Home /News /lifestyle /ગરબા રમ્યા પછી વાળમાં થતા પરસેવાને આ રીતે કરો દૂર, નહીં તો ડ્રાય થઇ જશે અને હેર ખરવા લાગશે

ગરબા રમ્યા પછી વાળમાં થતા પરસેવાને આ રીતે કરો દૂર, નહીં તો ડ્રાય થઇ જશે અને હેર ખરવા લાગશે

નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા બાદ ભૂખ લાગે તો ચિંતા નહીં

Hair care tips: નવરાત્રીમાં ગરબા રમ્યા પછી વાળ બહુ ખરાબ થઇ જતા હોય છે. વાળમાં પરસેવો થવાને કારણે હેર ડેમેજ થવા લાગે છે અને સાથે ડ્રાય પણ થઇ જાય છે. આમ, જો તમે નવરાત્રીમાં ગરબા રમ્યા પછી વાળની કેર કરતા નથી તો વાળ ખરવા લાગે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજે ત્રીજુ નોરતુ છે ત્યાં અનેક ખેલૈયાઓ દરરોજ સજીધજીને મસ્ત ટ્રેડિશનલ કપડા પહેરીને ગરબે ઘુમતા હોય છે. ખેલૈયાઓ જ્યારે ગરબા રમે ત્યારે એ જોવાની પણ એક મજા હોય છે. આમ, જો વાત કરીએ તો ગરબા રમ્યા પછી સૌથી ખરાબ હાલત વાળની થતી હોય છે. આ માટે વાળની કેર કરવી ખૂબ જરૂરી છે. ગરમા રમતી વખતે વાળમાં પણ પરસેવો થતો હોય છે. આ પરેસેવાને કારણે વાળ બહુ ખરાબ થઇ જાય છે. જો તમે પછી વાળની કેર કરતા નથી તો હેર ફોલ જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. આ માટે જરૂરી છે ગરબા રમ્યા પછી વાળની કેર કરવી. તો જાણો કેવી રીતે રાખશો વાળની કાળજી.

    હેર પેક


    નવરાત્રીમાં પરસેવાના કારણે વાળ ખરાબ થઇ જાય છે ત્યારે તમે અઠવાડિયામાં કોઇ પણ ઘરેલું હેર પેક બે વાર લગાવો. હેર પેક લગાવવાથી વાળને પોષણ મળે છે અને સાથે તૂટતા વાળ પણ બંધ થઇ જાય છે. પરસેવાને કારણે વાળ ડ્રાય થઇ જાય છે. આ માટે તમારે હેર પેક લગાવવો ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો: પગમાં બહુ થાય છે દુખાવો? ચાલવામાં પડે છે તકલીફ?

    હેર ઓઇલ


    ઘણાં લોકો નવરાત્રીમાં વાળમાં તેલ નાંખતા હોતા નથી. જો તમને પણ હેર ઓઇલ નાંખવાની આદત નથી તો તમારી આ સૌથી મોટી ભૂલ છે. તમે જ્યારે પણ ગરબા રમીને ઘરે આવો ત્યારપછી વાળમાં તેલ નાંખી દો અને પછી બીજા દિવસે હેર વોશ કરી લો. આમ કરવાથી તમારા વાળ ડેમેજ ઓછા થાય છે અને સાથે સિલ્કી પણ રહે છે.

    આ પણ વાંચો: શું દીપિકાને એરિદમિયા હાર્ટની બીમારી છે?

    હેર વોશ કરો


    નવરાત્રીમાં ઘણાં લોકો બે દિવસે એક વાર હેર વોશ કરતા હોય છે. જો તમે પણ આવી રીતે હેર વોશ કરો છો તો તમારે હવે ચેન્જ લાવવાની જરૂર છે. તમે રોજ ગરબા રમવા જાવો છો તો એના બીજા દિવસે જ્યારે સ્નાન કરવા બેસો ત્યારે ખાસ કરીને હેર વોશ કરી લો. આમ કરવાથી વાળમાં લાગેલી ગંદકી દૂર થાય છે અને સાથે ધૂળ-માટી પણ નિકળી જાય છે.


    કન્ડિશનર કરો


    નવરાત્રીમાં હેર વોશ કર્યા પછી કન્ડિશનર જરૂર કરો. કન્ડિશનર કરવાથી વાળ સિલ્કી થાય છે જેના કારણે ડ્રાયનેસ ઓછી થવા લાગે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Hair care, Hair Care tips, Navratri 2022, Navratri Tradition, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन
    विज्ञापन