Home /News /lifestyle /

Health problems: તમને વધુ પડતો પરસેવો થાય છે? આ બીમારીનો હોય શકે સંકેત

Health problems: તમને વધુ પડતો પરસેવો થાય છે? આ બીમારીનો હોય શકે સંકેત

ઘણીવાર મહિલાઓને મેનોપોઝને કારણે ખૂબ જ પરસેવો થાય છે

Sweat more: આ સિવાય પણ જો તમને હંમેશા વધુ પરસેવો થતો હોય, તમારે ટુવાલ સાથે રાખવાની જરૂર પડતી હોય તો તમારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.

    દિલ્હી: શરીરમાંથી પરસેવો (Sweat) નીકળવો તે એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે પણ આપણા શરીરનું તાપમાન સામાન્ય કરતા વધારે થાય છે, ત્યારે પરસેવાની ગ્રંથીઓ શરીરના તાપમાનને નિયંત્રિત કરવા અને શરીરમાંથી પાણીને શોષી લેવા, ત્વચાની ઉપરની સપાટી પર લઈ જવા માટે સક્રિય થાય છે. શરીરમાંથી નીકળતું આ પાણી આપણને હીટ સ્ટ્રોક (heat stroke) જેવા જોખમોથી પણ બચાવે છે. ક્યારેક ક્યારેક પરસેવો નીકળવો સામાન્ય હોય છે. પણ ગરમીની ઋતુમાં તમામ વ્યક્તિ પરસેવાના કારણે પરેશાન થાય છે.

    કસરત કરતા સમયે (while exercising), તડકામાં ફરતા સમયે વ્યક્તિને પરસેવો થાય છે. શરીરનું તાપમાન વધી જવાથી આ પરસેવો વળે છે. ઘણીવાર મહિલાઓને મેનોપોઝ (menopause)ને કારણે ખૂબ જ પરસેવો થાય છે.

    આ સિવાય પણ જો તમને હંમેશા વધુ પરસેવો થતો હોય, તમારે ટુવાલ સાથે રાખવાની જરૂર પડતી હોય તો તમારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને ડોકટરની સલાહ લેવી જોઈએ. જરૂર કરતા વધારે પરસેવો થાય તો તમારા શરીરમાં ગરબડ થવાનો સંકેત છે. તમારે તમારા આરોગ્ય અંગે વધુ સતર્ક રહેવાની જરૂર છે. જરૂર કરતા વધારે પરસેવો શા માટે થાય છે અને તે કઈ બિમારી થવાનો સંકેત આપે છે? તે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    ડાયાબિટીસ (diabetes) હાઈપોગ્લાઈસીમિયા

    ડાયાબિટીસથી પિડાતી વ્યક્તિના લોહીમાં યોગ્ય ગ્લૂકોઝનું નિર્માણ ના થતું હોય ત્યારે ડાયાબિટીસ હાઈપોગ્લાઈસીમિયા થાય છે. શરીર અને મસ્તિષ્ક માટે ગ્લુકોઝ એનર્જીનો મુખ્ય સ્ત્રોત છે. જો તમારા શરીરમાં પર્યાપ્ત માત્રામાં ગ્લુકોઝ ના બનતું હોય તો શરીરની કાર્યપ્રણાલી યોગ્ય રીતે કામ કરી શકતી નથી. આ પ્રકારની સમસ્યાથી પીડિત વ્યક્તિને વધારે પરસેવો થાય છે. રાત્રે પરસેવાના કારણે ચાદર અથવા કપડા પણ ભીના થઈ જાય છે. આ પ્રકારના લોકોને ખરાબ સપના આવવાની, થાક લાગવાની, ચિડીયાપણાની અથવા ભ્રમની પરિસ્થિતિની સમસ્યાનો સામનો કરવો પડે છે.

    હાઈપરથાઈરાયડિઝ્મ (Hyperthyroidism)

    થાઈરોઈડ ગ્રંથિ વધુ હોર્મોન થાયરોક્સિન ઉત્પાદિત કરે ત્યારે આ સમસ્યા થાય છે. હાઈપરથાઈરાયડિઝ્મ તમારી ચયાપચયની પ્રક્રિયાની ગતિ વધારી શકે છે, જેના કારણે વજન ઓછું પણ થઈ શકે છે અને હ્રદયના ધબકારા ફાસ્ટ અથવા અનિયમિત થઈ શકે છે. જ્યારે વ્યક્તિને હાઈપરથાઈરાયડિઝ્મ થાય છે, ત્યારે વ્યક્તિનું વજન ઓછું થાય છે અથવા ગરમી પ્રત્યે સેન્સિટિવિટી વધી શકે છે. વ્યક્તિને ખૂબ જ પરસેવો થાય છે અને ભૂખ પણ વધુ લાગે છે.

    લ્યૂકેમિયા (leukemia)

    લ્યૂકેમિયા શરીરમાં લોહી બનાવનાર ટિસ્યૂઝનું કેન્સર છે, જેમાં બોન મેરો અને લસીકા તંત્ર પણ સામેલ છે. લ્યૂકેમિયામાં સામાન્ય રીતે સફેદ રક્ત કોશિકાઓ શામેલ હોય છે. તમારી શ્વેત રક્ત કોશિકાઓ શક્તિશાળી સંક્રમણ સાથે લડે છે, તે સામાન્ય રીતે વધે છે અને યોગ્ય પ્રકારે વિભાજિત થાય છે. તમારા શરીરને તેની આવશ્યકતા હોય છે.

    લ્યૂકેમિયા ધરાવનાર લોકોમાં બોન મેરો સૌથી વધુ માત્રામાં અસામાન્ય સફેદ રક્ત કોશિકાઓનું ઉત્પાદન કરે છે. જે યોગ્ય રીતે કામ કરતી નથી. વ્યક્તિને લ્યૂકેમિયા થાય ત્યારે રાત્રિના સમયે વધારે પરસેવો થાય છે. ઉપરાંત હાડકાંમાં દુ:ખાવો થવો, વજન ઓછું થવું, નબળાઈ, થાક લાગવો, તાવ આવવો, વારંવાર ઈન્ફેક્શન થવાની સમસ્યા પણ થઈ શકે છે.

    આ પણ વાંચો: 'Not to Do' લિસ્ટ: સવારમાં ઉઠતાની સાથે ક્યારેય ન કરો આ 6 કામ

    મેનોપોઝ (menopause)

    મહિલાની પીરિયડ સાઈકલ પૂર્ણ થઈ જાય, તેને મેનોપોઝ કહે છે. તમામ મહિલાઓમાં મેનોપોઝનો સમય અલગ અલગ હોય છે. સરેરાશ રીતે મહિલાઓમાં 40-50ના દાયકામાં મેનોપોઝ જોવા મળે છે. આ એક નેચરલ બાયોલોજિક પ્રોસેસ છે, આ દરમિયાન મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. આ પરિસ્થિતિમાં હોટ ફ્લેશેઝની સમસ્યા થાય છે અને મહિલાઓને ખૂબ જ પરસેવો થાય છે. ઉપરાંત મહિલાઓને ઊંઘની સમસ્યા પણ થાય છે, જેના કારણે મહિલાઓમાં ઊર્જાનું સ્તર ઓછું થઈ જાય છે.

    હ્રદય સંબંધિત બિમારીનો સંકેત

    કામ કર્યા વગર અથવા કસરત કર્યા વગર જરૂરથી વધારે પરસેવો થવો તે હ્રદયની સમસ્યાનો સંકેત આપે છે. ધમનીઓની મદદથી લોહીને હ્રદય સુધી પહોંચાડવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ કારણોસર શરીરના તાપમાનને સામાન્ય રાખવા માટે વધુ પરસેવો થાય છે.

    તમામ વ્યક્તિને આ પ્રકારની આરોગ્ય સમસ્યા થાય તે જરૂરી નથી. તેમ છતાં ખૂબ જ વધુ પડતો પરસેવો થતો હોય તો એક વાર તપાસ જરૂરથી કરાવવી જોઈએ. તપાસ કરાવવાથી બિમારીના શરૂઆતના સ્ટેજ પર જ ખબર પડી જાય છે.
    First published:

    Tags: Diabetics, Excessive Sweating, Health Tips, Life Style News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन