Home /News /lifestyle /

તમારા પગમાં તો નથી ને આવા લક્ષણો? તો સમજી જવું કે વધી ગયું છે કોલેસ્ટ્રોલ

તમારા પગમાં તો નથી ને આવા લક્ષણો? તો સમજી જવું કે વધી ગયું છે કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પગમાં તેના લક્ષણો જોવા મળે છે (પ્રતિકાત્મક ફોટો)

Symptoms of high cholesterol in legs: એક સ્ટડી અનુસાર, કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પગમાં તેના લક્ષણો જોવા મળે છે. કોલેસ્ટ્રોલ આપણા લોહીમાં વહે છે. કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી રક્ત વાહિનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, જેનાથી હ્રદય સુધી બ્લડ ફ્લો ખૂબ ઓછો થઈ જાય છે. જેના કરણે હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

વધુ જુઓ ...
    Symptoms of High Cholesterol: કોલેસ્ટ્રોલ (Cholesterol) આપણા લોહીમાં વેક્સ પદાર્થ જેવું હોય છે. કોલેસ્ટ્રોસ બે પ્રકારના હોય છે. આપણા શરીર માટે કોલેસ્ટ્રોલ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કોલેસ્ટ્રોલના કારણે હ્રદય રોગ તથા અન્ય બિમારીઓ થવાનું જોખમ વધી જાય છે. જેને હાઈ ડેંસિટી લિપોપ્રોટીન (HDL) અને લો ડેંસિટી લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલના નામથી ઓળખવામાં આવે છે. HDLને ગુડ કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે, જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. LDLને ખરાબ કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે, જેનાથી હ્રદય રોગ અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ ખૂબ જ વધી જાય છે.

    કોલેસ્ટ્રોલ આપણા લોહીમાં વહે છે. કોલેસ્ટ્રોલનું લેવલ વધવાથી રક્ત વાહિનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે છે, જેનાથી હ્રદય સુધી બ્લડ ફ્લો ખૂબ ઓછો થઈ જાય છે. જેના કરણે હ્રદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાના કોઈ સંકેત જોવા મળતા નથી, પરંતુ ક્યારેક ક્યારેક તેના સંકેત જોવા મળે છે.

    આ પણ વાંચો: કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને કસરત કરતા આવ્યો હાર્ટ એટેક, જીમ જતા લોકો ન કરશો આ ભૂલો

    એક સ્ટડી અનુસાર, કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પગમાં તેના લક્ષણો જોવા મળે છે. શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી પેરીફેરલ આર્ટરી ડિસીઝ (PAD) નામની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાને કારણે રક્ત વાહિનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે રક્ત વાહિનીઓ સંકોચાઈ જાય છે. જેનાથી હાથ અને પગમાં બ્લડ ફ્લો ખૂબ જ ઓછો થઈ જાય છે. પગ સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચી ના શકવાને કારણે ખૂબ જ દુખાવો થવા લાગે છે.

    પેરીફેરલ આર્ટરી ડિસીઝ (PAD)માં મુખ્ય સંકેતની વાત કરવામાં આવે તો પગનો રંગ બદલાઈ જાય છે. જો તમારા પગનો રંગ ધીરે ધીરે નીલો થઈ રહ્યો છે, તો તેનો અર્થ છે કે, પગમાં બ્લડનો ફ્લો ખૂબ જ ધીમો છે. જો યોગ્ય સમયે પેરીફેરલ આર્ટરી ડિસીઝનો ઈલાજ કરવામાં ના આવે તો તેનાથી ગંભીર સમસ્યા થઈ શકે છે.

    નબળાઈ લાગવી, શરીરના અંગોમાં દુખાવો થવો, હાથ પગ સુન્ન થઈ જવા, શરીરના અંગોમાં ફેરફાર થવો આ તમામ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કોલેસ્ટ્રોલ લેવલ પર ધ્યાન આપો અને તે વધે નહીં તેના પર ધ્યાન આપવું જરૂરી છે. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા થવી તે એક સામાન્ય બાબત છે, તમે અનેક પ્રકારે તેને ઠીક કરી શકો છો. હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી રાહત મેળવવા માટે ડાયટ પર અને લાઈફ સ્ટાઈલ પર ધ્યાન આપવું જરૂરી છે. તમે વધુમાં વધુ ફિઝીકલ એક્ટિવિટીઝ કરો તે જરૂરી છે.

    આ પણ વાંચો: ગરમ પાણીમાં આદુ નાંખીને પીવાના છે ઘણા ફાયદા, જાણો તેને બનાવવાની સરળ રીત

    કોલેસ્ટ્રોલ સંતુલિત રાખવા માટે પ્રોસેસ્ડ ફૂડ અને જે ફૂડમાં ફેટની માત્રા વધુ હોય તેવા ફૂડનું સેવન ના કરવું જોઈએ. તમે નટ્સ, ફ્રુટ્સ અને શાકભાજીને તમારી ડાયટમાં શામેલ કરી શકો છો અને રેડ મટનની જગ્યાએ ચીકનનું સેવન કરી શકો છો.
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन