Home /News /lifestyle /

Heart Attack and Gas Pain: હાર્ટ એટેક અને ગેસના દુ:ખાવા વચ્ચેના તફાવતને ઓળખો, ભારે પડશે બેદરકારી

Heart Attack and Gas Pain: હાર્ટ એટેક અને ગેસના દુ:ખાવા વચ્ચેના તફાવતને ઓળખો, ભારે પડશે બેદરકારી

હાર્ટ એટેક અને ગેસના દુ:ખાવા વચ્ચેના તફાવતને ઓળખો

Symptoms Of Gas Pain And Heart Attack: ઘણી વખત લોકો હૃદયની સમસ્યાઓને ગેસનો દુ:ખાવો સમજી લે છે, જે જીવલેણ પરિણામો તરફ દોરી જાય છે. છાતીમાં દુ:ખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો થવો અને ગભરામણ થવી જેવા લક્ષણો ગેસના કારણે પણ થઈ શકે છે.

વધુ જુઓ ...
    Symptoms Of Gas Pain And Heart Attack: હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં તીવ્ર દુ:ખાવો (Chest pain) થાય છે, તેમજ દબાણ પણ આવે છે. ક્યારેક ગેસ કે અપચો હોય તો પણ છાતીમાં દુ:ખાવો (Gas pain) થઈ શકે છે. આવી સ્થિતિમાં મોટાભાગને છાતી થતાં દુ:ખાવા પાછળનો તફાવત (Difference between Gas Pain And Heart Attack) ખબર નથી હોતો.

    ઘણી વખત લોકો હૃદયની સમસ્યાઓને ગેસનો દુ:ખાવો સમજી લે છે, જે જીવલેણ પરિણામો તરફ દોરી જાય છે. છાતીમાં દુ:ખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ થવી, પરસેવો થવો અને ગભરામણ થવી જેવા લક્ષણો ગેસના કારણે પણ થઈ શકે છે.

    આ પણ વાંચો: જો જીભ આવી દેખાય તો સમજવું કે શરીરમાં છે આ વસ્તુની ઘણી ઉણપ

    ગેસના દુ:ખાવા અને હાર્ટ એટેકના લક્ષણો વચ્ચે ઘણો તફાવત છે. તેને ઓળખવામાં ઘણીવાર લોકો ભૂલ કરી બેસે છે. કેટલીકવાર હાર્ટ એટેક અને છાતીના દુ:ખાવા વચ્ચેના તફાવત સમજવો જરૂરી હોય છે. છાતીની વચ્ચે જ ગેસનો દુ:ખાવો થાય છે અને હાર્ટ એટેક દરમિયાન છાતીમાં ડાબી બાજુ સખત દુ:ખાવો અને દબાણ આવે છે. જેથી ગેસના દુ:ખાવા અને હાર્ટ એટેકમાં શું તફાવત હોય છે તે જાણીએ.

    હાર્ટ એટેક એટલે શું?


    હેલ્થલાઈન મુજબ, હાર્ટ એટેક કોરોનરી આર્ટરી ડિસીઝના કારણે થાય છે. હૃદયની નસો સુધી લોહી ન પહોંચવાને તકલીફ પડે છે. હૃદયની કાર્ટિલેજમાં બ્લોકેજને કારણે હૃદયની કામગીરી ધીમી પડી જાય છે અને ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. હાર્ટ એટેક અચાનક આવે છે, જેના કારણે ઘણી વખત વ્યક્તિને સાજા થવાની તક પણ નથી મળતી. તેને કાર્ડિયાક અરેસ્ટ પણ કહેવામાં આવે છે.

    ગેસના દુ:ખાવા અને હૃદયરોગના હુમલા વચ્ચેનો તફાવત


    ગેસની તકલીફમાં છાતીમાં દુઃખાવો અને બળતરા થાય છે. જ્યારે હાર્ટ એટેકમાં છાતીની ડાબી બાજુ તીવ્ર દુ:ખાવો થાય છે. ખાલી પેટે ખાવાથી કે વધુ પડતું ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. જ્યારે હાર્ટની સમસ્યા કાર્ટિલેજમાં બ્લોકેજના કારણે પણ થઇ શકે છે

    ગેસ વધુ પડતા ધુમ્રપાન, ચા કે કોફીનું વધુ પડતા સેવનના કારણે થાય છે. જ્યારે હાઈ બ્લડપ્રેશર, ઓવરવેઈટ અને ડાયાબિટીસના કારણે હાર્ટ એટેક આવે છે.

    આ પણ વાંચો:  શું તમારો પાર્ટનર તમને આપી રહ્યો છે દગો? આ સંકેતો સમજી થઇ જાવ સાવધાન

    હૃદયરોગના હુમલાના લક્ષણો


    - ભારેપણું અથવા પીડા થવી

    - છાતીની ડાબી બાજુએ તીવ્ર પીડા

    - બંને હાથ અને ગરદનમાં દુ:ખાવો

    - ઠંડો પરસેવો આવવો

    - ચક્કર આવવા

    - શ્વાસ લેવામાં તકલીફ

    ગેસના દુ:ખાવાના લક્ષણો

    - પેટમાં દુ:ખાવો

    - પેટનું ફૂલવું

    - છાતીમાં બળતરા

    - એસિડ રિફ્લક્સ

    - છાતીમાં દુ:ખાવો
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Lifestyle, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन