જો જણાય આટલા સંકેત તો સમજી લો કે 'હવે તમારે વધુ ઉંધની છે જરૂર'
જો જણાય આટલા સંકેત તો સમજી લો કે 'હવે તમારે વધુ ઉંધની છે જરૂર'
જો જણાય આટલા સંકેત તો સમજી લો કે 'હવે તમારે વધુ ઉંધની છે જરૂર'
Symptoms of incomplete sleep: જો તમે પૂરતા પ્રમાણમાં બરાબર ઉંધ નથી લેતા તો તમારા સ્વાસ્થય પર તેની વિપરીત અસર પડે છે.. આજે આપણે અહી એવા સંકેતો વિશે વાત કરીશું કે જેમાં તે સાબિત થાય છે કે હવે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ઊંધની જરરૂ છે.
Symptoms of incomplete sleep: સરસ ઉંધ એ સ્વસ્થ અને તંદુરસ્ત સ્વાસ્થયની નિશાનની છે. જો સારી રીતે પૂરતા પ્ર્માનમાં ઊંઘ ન લેવામાં આવે તો તેની સ્વાસ્થય પર ખુબજ ગંભીર અસર પણ પડી શકે છે અને મોટી મોટી બીમારીઓનો શિકાર પણ લોકો થઈ જતાં હોય છે. (Side Effect of incomplete sleep) ઘણા લોકોને મોડે સુધી જાગવાની ટેવ હોય છે અને પછી બીજા દિવસે પૂરતી ઊંઘ ન થવાના કારણે ઘણી સમસ્યાઓથી પીડાય છે. જ્યારે શરીરને પૂરતી ઊંઘ નથી મળતી ત્યારે તે પોતાની મેળે જ સંકેતો આપવા લાગે છે. કદાચ તમને સવારે ઉઠવામાં તકલીફ પડતી હોય અથવા તમે વારંવાર બીમાર પડવા લાગો. તો આજે આપણે આ લેખમાં અમે તમને એવા જ કેટલાક સંકેતો વિશે જણાવી રહ્યા છીએ, જે દર્શાવે છે કે તમારે હવે વધારે ઊંઘ લેવાની જરૂર છે
જો તમને પૂરતી ઊંઘ જતી હોય છે તો, તો તમે સવારના અલાર્મ વિના પણ સમયસર જાગી જશો. પરંતુ જે લોકોને પૂરતી ઊંઘ નથી આવતી તેમને ઉઠવામાં તકલીફ પડે છે. ઉઠતા પહેલા અલાર્મના સ્નૂઝ બટનને વારંવાર સ્વાઈપ કરીને થોડી વધુ ઊંઘ લઈ લેવાની આદત સ્પષ્ટ સંકેત આપે છે કે તમારે હજુ વધુ ઊંઘ લેવાની જરૂર છે.
જો તમને કાર ચલાવતા નીંદર આવે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા શરીરને પૂરતી ઊંઘની જરૂર છે. અને તમારે કાર ડ્રાઇવિંગ કરતાં થોભી જવું જોઈએ. આમ થવાથી તમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘણા આવા કિસ્સામાં જોવા મળ્યું છે લોકો આવી રીતે કાર ડ્રાઈવ કરતાં હોય છે તો તેને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે.
કોફીનું સેવન
જ્યારે તમને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તે વ્યક્તિને ખૂબ થાક લાગે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ પોતાને વધુ સજાગ રાખવા માટે કેફીન પર નિર્ભર બની જાય છે. તમારા દિવસની શરૂઆત કરવા માટે એક કપ કોફી સારી છે, પરંતુ તમે જાગતા અને સજાગ રહેવા માટે આખો દિવસ કેફીનનું સેવન કરો છો, તેથી હવે તમારે કોફી છોડી દેવી જોઈએ અને સારી ઊંઘ લેવી જોઈએ.
વારંવાર ભૂલો થવી
પૂરતી ઊંઘ ન થવાને કારણે લોકો પોતાના કામ-કાજમાં ફોકસ કરી શકતા નથી. અને એકાગ્રતાના અભાવના કારણે નાની નાની વાતોમાં પણ વારંવાર ભૂલો થાય છે. જેથી જો તમે પણ આ દિવસોમાં તમારા કામમાં ઘણી બધી ભૂલો કરવાનું શરૂ કરી દીધું છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં પૂરતી ઊંઘ નથી આવી રહી. જો તમે પણ આ દિવસોમાં તમારા કામમાં ઘણી બધી ભૂલો કરવાનું શરૂ કરી દીધું છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં પૂરતી ઊંઘ નથી આવી રહી.
પૂરતી ઊંઘ ન થવાને કારણે લોકોનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે. અને લોકો વારંવાર બીમાર પડતાં પણ જણાય છે. ઘણા લોકોમાં આ સંકેત જોવા મળે છે. ખુશ રહેવા તેમજ તંદુરસ્ત રહેવા માટે પણ પૂરતી ઊંઘ જરૂરી છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર