Home /News /lifestyle /

Kidney Stone Symptoms: પેટમાં દુ:ખાવા સહિત આ 8 તકલીફો વારંવાર થાય તો કિડનીમાં હોય શકે છે પથરી

Kidney Stone Symptoms: પેટમાં દુ:ખાવા સહિત આ 8 તકલીફો વારંવાર થાય તો કિડનીમાં હોય શકે છે પથરી

Symptoms of kidney stones: કિડની સ્ટોન એટલે કે, કિડનીમાં પથરી થવી. આ પથરી ક્ષાર અને મિનરલ્સથી બનેલ હાર્ડ પત્થર જેવી હોય છે. શરૂઆતમાં આ પથરી એક દાણા જેટલી નાની હોઈ શકે છે. આગળ જઈને આ સમસ્યા મોટી થઈ શકે છે. કિડનીમાં પથરી થાય તો વ્યક્તિના યુરિન માર્ગથી લઈને બ્લેડર સુધી અસર થાય છે.

Symptoms of kidney stones: કિડની સ્ટોન એટલે કે, કિડનીમાં પથરી થવી. આ પથરી ક્ષાર અને મિનરલ્સથી બનેલ હાર્ડ પત્થર જેવી હોય છે. શરૂઆતમાં આ પથરી એક દાણા જેટલી નાની હોઈ શકે છે. આગળ જઈને આ સમસ્યા મોટી થઈ શકે છે. કિડનીમાં પથરી થાય તો વ્યક્તિના યુરિન માર્ગથી લઈને બ્લેડર સુધી અસર થાય છે.

વધુ જુઓ ...
    કિડની મનુષ્યના શરીરનું સૌથી જરૂરી અંગ છે. કિડની લોહીને ફિલ્ટર (Kidney working) કરવાનું કામ કરે છે. કિડનીથી બ્લડ ફિલ્ટરેશન દરમિયાન સોડિયમ, કેલ્શિયમ તથા અન્ય મિનરલ્સ નાના કણ રૂપે યૂરેટરથી બ્લેડર સુધી પહોંચે છે. જે યુરિનની મદદથી શરીરની બહાર નીકળી જાય છે. જો કિડનીમાં કોઈપણ પ્રકારનું ડેમેજ (Kidney damage) થાય તો વ્યક્તિએ અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં હવે કિડનીમાં પથરી (Kidney stone)ના કેસ વધી રહ્યા છે.

    કિડની સ્ટોન શું હોય છે?

    કિડની સ્ટોન એટલે કે, કિડનીમાં પથરી થવી. આ પથરી ક્ષાર અને મિનરલ્સથી બનેલ હાર્ડ પત્થર જેવી હોય છે. શરૂઆતમાં આ પથરી એક દાણા જેટલી નાની હોઈ શકે છે. આગળ જઈને આ સમસ્યા મોટી થઈ શકે છે. કિડનીમાં પથરી થાય તો વ્યક્તિના યુરિન માર્ગથી લઈને બ્લેડર સુધી અસર થાય છે.

    આ પણ વાંચો:  Health Tips: કિશમિસ જેવી મુનક્કાનું દૂધ સાથે કરો સેવન, શરીરને થશે ચમત્કારિક લાભ

    જો આ પથરી કિડનીમાંથી નીકળીને યૂરેટરમાં ફંસાઈ જાય તો વ્યક્તિને ખૂબ જ દુ:ખાવો થાય છે, જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. કિડનીમાં પથરી થાય તો કેવા લક્ષણો જોવા મળે છે? તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    કિડની સ્ટોનના લક્ષણ

    • અચાનક કમર અથવા પેટમાં ખૂબ જ દુ:ખાવો થવો તે કિડની સ્ટોનનો સંકેત હોઈ શકે છે. મોટાભાગે આ દુ:ખાવો પાંસળીઓની નીચે થાય છે.

    • યૂરિન પાસ કરવામાં સમસ્યા પણ કિડની સ્ટોન હોવાનું લક્ષણ હોઈ શકે છે. કિડનીમાં પથરી હોય તો વ્યક્તિને પેશાબ કરતા સમયે ખૂબ જ દુ:ખાવો થાય છે અથવા બળતરા થાય છે.

    • કિડની સ્ટોનના સૌથી મોટા લક્ષણની વાત કરવામાં આવે તો પેશાબમાંથી લોહી આવે છે. પેશાબમાં લોહી આવે તો તાત્કાલિક ડોકટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ.

    • વારંવાર ઉલ્ટી થવી તે પણ કિડની સ્ટોન હોવાનું લક્ષણ છે.

    • જો તમને સખત તાવની સાથે શરદી થાય તો તે કિડનીમાં પથરી હોવાનો સંકેત છે.

    • પથરી ઘણી વાર યૂરેટરમાં ફંસાઈ જાય છે, જેના કારણે પેશાબ ઓછો આવે છે અને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. જો તમને પણ આ પ્રકારે થઈ રહ્યું હોય તો તમારે તાત્કાલિક ડોકટર પાસે તેની તપાસ કરાવવી જોઈએ.

    • જો તમારા હાથ પગમાં સોજા આવે તો તે પણ કિડનીમાં પથરી હોવાનું લક્ષણ છે.

    • વારંવાર થાક લાગવો તે પણ કિડનીની બિમારીનું લક્ષણ હોઈ શકે છે.


    આ પણ વાંચો:  લાંબા અને ઘટાદાર વાળ માટે ઘરે જ બનાવો નારિયેળ તેલનું શેમ્પૂ , આ રહી સરળ રીત
    First published:

    Tags: Lifestyle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन