ડિપ્રેશનના દર્દીઓમાં જોવા મળે છે આ લક્ષણો, જેને સામાન્ય ન ગણવા

ડિપ્રેશનનાં લક્ષ્ણો

ડિપ્રેશનની શરૂઆત મોટે ભાગે 20 થી 50 વર્ષની વચ્ચેની ઉંમરે થાય છે. આવો જાણીએ ડિપ્રેશનનાં લક્ષ્ણો..

 • Share this:
  ડિપ્રેશન એ બહુ મોટા પ્રમાણમાં જોવા મળતો એક ગંભીર રોગ છે. ડિપ્રેશન કોઇ પણ વ્યકિતને સ્ત્રી કે પુરૂષ, બાળક કે વૃદ્ઘ, શિક્ષિત કે અશિક્ષિત, ગરીબ, તવંગર કોઈને પણ થઇ શકે છે. ડિપ્રેશનની શરૂઆત મોટે ભાગે 20 થી 50 વર્ષની વચ્ચેની ઉંમરે થાય છે. આવો જાણીએ ડિપ્રેશનનાં લક્ષ્ણો..

  ડિપ્રેશનનાં લક્ષ્ણો :-

  ડિપ્રેશન રોગના દર્દીને સતત ઉદાસી લાગ્યા કરે છે.
  કોઇ જ વાતમાં તેમનું મન લાગતું નથી.
  નિરાશા, લાચારી, જલ્દી ગુસ્સો આવી જવો વગેરે લક્ષણો દેખાય છે.

  જો કોઈ વ્યક્તિને નીચે જણાવેલ લક્ષણો માંથી ચાર કે તેથી વઘારે લક્ષણઓ દેખાય તો હોય તો માનસિક રોગના નિષ્ણાંતની સારવાર લેવી જરૂરી છે.

  - ઊંઘની તકલીફ, ઊંઘ મોડી આવવી, વચ્ચે વચ્ચે આંખ ઉઘડી જવી, રોજ કરતાં બે-ત્રણ કલાક વહેલા ઊંઘ ઉડી જવી, તાજગીદાયક, ગાઢ ઊંઘ ન આવવી કે વઘારે પડતી ઊંઘ આવવી.
  - ભૂખ ન લાગવી કે વજન ઘટવુ.
  - મન ઉદાસ રહેવું, ગમતી પ્રવૃત્તિઓમાં મન ન લાગવું.
  - અશકિત-નબળાઇ લાગવી અને જલ્દી થાક લાગવો.
  - હું કંઇ કામનો નથી તેવી લઘુતાગ્રંથિ.
  - સતત નિરાશ રહેવું.
  - મે કંઇ ખોટું કર્યુ છે, મોટું પાપ કર્યુ છે અવી દોષિત હોવાની ખોટી લાગણી થવી.
  - એકાગ્રતાનો અભાવ, નિર્ણય લેવામાં તકલીફ.
  - એકલા બોલવું,ચાલવું કેવિચારતા રહેવું
  - સતત મરણના વિચારો, આપઘાતના વિચારો કે પ્રયત્ન કરવા.

  તો જો તમને પણ આવી કોઈ સમસ્યા રહેતી હોય તો જેટલું બને તેટલું તેનું નિદાન કરાવવું જરૂરી છે.

  વાછૂટના કારણે આવતી ગંધથી છૂટકારો જોઈએ છે? તો આ રીતે કરો દિવેલનો ઉપયોગ

  17 દિવસ ચાલે છે Xiaomiના આ સસ્તા ફોનની બેટરી, 8 જાન્યુઆરી સુધી મળશે મોટી છૂટ

  લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

  હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
  Published by:Bansari Shah
  First published: