Home /News /lifestyle /

હું 24 વર્ષથી કોઈ સાથી વગર છું, મને પસંદ છે તે બીજાની સાથે ખુશ છે, મારે શું કરવું?

હું 24 વર્ષથી કોઈ સાથી વગર છું, મને પસંદ છે તે બીજાની સાથે ખુશ છે, મારે શું કરવું?

પ્રતિકાત્મક તસવીર

તમારી વાત સાંભળી એમ લાગે છે કે તમારી પાસે કોઈ રોમાંટિક અને યૌન સાથી નથી, જે લગ્ન કરીને પોતાનું આખું જીવન તમારા માટે સમર્પિત રહે

Pallavi Barnwal

સવાલ - એ સાંભળવામાં થોડુ અજીબ લાગી શકે છે પણ 24 વર્ષથી હું કોઈ સાથી વગર છું. ક્યારેક ક્યારેક મને લાગે છે કે મારી પાસે કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ. જેની સાથે પોતાની ભાવના કહી શકું. બીજી તરફ એ પણ લાગે છે કે હું આ રીતે ઠીક છું પણ એકલા હોવાનો ડર ક્યારેક સતાવે છે. આજ સુધી મેં જે કોઈ તરફ કદમ વધાર્યો છે તે કોઈ બીજાની સાથે ખુશ છે અથવા મને ચુપચાપ ના પાડી દે છે. જેનો મને કોઈ રંજ નથી. શું આ ખોટું છે? આ વિશે મારે શું કરવું જોઈએ?

જવાબ - આપણો સમાજ અને દુનિયા પોતાનું ધ્યાન અને ઘણી બધી ઉર્જા રોમાંટિક અને યૌન સાથી શોધવામાં લગાવે છે. તમારી વાત સાંભળી એમ લાગે છે કે તમારી પાસે કોઈ રોમાંટિક અને યૌન સાથી નથી, જે લગ્ન કરીને પોતાનું આખું જીવન તમારા માટે સમર્પિત રહે. તમારી દેખભાળ કરવા માટે કોઈપણ નહીં હોય અને તમે એકાંતમાં મરી જશો. આ કેટલું ખોટું છે આમ બતાવવા હું પોતાની વાત શરુ કરીશ નહીં.

માણસ જોડીમાં રહેતો નથી. આપણે એક સમુદાયમાં રહીએ છીએ. જો તમારી પાસે કોઈ સાથી નથી તો તમારી પાસે તમારા માતા-પિતા છે, ભાઈ બહેન છે, નજીકના મિત્ર છે, પાડોશી છે. તમારા યોગ ક્લાસમાં લોકો છે. જ્યાં તમે જાવ છો તમારા મનપસંદ સહકર્મી છે અને તે લોકો પણ છે જેમની સાથે તમે કાર પૂલ કરો છો.

રોમાંટિક સાથી મળવો ઘણું ગજબ હોય છે પણ પરિવારનો નિસ્વાર્થ પ્રેમ મળવો પણ કશું ઓછું હોતું નથી. તમે તમારી જાતને તે લોકો સાથે સરખાવી જુઓ જેને તમે પસંદ કરો છો કે જે તમને પસંદ કરે છે. ફક્ત એટલા માટે તમે તેની સાથે શારીરિક સંબંધ બનાવી રહ્યા નથી, તેનો અર્થ એ નથી કે તે તમને સાચો પ્રેમ કરતા નથી કે તમારી સાથે પોતાની ભાવનાની આપ લે કરતા નથી. અસલમાં ઘણા બધા લોકો છે જેમને પોતાના જીવનસાથીના બદલે અન્ય નજીકના મિત્ર વધારે સારી રીતે સમજે છે.

તમે આ બાબતને લઈને એટલા અસુરક્ષિત અનુભવ કરો છો તેનું એ પણ કારણ હોઈ શકે છે તમારી આસપાસના લોકો તમારા માટે યોગ્ય પસંદને વધારે મહત્વ આપતા સમય બર્બાદ કરી રહ્યા હોય. તમે એવા લોકોને શોધો જેને ડેટિંગથી અલગ વિવિધ વસ્તુઓમાં રસ હોય. એક ખુશનુમા જીવન જીવવાના ઘણા રસ્તા છે.

કોઈને ડેટ પર લઈ જતા પહેલા ઠીકથી વિચારો. શું તમે સાચે જ તેને પસંદ કરો છો? શું તે પણ તમારી જેમ એકલા છે? એવી શું મજેદાર ગતિવિધિ હોય કે તમે પોતાની પ્રથમ ડેટ માટે પ્લાન કરી શકો છો અને હા, વિનમ્ર રહો, ખુશનુમા રહો. તમે તે ક્ષણમાં પુરી રીતે હાજર રહો જેથી તેની સામે ફોનમાં વ્યસ્ત ના થઈ જાવ. સામેવાળાને જાણવાનો પુરો રસ લો. તેના રસ, બાળપણ, ભવિષ્યની ઇચ્છાઓ વિશે પુછો. પોતાના વિશે પણ જાણકારી આપો અન તેને સંતુલિત રાખો. બીજી ડેટની સ્પષ્ટ યોજના બનાવો. આગામી કેટલીક ડેટ સુધી કોઈપણ પ્રકારની અંતરંગતા પ્રદર્શિત ના કરો.

24 વર્ષની ઉંમર ઘણી વધારે કહેવાય નહીં તમારી ઉંમરમાં ઘણા એવા લોકો છે જેમને જીવનમાં અત્યાર સુધી કોઈપણ પ્રકારનો રોમાંટિક કે સેક્યુઅલ અનુભવ થયો નથી. યાદ રાખો જીવન ઘણું લાંબું છં અને તમારે હજુ એ બધા લોકોને મળવાનું બાકી છે જે તમને પ્રેમ કરશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Opinion, Relationship

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन