ઝટપટ બનાવો "તંદુરી પનીર ટીકા ફ્રેન્કી"

 • Share this:
  તંદુરી પનીર ટીકા ફ્રેન્કી બનાવાની રીત

  સામગ્રી

  2 કપ પનીર ના નાના ટુકડા કરેલા
  1 કપ કાંદા જીણા સમારેલા
  1 કપ સીમલા મરચા જીણા સમારેલા
  1 કપ ટમેટા જીણા સમારેલા (વચે નો રસ કાઢી નાખેલા )
  1 ટેબલ સ્પૂન તેલ
  1/4 કપ દહીં જેરી લીધેલું
  1 ચમચી મરચુ
  1/4 ચમચી હળદર
  1/2 ચમચી આદુ ની પેસ્ટ
  1/4 ચમચી લસણ ની પેસ્ટ
  1/4 ચમચી ચણા નો લોટ

  • તંદુરી બનાવાની સામગ્રી :

  2 કપ મેંદો
  1 ટેબલ સ્પૂન કોનફ્લોર
  1/2 ચમચી સોડા બાય કાર્બ
  1/2 ટેબલ સ્પૂન માખણ
  મીઠું સ્વાદ અનુસાર

  • પનીર ટીકા બનાવાની રીત :

  સૌ પહેલા ગેસ ઉપર એક નોનસ્ટીક પેન માં પનીર અને ટમેટા ને નાખો .ધીરેથી 2 મિનીટ માટે હલાવો .તેને ઠંડુ કરવા બાજુ પર રાખો .
  પેન માં તેલ મૂકી ને કાંદા ,સીમલા મરચા ,દહીં ,મરચું હળદર ,આદુ લસણ ની પેસ્ટ ,ચાટ મસાલો,કસુરી મેથી ,ગરમ મસાલો ,મીઠું નાખી ને 5 મિનીટ હલાવો .ત્યાર બાદ પનીર અને ટમેટા તેમાં નાખી ને બધું મિક્ષ કરો .

  • તંદુરીની રીત :

  લોટ માં મીઠું ,કોન્ફલોર ,અને સોદા બાય કાર્બ મેળવી લોટ ચાડી નાખો .લોટ માં માખણ નાખી ને પાણી થી તેનો કણક બનાવો .
  તેને સારી રીતે મસળી ઢાકી ને 1/2 કલાક બાજુ એ રાખો.
  ત્યાર બાદ ફરી તેને મસળી ને જેટલું પાતળું વણાય તેટલું વાણી ને તવા ઉપર શેકી ને બાજુમાં રાખો .
  જયારે પીરસવાનો સમય થાય ત્યારે રોટી ની વચ્ચે પનીર ટીકા પાથરી ને તેને રોલ ની જેમ વાળી લો.
  તવા ઉપર તેલ ની મદદ થી બંને બાજુ શેકી ને ગરમ ગરમ પીરસો .
  ઘઉં નો લોટ પણ તમે વાપરી શકો છો .
  નોનસ્ટીક પેન માં તેલ નાખ્યા વગેર પણ તમે બને બાજુ થી શેકી શકો છો .
  Published by:Bansari Shah
  First published: