આ રીતે સડસડાટ ઉતરી જશે શરીર પર આવતો સોજો

 • Share this:
  ઘણી વખત આપણે એવું બને છે કે આખા દિવસના થાક અને ભાગદોડના કારણે શરીરમાં પણ ઘણો થાક લાગે છે. અને એમાં પણ પગને આરામ ન મળવાના કારણે પગમાં સોજો ચડવાની ફરિયાદ રહે છે.સોજો આવવા પાછળ  અનેક કારણ હોય છે.  તેમજ અનેકવાર ઝડપથી ચાલતા પગ મચકોડાઈ જાય છે. કે પછી કોઈ બીમારીના કારણે પણ આવુ થઈ શકે છે.  અનેકવાર ગર્ભાવસ્થામાં પણ આ પરેશાની થઈ જાય છે. ત્યારે આવો જાણીએ ઘરેલૂ ઉપાયથી કેવી રીતે આ સોજાથી મુક્તિ મેળવી શકાય..

  •  એક કપડા પર બરફના ટુકડા બાંધી લો અને દુખાવા પર અથવા સોજાવાળા સ્થાન પર 10 મિનિટ સુધી કરો.

  • પગને તકીયા પર ઉંચા રાખવાથી સોજો ઓછો થવા માંડશે.

  •  હળદરમાં નારિયેળનું તેલ મિક્સ સોજા પર લગાવો. સૂકાય જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઈ લો.

  • દિવસમાં 2 વખત હૂંફાળા પાણીમાં સિંધાલૂણ નાખીને રોજ 20 મિનિટ માટે સેક કરો.

  • શરીરના કોઈ બીજા ભાગ પર સોજો આવ્યો હોય તો તો હૂંફાળા પાણીમાં સિંધાલૂણ નાખીને નહાવાથી આરામ મળશે.

  • સોજા પર હૂંફાળા તેલથી માલિશ કરી હૂંફાળા પાણીથી સેક કર્યા પછી 10 મિનિટ ટોવેલથી લપીટી મુકો.

  Published by:Bansari Shah
  First published: