શિયાળો હોય કે ઉનાળો ફળોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે અપનાવો આ Tips

પ્રતિકાત્મક તસવીર

ઘણા લોકો ફ્રુટના શોખીન હોવાથી તેઓ ઓફિસમાં પણ ફ્રુટ લઈ જાય છે. પરંતુ લાંબા સમય સુધી ડબ્બામાં રાખવાથી તે ખરાબ થઈ જાય છે. જેથી અમે આપને કેટલીક ટ્રીક બતાવીએ કે જેનાથી તમે લાંબા સમય સુધી ફ્રુટને રાખી શકો છો.

 • Share this:
  લાઈફસ્ટાઈલ ડેસ્કઃ શિયાળો હોય કે ઉનાળો હોય લોકોને ફ્રુટ (Fruits) ખાવાનું અથવા તો જ્યુસ પીવાનું વધારે પસંદ હોય છે. ફળો ખાવાથી સ્વાસ્થ્ય પણ વધારે સારું રહે છે. પરંતુ ફ્રુટને લાંબા સમય સુધી રાખવા મુશ્કેલ બની જાય છે. (Kitchen tips)

  જો કે ઘણા લોકો ફ્રુટના શોખીન હોવાથી તેઓ ઓફિસમાં પણ ફ્રુટ લઈ જાય છે. (lifestyle) પરંતુ લાંબા સમય સુધી ડબ્બામાં રાખવાથી તે ખરાબ થઈ જાય છે. જેથી અમે આપને કેટલીક ટ્રીક બતાવીએ કે જેનાથી તમે લાંબા સમય સુધી ફ્રુટને રાખી શકો છો.

  ફ્રુટને તાજા રાખવાની ટિપ્સ:

  બરફવાળું પાણી:
  સમારેલાં ફ્રૂટને ડબ્બામાં બંધ કરી દો અને પછી તેને બરફવાળા પાણીમાં રાખવા. આવું કરવાથી 3-4 કલાક સુધી સમારેલાં ફ્રૂટ તાજા રહેશે.

  લીંબુનો રસ:
  ફ્રૂટને સમારી લીધા પછી તેનાં પર લીંબુનો રસ છાંટવો ત્યાર બાદ તેને તેને ફ્રિઝમાં સ્ટોર કરો. તેનાથી ફ્રૂટ આખો દિવસ તાજા રહેશે અને તેનો કલર પણ નહીં બદલાય

  સાઈટ્રિક એસિડ પાવડર:
  ફ્રૂટને સમારી લીધા પછી તેના પર સાઈટ્રિક એસિડ પાવડર લગાવો. તેનાથી ફળનો સ્વાદ, સુંગઘ અને ફ્રેશ રહેશે.

  એલ્યુમિનિયમ ફોયલ:
  જો તમે ફ્રૂટને ઓફિસમાં લઈ જવા માટે પેક કરતા હોય તો તેને એલ્યુમિનિયમ ફોયલમાં પેક કરો. તેના પછી તેમાં નાના-નાના હોલ કરી દો. તેનાથી ફ્રૂટની સુંગધ પણ નહીં જાય અને તે એકદમ ફ્રેશ રહેશે.
  Published by:ankit patel
  First published: