Swiggy પર સૌથી વધુ ઑર્ડર કરાય છે ચિકન બિરયાની, જાણો શું છે લોકોનું Favourite Food

News18 Gujarati
Updated: December 25, 2019, 11:56 AM IST
Swiggy પર સૌથી વધુ ઑર્ડર કરાય છે ચિકન બિરયાની, જાણો શું છે લોકોનું Favourite Food
મસાલા ઢોસા, પનીર બટર મસાલાને પછાડીને Swiggyમાં સૌથી વધુ ઑર્ડર થઈ ચિકન બિરયાની, મીઠાઈમાં ગુલાબ જાંબુએ બાજી મારી

મસાલા ઢોસા, પનીર બટર મસાલાને પછાડીને Swiggyમાં સૌથી વધુ ઑર્ડર થઈ ચિકન બિરયાની, મીઠાઈમાં ગુલાબ જાંબુએ બાજી મારી

  • Share this:
બેંગલોર : શું તમે પણ અનેકવાર પોતાના મનપસંદ ભોજન માટે ફુડ ડિલીવરી ઍપ 'સ્વિગી' (Swiggy) પર નિર્ભર રહો છો કે જ્યારે ભૂખ લાગતાં તમારો હાથ સીધો આપના મોબાઇલની Swiggy ઍપ પર જાય છે. આપની જેમ જ આજે લાખો લોકો પોતાના મનપસંદ ખાવા માટે આ જ ઍપથી ખાવાનો ઑર્ડર કરી રહ્યા છે. આ દરમિયાન ફુડ ડિલીવર ઍપ Swiggyએ લોકોના મનપસંદ ખાવાની યાદી જાહેર કરી છે. Swiggy મુજબ, તેમની ઍપ પર લોકોએ સૌથી વધુ 'ચિકન બિરયાની' ઑર્ડર કરી.

સ્વિગીએ જણાવ્યું કે આ વર્ષે જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે દેશભરમાં સૌથી વધુ ઑર્ડર ચિકન બિરયાની માટે આવ્યા. તેઓએ એમ પણ જણાવ્યું કે સરેરાશ દર મિનિટે 95 લોકોએ ખાવા માટે ચિકન બિરયાનીનો ઑર્ડર કર્યો. બીજી તરફ યાદીમાં મસાલા ઢોસા બીજા નંબરે રહ્યો, જ્યારે ત્રીજા નંબરે પનીર બટર મસાલા ઑર્ડર કરવામાં આવ્યું.

Swiggy દ્વારા એ જાણકારી પણ આપવામાં આવી કે છેલ્લા ત્રણ વર્ષોથી સતત લોકોની પસંદગીની ખાવાની યાદીમાં શિખર પર ચિકન બિરયાની જ છે. સ્વિગીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે કે ભારતીયો મીઠાઈમાં સૌથી વધુ ગુલાબ જાંબુ ખાવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો, ટ્રેનમાં આટલાં મોઘાં થશે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, રેલ મંત્રાલયે ભાવ વધારવા IRCTCને મંજૂરી આપી

Swiggyએ જણાવ્યું કે મીઠાઈમાં બીજા નંબરે લોકોને ફાલુદા પસંદ છે અને ત્રીજા નંબરે લોકોને મગની દાળનો હલવો ઘણો પસંદ છે. સ્વિગીએ સમગ્ર વર્ષ દરમિયાન લોકો દ્વારા ઑર્ડર કરવામાં આવેલી ફુડ આઇટમ્સના આધારે આ રિપોર્ટ રજૂ કર્યો છે.

આ પણ વાંચો, Goodbye 2019 : એ 26 તસવીરો જેણે Instagram પર મચાવી ધૂમ
First published: December 25, 2019, 11:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading