Pallavi Barnwal
સવાલ - હું મહિલાઓની નાભિ તરફ આકર્ષિત થાવ છું. મને તેનાથી કોઈ હાનિ થતી નથી પણ આ કલ્પના કરવા જેવું છે. કેટલીક મહિલાઓ તેને પ્રશંસા તરીકે પણ લે છે. હું અવિવાહિત છું અને શું મારે ભવિષ્યમાં પોતાની થનાર પત્નીને આ વાત બતાવવી જોઈએ? કે આ વાત બતાવવાની બીજી કોઈ રીત છે?
જવાબ - આપણે બધાએ બોલિવૂડ ફિલ્મોમાં એ દ્રશ્ય જોયું હશે કે જ્યારે સુંદર સાડીમાં રહેલી એક મહિલા પંખા સામે બેસેલી હોય છે. એક પ્રશંસક સામે પોતાના વ્યવસાયને ધ્યાનમાં રાખતા અને તે પંખાની હવા હળવેથી તેની સાડીના એક છેડાને ઉડાડે છે અને તેની નાભિ દેખાય છે. નિશ્ચિત રીતે કેમેરા તે તરફ ઝુમ થાય છે અને ઘણી મનમોહક રીતે તેને ફ્રેમમાં લેવાય છે. ફક્ત બોલિવૂડ ફિલ્મોમાં જ નહીં ઐતિહાસિક રૂપથી બધી સંસ્કૃતિઓમાં બેલી બટન કે નાભિને હંમેશા શરીરના અંતરંગ અને ઉત્તેજિત કરનાર ભાગ માનવામાં આવે છે. બેલી ડાન્સર પર નજર કરો અને તેની નાભિમાં પહેરવાનો શોખ જુઓ.
નિશ્ચિત રૂપથી નાભિ શરીરનું સૌથી મહત્વપૂર્ણ શારીરિક ઉત્તેજના જગાવનાર ભાગ છે. કોઈ મહિલાથી આકર્ષિત થયેલા પુરુષ માટે તેના નાભિ દર્શન ઘણા વધારે આકર્ષક હોઈ શકે છે. આ મહિલાઓના અંગોના ઘુમાવ અને કમરને દર્શાવે છે. તેના માટે આકર્ષણ અનુભવવું પુરી રીતે સામાન્ય છે. અસલમાં ઉત્તેજવા ઉત્પન કરનાર ચીજોમાં નાભિ સૌથી વધારે કામોદ્દીપક માનવામાં આવે છે. વર્ષ 2012માં ગુગલ પર સૌથી વધારે શોધ થનાર બીજી કામોત્તેજક વસ્તુ હતી.
જો પ્રથમ મુલાકાતમાં જ તમે કોઈ મહિલાને કહેશો તે તમે નાભિથી ઘણા આકર્ષિત છો તો નિશ્ચિત આ ઘણું અજીબ અને ખરાબ ગણાશે પણ તમેને કોઈપણ એમ કરવાની ના રોકી શકે જ્યારે આ વાત તમે તેને સેક્સ દરમિયાન કે તેની સાથે જોડાયેલ વાત કરતા સમયે બતાવો છો.
અસલમાં એક ઘણા શક્તિશાળી કામોત્તેજત ભાગ તરીકે નાભિ શરીરના અન્ય ભાગની સરખામણીમાં ઘણી સંવેદનશીલ છે. એ તે જ ટિશ્યૂથી બનેલી છે જેનાથી જનનાંગ બનેલા હોય છે. નાભિને અડવું, ચુંબન કરવું, ચાટવું બધું સનસની ઉત્પન કરે છે, જે સેક્સ પહેલા કરવામાં આવતા ફોરપ્લેમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આ મૂત્રાશયની દિવાર અને યોનિ વચ્ચેના સ્થાને હોય છે જ્યાં એવી નસ હોય છે જે યોનિને ઉત્તેજિત કરે છે. અહીં થતી સનસની યોનિમાં અનુભવાય છે. છતા પણ અહીં એટલે ગુદગુદી ના થવી જોઈએ કે સેક્સ પાર્ટનરનું ધ્યાન સેક્સથી હટી જાય.
જ્યાં સુધી નાભિ પ્રત્યે તમારું આકર્ષણ બેકાબુ કે બેચેન કરનાર નથી, તમારે સેક્સની અનુભૂતિ વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી. એક એવા પાર્ટનર સાથે જે આ માટે રાજી હોય. તમે આ કામોદ્દીપક ભાગ વિશે બીજું પણ ઘણું વધારે જાણી શકો છો. તમે અને તમારા સાથી બીજા પણ નવા આનંદ શોધી શકો છો.