Home /News /lifestyle /

Breast Cancer: કેમ થાય છે બ્રેસ્ટ કેન્સર? જાણો તેનાં લક્ષણો અને કારણ

Breast Cancer: કેમ થાય છે બ્રેસ્ટ કેન્સર? જાણો તેનાં લક્ષણો અને કારણ

બ્રેસ્ટ કેન્સરનાં લક્ષણો અને ટ્રિટમેન્ટ અંગે બધુ જ

Symptoms Of Breast Cancer: બ્રેસ્ટ કેન્સર થાય તો સ્તનમાં દુખાવો થાય છે, સ્તનના આકારમાં બદલાવ આવે છે, સ્તનની આસપાસની ત્વચા લાલ થઈ જાય છે, સ્તનના આસપાસના ભાગોમાં સોજો આવે છે. નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થાય છે અથવા લોહી નીકળે છે, નિપ્પલના આકારમાં ફેરફાર થવો, નિપ્પલની ત્વચા છોલાઈ જવી, હાથની નીચે સોજો આવવો. બ્રેસ્ટ કેન્સરમાં આ તમામ પ્રકારના લક્ષણો જોવા મળે છે.

વધુ જુઓ ...
    Breast cancer: બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhry) કેન્સર જેવી ગંભીર બિમારીનો સામનો કરી રહી છે. મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર (Breast cancer)થી પીડાઈ રહી છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher) ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં મહિમા ચૌધરી પોતાની બિમારી વિશે વાત કરી રહી છે. મહિમા ચૌધરી દર વર્ષે ફુલ બોડી ચેકઅપ કરાવતી હતી. તે સમયે ડોકટરે મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સરની તપાસ કરાવવા માટે સલાહ આપી હતી. આ રિપોર્ટ પરથી મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું હોવાનું સામે આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, મહિમા બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના સ્ટેજ પર છે.

    દરેક મહિલાને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો વિશે જાણકારી હોવી જોઈએ. જો સમયસર બ્રેસ્ટ કેન્સર વિશે ખબર પડી જાય તો તેનો ઈલાજ પણ શરૂ થઈ શકે છે. healthline.com અનુસાર બ્રેસ્ટ કેન્સર શું છે અને આ કેન્સરના લક્ષણો કેવા હોઈ શકે છે, તે અંગે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય છે

    કોશિકાઓને કંટ્રોલ કરનાર જેનેટિક્સમાં મ્યુટેશન બનવા લાગે ત્યારે બ્રેસ્ટ કેન્સર થાય છે. મ્યુટેશનના કારણે કોશિકાઓ અનિયંત્રિતરૂપે ફેલાવા લાગે છે. આ કેન્સર સ્તનની કોશિકાઓમાં વિકસિત થાય છે. જે ફેટી કોશિકાઓ, લોબ્યૂલ્સ અથવા બ્રેસ્ટની નસોમાં બનવા લાગે છે. ધીરે ધીરે આ કેન્સર સ્તનની સ્વસ્થ કોશિકાઓ પર પણ અસર કરવા લાગે છે તથા હાથની નીચેની તરફ અને લિમ્ફ નોડ્સ સુધી પહોંચી જાય છે.

    બ્રેસ્ટ કેન્સર

    બ્રેસ્ટ કેન્સરમાં શરૂઆતના સ્ટેજમાં કોઈ લક્ષણ જોવા મળતા નથી. અનેક કેસમાં આ ટ્યૂમર એટલા નાના હોય છે, કે તેના વિશે કંઈ ફીલ પણ નથી થતું. મેમોગ્રામ ટેસ્ટની મદદથી બ્રેસ્ટ કેન્સર વિશે જાણી શકાય છે. સ્તનમાં જે સમયે કંઈક ગાંઠ જેવું ફીલ થવા લાગે ત્યારે ટ્યૂમર હોવાનું પણ ફીલ થવા લાગે છે. જાણકારી માટે જણાવવામાં આવે તો, તમામ પ્રકારની ગાંઠ કેન્સરની ગાંઠ નથી હોતી.



    આ પણ વાંચો- Beauty Tips: 1 રૂપિયાનાં ખર્ચા વગર કાચા દૂધનો આ ઉપાય ચહેરાની રંગત નીખારશે, વાળને બનાવશે સિલ્કી અને શાઇની

    બ્રેસ્ટ કેન્સરના લક્ષણ

    બ્રેસ્ટ કેન્સર થાય તો સ્તનમાં દુખાવો થાય છે, સ્તનના આકારમાં બદલાવ આવે છે, સ્તનની આસપાસની ત્વચા લાલ થઈ જાય છે, સ્તનના આસપાસના ભાગોમાં સોજો આવે છે. નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થાય છે અથવા લોહી નીકળે છે, નિપ્પલના આકારમાં ફેરફાર થવો, નિપ્પલની ત્વચા છોલાઈ જવી, હાથની નીચે સોજો આવવો. બ્રેસ્ટ કેન્સરમાં આ તમામ પ્રકારના લક્ષણો જોવા મળે છે. જો તમારામાં પણ આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા હોય, તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.

    અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો

    બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર મહિમા ચૌધરીનો વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરીને તેમણે જણાવ્યું કે, ‘એક મહિના પહેલા મેં મારી 525મી ફિલ્મ ‘ધ સિગ્નેચર’ માં કામ કરવા માટે મહિમા ચૌધરીને ફોન કર્યો હતો. તે સમયે હું USAમાં હતો, ફોન કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે, મહિમા ચૌધરીને બ્રેસ્ટ કેન્સર થયું છે.’ અનુપમ ખેરે મહિમા ચૌધરીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે, ‘મહિમા ચૌધરીની હિંમતથી સમગ્ર વિશ્વની મહિલાઓને એક આશા મળશે. મહિમા ચૌધરી ઈચ્છતી હતી કે, હું તેમની આ બિમારી વિશે લોકોને જાણકારી આપું.’








    View this post on Instagram






    A post shared by Anupam Kher (@anupampkher)






    મહિમા ચૌધરીનો વિડીયો

    શેર કરેલ વિડીયોમાં મહિમા ચૌધરીએ જણાવે છે કે, અનુપમ ખેરનો કોલ આવ્યો ત્યારે શું થયું હતું. મહિમા જણાવે છે કે, ‘જ્યારે મને અનુપમ ખેરનો કોલ આવ્યો હતો, તે સમયે મારી ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને નર્સ મારી બાજુમાં હતી. અનુપમ ખેર USAમાં છે, તેની મને ખબર હતી. જેથી કોલ આવ્યો ત્યારે જ હું સમજી ગઈ હતી કે, તેમને કોઈ જરૂરી વાત કરવાની હશે અને મેં તેમનો કોલ રિસીવ કર્યો.’

    અનુપમ ખેરે મને ફિલ્મ ‘ધ સિગ્નેચર’ કરવા માટે કહ્યું. તો મેં તેમને જણાવ્યું હતું કે, હું આ ફિલ્મ કરવા ઈચ્છું છું, પરંતુ તેના માટે તમારે થોડી રાહ જોવી પડશે. જેથી તેમણે જણાવ્યું હતું કે, હું રાહ નહીં જોઈ શકું અને પૂછ્યું કે, મને રાહ જોવા માટે શા માટે કહે છે અને ઘરમાં આટલો અવાજ કેમ થઈ રહ્યો છે? ત્યારબાદ હું ખોટું ન બોલી શકી અને મેં મારી બિમારી વિશે જણાવી દીધું.

    વિડીયોમાં મહિમા ચૌધરીએ જણાવ્યું કે, હું હંમેશા રૂટીન બ્લ્ડ ચેકઅપ તથા અન્ય ટેસ્ટ કરાવું છું. તેમ છતાં શા માટે આ બિમારી થઈ. મહિમા ચૌધરીએ જ્યારે તેમના મમ્મીને બ્રેસ્ટ કેન્સરની વાત કહી, ત્યારે તેમના મમ્મીની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. આ વાત જણાવતા સમયે મહિમા ચૌધરી ઈમોશનલ પણ થઈ હતી.
    First published:

    Tags: Breast cancer, Lifestyle, આરોગ્ય

    આગામી સમાચાર