Home /News /lifestyle /શું તમારા દાઢીના વાળ સફેદ થઈ ગયા છે? અપનાવો આ ઉપાય

શું તમારા દાઢીના વાળ સફેદ થઈ ગયા છે? અપનાવો આ ઉપાય

અપનાવો આ ઉપાય

Lifestyle Story: સફેદ વાળ હોવા તે ખૂબ જ સામાન્ય વાત છે. માથાના વાળ સફેદ હોય તેની સાથે સાથે દાઢીના વાળ સફેદ તે એક સામાન્ય બાબત છે. નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય તો તેના કારણે તમારો લુક ખરાબ થઈ જાય છે.

    સફેદ વાળ હોવા તે ખૂબ જ સામાન્ય વાત છે. માથાના વાળ સફેદ હોય તેની સાથે સાથે દાઢીના વાળ સફેદ તે એક સામાન્ય બાબત છે. નાની ઉંમરે વાળ સફેદ થઈ જાય તો તેના કારણે તમારો લુક ખરાબ થઈ જાય છે. ઉપરાંત તમારો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ જાય છે. ખરાબ લાઈફ સ્ટાઈલ, પોષકતત્વોની ઊણપને કારણે આ સમસ્યા થઈ શકે છે. આજકાલ દાઢી રાખવી એક ફેશન બની ગઈ છે. જો તમે પણ દાઢી રાખવાના શોખીન છો અને તમારા વાળ સફેદ થઈ ગયા છે, તો તમારે આ ઘરેલું ઉપાય અજમાવવા જોઈએ, જે તમારા વાળને કાળા કરવામાં મદદ કરશે.

    દાઢીના વાળ કાળા કરવાના ઘરેલુ નુસ્ખા


    નારિયેળ તેળ અને મીઠા લીમડાનો ઉપયોગ કરીને દાઢીના વાળ કાળા કરી શકાય છે. આ મિશ્રણને ધીમા ગેસે ઉકાળી લો અને તેલ ઠંડુ થવા દો. ત્યારબાદ આ તેલ દાઢી પર લગાવો અને 5 મિનિટ સુધી રહેવા દો. નિયમિતરૂપે આ મિશ્રણનો ઉપયોગ કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

    આ પણ વાંચો: પતિને આ 5 ગુણો ધરાવતી પત્ની ગમે છે, આટલી બાબતોનો રાખે છે આગ્રહ

    આ રીતે દાઢીના વાળ કાળા કરી શકાય


    લીંબુનો રસ, મહેંદી, વિનેગર અને નારિયેળ તેલનો ઉપયોગ કરીને દાઢીના વાળ કાળા કરી શકાય છે. આ મિશ્રણ વાળમાં લગાવવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. એક કપ મહેંદીમાં એક ચમચી શિકાકાઈ પાઉડર, લીંબુનો રસ, અડધી ચમચી નારિયેળ તેલ અને દહીં નાખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ દાઢીના વાળ પર લગાવી દો અને સૂકાઈ ગયા બાદ ધોઈ નાખો.

    આ પણ વાંચો: શા માટે થાય છે એસિડિટી? આ સમસ્યાથી રાહત અપાવશે આ ઘરેલું ઉપચાર અને સુપરફૂડ

    અપનાવો આ ઘરેલું ઉપાય


    પ્રાચીન સમયથી વાળ માટે નારિયેળ તેલ અને આમળાનો ઉપયોગ કરવામાં આવે છે. એક ચમચી નારિયેળ તેલ અને એક ચમચી આમળાના તેલને બેથી ત્રણ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ આ તેલ ઠંડુ થવા દો. તેલ ઠંડુ થઈ ગયા બાદ તેને દાઢી પર લગાવી લો. 15 મિનિટ સુધી આ તેલ લગાવી રાખો અને ત્યારબાદ ધોઈ નાખો.

    દાઢીના વાળ કાળા કરી શકાય


    તલનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. વાળને પ્રાકૃતિક રીતે કાળા કરવા માટે પણ તલનો ઉપયોગ કરવો તે વાળ માટે લાભકારક છે. તે માટે આખી રાત કાળા તલ પાણીમાં પલાળીને રાખો. બીજા દિવસે સવારે તેની પેસ્ટ બનાવી દો. આ પેસ્ટ દાઢી પર લગાવો અને સુકાઈ ગયા બાદ દાઢી સાફ કરી દો.
    First published:

    Tags: Lifestyle, Lifestyle gujarati news, Lifestyle News, Lifestyle જીવનશૈલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन