દરેકને ભાવે તેવો હેલ્ધી અને ટેસ્ટી 'સ્વીટ કોર્ન સૂપ'

  • Share this:
    સ્વીટ કોર્ન સૂપ બનાવવા માટેની સામગ્રી :
    2 કપ મકાઈના દાણા
    1/2 કપ દૂધ
    1 ટે.સ્પૂન બટર
    2 ટીસ્પુન કોર્નફલોર
    2 ટે.સ્પૂન સોયા સોસ
    1 ટીસ્પુન ખાંડ
    1 તમાલપત્ર
    મીઠું
    તજ-મરીનો પાવડર

    બનાવવા માટેની રીત:
    અડધો કપ દાણા સાઈડમાં કાઢી, બાકીના દાણામાં પાણી નાંખી તેને બાફી તેમાં થોડું પાણી નાંખી, સ્મુધ અને પાતળી પેસ્ટ બનાવી ગરણીથી ગાળી પ્યુરી બનાવી લો.
    હવે એક તપેલીમાં બટર ગરમ કરી તેમાં તમાલપત્ર નાંખી, તેમાં મકાઈની પ્યુરી, થોડું પાણી અને સાીડમાં રાખેલા મકાઈના દાણા નાંખી ઉકાળી લો. જેટલો સૂપ પાતળો બ.નાવવો હોય તે પ્રમાણે તેમાં પાણી નાંખવું. પ્યુરી ઉકળે એટલે તેમાં કોર્નફલોરને દુધમાં ઓગળી અંદર નાંખવું. સૂપ થોડો ઘટ્ટ થાય એટલે તેમાં ખાંડ, તજ-મરી પાવડર અને મીઠું નાંખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો. ત્યારબાદ એક સર્વિંગ બાઉલમાં સૂપ કાઢી તેમાં સોયા સોસ ઉમેરીઅને કોથમીર નાખી, ગરમ-ગરમ સર્વ કરો.
    Published by:Bansari Shah
    First published: