Home /News /lifestyle /Heart attack: શરીરમાં જો જોવા મળે આવા ફેરફાર તો ન કરતાં નજર અદાજ, હોઇ શકે છે હાર્ટ એટેક

Heart attack: શરીરમાં જો જોવા મળે આવા ફેરફાર તો ન કરતાં નજર અદાજ, હોઇ શકે છે હાર્ટ એટેક

હાર્ટ એટેકનાં લક્ષણો

હાર્ટ એટેકના લક્ષણો વ્યક્તિ મુજબ અલગ અલગ હોય છે. કોઈ એક વ્યક્તિને પહેલા આવેલા હાર્ટ એટેક બાદ બીજી વખત આવેલાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય શકે છે. હાર્ટ એટેકનું સૌથી પ્રાથમિક લક્ષણ છાતીમાં દુ:ખાવો છે. છાતીમાં દબાણ, ભારેપણું અથવા ખેંચાણ જેવું અનુભવવા લાગે છે. આ અનુભવ માત્ર ડાબી બાજુ જ નહીં પરંતુ મધ્યમાં કે જમણી બાજુ પણ હોય શકે છે. આ દુ:ખાવો પેટના ઉપરના ભાગ તરફ જાય છે અને ક્યારેક તે ડાબા હાથ કે ખભા સુધી અનુભવાય છે. કેટલીક વખત જડબામાં અથવા તો દાંતમાં પણ દુ:ખાવો થઈ શકે છે. Causes of Heart attack: હાર્ટ એટેકના લક્ષણો વ્યક્તિ મુજબ અલગ અલગ હોય છે. કોઈ એક વ્યક્તિને પહેલા આવેલા હાર્ટ એટેક બાદ બીજી વખત આવેલાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય શકે છે. હાર્ટ એટેકનું સૌથી પ્રાથમિક લક્ષણ છાતીમાં દુ:ખાવો છે. છાતીમાં દબાણ, ભારેપણું અથવા ખેંચાણ જેવું અનુભવવા લાગે છે. આ અનુભવ માત્ર ડાબી બાજુ જ નહીં પરંતુ મધ્યમાં કે જમણી બાજુ પણ હોય શકે છે. આ દુ:ખાવો પેટના ઉપરના ભાગ તરફ જાય છે અને ક્યારેક તે ડાબા હાથ કે ખભા સુધી અનુભવાય છે. કેટલીક વખત જડબામાં અથવા તો દાંતમાં પણ દુ:ખાવો થઈ શકે છે.

વધુ જુઓ ...
    Heart Attack: તમારા હૃદય (Heart)માં લોહીના પ્રવાહને કોઈ વસ્તુ અવરોધે ત્યારે હૃદયને જરૂરી ઓક્સિજન (Oxygen) મળી શકતો નથી, પરિણામે હાર્ટ એટેક આવે છે. દર વર્ષે કરોડો લોકોને હાર્ટ એટેક (Heart attack) આવે છે. હાર્ટ એટેકને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન્સ (MI) પણ કહેવામાં આવે છે. માયો એટલે સ્નાયુ, જ્યારે કાર્ડિયલનો અર્થ હૃદય થાય છે અને ઇન્ફાર્ક્શન એટલે લોહીના પુરવઠાના અભાવને કારણે પેશીઓનો નાશ. આ પેશીઓનો નાશ તમારા હૃદયના સ્નાયુઓને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

    હાર્ટ એટેક આવવાના ઘણા કારણો (Causes of Heart attack) હોઈ શકે છે. જોકે, હૃદયની આ સમસ્યામાં ઘણી વાર સ્પષ્ટ ચેતવણી ચિહ્નો (Symptoms of heart attack) મળતા નથી. મોટાભાગના કેસમાં તમે મૂવીઝમાં જુઓ છો તેમ વ્યક્તિ સીધો ફ્લોર પર પડી જાય તે રીત હાર્ટ એટેક આવતો નથી. હાર્ટ એટેકના અમુક લક્ષણો છાતીમાં પણ મળતા નથી. જેથી શું થઈ રહ્યું છે તે કહેવું મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં હાર્ટ એટેક આવી ત્યારે કેવા પ્રકારના લક્ષણો જોવા મળી શકે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

    હાર્ટ એટેકના લક્ષણો વ્યક્તિ મુજબ અલગ અલગ હોય છે. કોઈ એક વ્યક્તિને પહેલા આવેલા હાર્ટ એટેક બાદ બીજી વખત આવેલાં હાર્ટ એટેકના લક્ષણો અલગ અલગ હોય શકે છે. હાર્ટ એટેકનું સૌથી પ્રાથમિક લક્ષણ છાતીમાં દુ:ખાવો છે. છાતીમાં દબાણ, ભારેપણું અથવા ખેંચાણ જેવું અનુભવવા લાગે છે. આ અનુભવ માત્ર ડાબી બાજુ જ નહીં પરંતુ મધ્યમાં કે જમણી બાજુ પણ હોય શકે છે. આ દુ:ખાવો પેટના ઉપરના ભાગ તરફ જાય છે અને ક્યારેક તે ડાબા હાથ કે ખભા સુધી અનુભવાય છે. કેટલીક વખત જડબામાં અથવા તો દાંતમાં પણ દુ:ખાવો થઈ શકે છે.

    આ પણ વાંચો- Health Tips: સાયનસનો દુખાવો પરેશાન કરી રહ્યો છે, એક્યુપ્રેશરની પોઇન્ટની મદદથી કરો ઇલાજ

    સ્ત્રીઓમાં હાર્ટ એટેકના કેવા લક્ષણો જોવા મળે છે?


    સ્ત્રીઓ ઘણીવાર હાર્ટ એટેકના લક્ષણોને નાના ગણીને અવગણના કરે છે.

    - સ્ત્રીઓની છાતી અને સ્તનમાં દુ:ખાવો, શરીરના ઉપરના ભાગમાં એટલે કે ગરદન, પીઠ, દાંત, હાથ અને ખભાના હાડકામાં તીવ્ર દુખાવો થવો

    - ચક્કર આવવા, બેચેની લાગવી અથવા માથું ફરવું, ઉબકા, ઉલટી, પેટ ખરાબ થવું વગેરે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ દેખાય છે. આવુ ઘણીવાર જમણી ધમનીના અવરોધને કારણે થાય છે.

    - જડબામાં દુ:ખાવો એ સ્ત્રીઓમાં હાર્ટ એટેકના મુખ્ય લક્ષણોમાંનું એક છે. કારણ કે જડબાના નજીકની ચેતા તમારા હૃદયમાંથી બહાર આવે છે. આ દુ:ખાવો થોડા થોડા સમય પછી થાય છે.

    - સ્ત્રીઓ શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી જેવી સમસ્યાનો સામનો કરે છે.

    - 55 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારોને કારણે અચાનક પરસેવો થવો ખૂબ જ સામાન્ય છે. જો કે, અચાનક પરસેવો આવવો એ પણ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.

    આ પણ વાંચો -Piles Problem: આ 9 વસ્તુઓનું નિયમિત સેવન મસાની સમસ્યા કરશે દૂર

    પુરુષોમા હાર્ટ એટેકના કેવા લક્ષણો જોવા મળે છે?


    પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણ મોટાભાગે સમાન જોવા મળે છે. જોકે, પુરુષોમાં હાર્ટ એટેકના આ લક્ષણો મુખ્ય હોય છે.

    - સતત નસકોરા મારવા અને સૂતી વખતે પૂરતો ઓક્સિજન ન મેળવી શકવો એ હાર્ટ એટેકના સંકેતો હોઈ શકે છે. ઊંઘ ન આવવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જેથી શક્ય તેટલી વહેલી તકે તેની સારવાર કરવી જોઈએ.

    - ચાલતી વખતે પગમાં દુ:ખાવો એ પણ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. ધમનીઓ સાંકડી થવાને કારણે અને લોહીના પ્રવાહમાં વિક્ષેપ થવાથી સાંધા, પેટ અને માથામાં ઓછું લોહી પહોંચે છે અને પગમાં લોહી ન આવવાને કારણે દુ:ખાવો થાય છે.

    - હાર્ટ એટેકના લક્ષણોમાં પેટમાં દુ:ખાવો અને પીઠના ઉપરના ભાગમાં દુઃખાવા જેવા પણ જોવા મળે છે.

    - ઘણા કેસમાં શરીરની ડાબી બાજુએ પીડાનો અનુભવ થયો હોવાનું પણ નોંધાયું છે. મોટાભાગે દુઃખાવો હંમેશા છાતીમાંથી શરૂ થાય છે અને બહારની તરફ જાય છે. પરંતુ એવા કેટલાક દર્દીઓ છે કે જેમને મુખ્યત્વે હાથનો દુ:ખાવો થયો હોય અને તેમને હાર્ટ એટેક હોવાનું બહાર આવ્યું હોય.

    - હાર્ટ એટેકમાં તમને ચક્કર આવી શકે છે. તમે તમારું સંતુલન ગુમાવી શકો છે અથવા એક ક્ષણ માટે બેભાન થયાનો અનુભવી થઈ શકે છે. તમારી પાસે ખાવા-પીવા માટે પૂરતું ભોજન ન હોય અથવા તમે એકાએક ઊભા થઈ ગયા હોવ તો આવી સ્થિતિ સર્જાઈ શકે છે.

    - તમને ભૂતકાળમાં સમસ્યા ન હોય પણ દાદરા ચડવું અથવા કારમાંથી વસ્તુઓ કાઢવી જેવા કોઈ કામ કર્યા પછી અચાનક થાક અનુભવો છો, તો તરત જ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Health Tips, Heart attack

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन