Home /News /lifestyle /60 વર્ષ પછી સ્ટાઇલીશ દેખાવા ફોલો કરો આ ટીપ્સ, સુંદર દેખાશો અને વધતી ઉંમર છુપાઇ જશે

60 વર્ષ પછી સ્ટાઇલીશ દેખાવા ફોલો કરો આ ટીપ્સ, સુંદર દેખાશો અને વધતી ઉંમર છુપાઇ જશે

આ રીતે વધતી ઉંમરને છુપાવો

Skin Care Tips for Older Women: જેમ ઉંમર વધે એમ જવાબદારી પણ વધતી જાય છે. જવાબદારીઓ વધવાને કારણે મહિલાઓ પોતાના પર ધ્યાન બહુ ઓછુ આપી શકે છે જેના કારણે વધતી ઉંમરની સૌથી મોટી અસર સ્કિન પર દેખાય છે. આ કારણે સ્કિન પર કરચલીઓ પણ પડવા લાગે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક છોકરીઓને પોતાની ઉંમર વધે એમ સ્માર્ટનેસમાં છવાઇ જવું હોય છે. છોકરીઓને પોતાની ઉંમર બતાવવી ગમતી હોતી નથી. આમ, જો વાત કરીએ તો 60 વર્ષ પછી દરેક વ્યક્તિને પોતાની ઉંમર દેખાતી શરૂ થઇ જાય છે. આ સાથે જ ફેસ પર કરચલીઓ પડવા લાગે છે અને સ્કિન પણ ઘરડી દેખાવા લાગે છે. આ સાથે જ ઉંમર વધવાની સાથે-સાથે જવાબદારીઓમાં પણ વધારો થતો હોય છે. સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી મહિલાઓ પોતાના પર ધ્યાન આપવાનું ઓછુ કરી દે છે. આમ, જ્યારે 60 વર્ષ પછી તમારે કોઇ પાર્ટીમાં જવું છે તો તમે એક્ટ્રેસ નીના ગુપ્તાના આઇડિયા લઇ શકો છો.  નીના ગુપ્તા અનેક એક્ટ્રેર્સને ખૂબસુરતીમાં પછાડી દે છે. તો જાણો આ આઇડિયા વિશે...

    આ પણ વાંચો: ગરબા રમ્યા પછી માત્ર 2 મિનિટ આ તેલથી કરો માલિશ

    સાડી લુક


    તમે તમારી વધતી ઉંમરમાં ડાર્ક કલરની સાડી પહેરો છો તો તમારો વટ પડી જાય છે. ડાર્ક કલરની સાડીમાં તમારી ઉંમર દેખાતી ઓછી થઇ જાય છે. ઘણાં લોકો ઉંમર થાય એટલે ડાર્ક કલરના કપડા પહેરતા હોતા નથી. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.

    પ્લાઝો સેટ


    ઉંમર ભલે વધે પરંતુ તમે તમારા લુકમાં ચાર ચાંદ લગાવવા માટે પ્લાઝો સેટ પણ પહેરી શકો છો. આમાં તમે અલગ કલરનું પણ કોમ્બિનેશન કરી શકો છો.પ્લાઝો સેટ તમને કંઇક અલગ જ લુક આપે છે. તમારી હાઇટ વધારે છે તો તમારા માટે આ સૌથી બેસ્ટ છે.

    આ પણ વાંચો:  શું ચોખા ખાવાથી ડાયાબિટીસ થાય છે?

    ઓફ શોલ્ડર ડ્રેસ


    ઉંમર વધે એટલે લોકો ફેશનને સાઇડમાં મુકી દેતા હોય છે. પરંતુ જો તમે લેટેસ્ટ ફેશનને ફોલો કરો છો તો તમારો વટ પડી જાય છે. આ સાથે જ તમારી વધેલી ઉંમર પણ દેખાતી નથી. આમ, તમારા માટે સૌથી બેસ્ટ ઓફ શોલ્ડર ડ્રેસ છે. આ ડ્રેસમાં તમને વધતી ઉંમરમાં પણ સેક્સી લુક મળે છે.


    સ્ટનિંગ લુક


    તમારા ઘરમાં કોઇના લગ્ન છે અને તમે વધતી ઉંમરમાં પણ મસ્ત દેખાવા ઇચ્છો તો સ્ટનિંગ લુક તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ લુકમાં તમારો વટ પડી જાય છે. આમાં તમે ડાર્ક કે લાઇટ કલરની સાડી પહેરીને સિમ્પલમાં સ્ટાઇલીશ દેખાઇ શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Beauty care, Life Style News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन