ બનાવી ગરમા ગરમ મેયોનીઝ સાથે સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published: